તહેવારોમાં બહારની વાનગી ના ખાવ ઘરે જ બનશે આ બે ફરાળી વાનગી… લખી લો કેમ બનાવાય આ વાનગીઓ.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍱 બે ઈન્સ્ટન્ટ ફરાળી વાનગી…. 🍱

 Image Source :

💁‍♂️ મિત્રો આજે અમે વ્રતમાં ખુબ જ ઉપયોગી બને તેવી ફરાળી આઈટમ લઈને આવ્યા છીએ. ફરાળી દહીંવડા.

🍲 ફરાળી દહીંવડા :

 Image Source :

💁 જોઈતી સામગ્રી :

🥔 બટેટા 2 નંગ બાફેલા,

🥄 રાજગરાનો લોટ ૩ થી 4 ચમચી,

🥄 કાળા મરીનો પાવડર અડધી ચમચી,

🥄 શેકેલા જીરાનો પાવડર 1 ચમચી,

 Image Source :

🌱 લીલી કોથમીર બે ચમચી  જીણી સમારેલી,

🥣 દહીં 2 કપ,

🍳 તેલ વડાને તળવા માટે,

💁 બનાવાવની રીત :

🥔 બટેટાની છાલ ઉતારી તેને ક્રશ કરી લો.

તેમાં મીઠું, કાળા મરીનો પાવડર, ધાણાભાજી અને રાજગરાનો લોટ ઉમેરી તેને બરાબર મસળીને મિશ્રણ બનાવી લો.

 Image Source :

🍱 હવે તેના ગોળ આકારના વડા બનાવી લો.

🍲  હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

🍲 તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં વડા નાખો જ્યારે તે બ્રાઉન કલરના થઇ જાય ત્યારે તેને પલટાવો. અને તે બાજુ પણ બ્રાઉન થઇ જાય ત્યારે તેને કડાઈમાંથી કાઢી લો.

 Image Source :

🥣હવે એક વાટકામાં દહીં લો તેમાં વડા નાખી દો. પાંચ મિનીટ માટે વડા દહીંમાં ડુબાડી રાખો.

🥣હવે વડાને વધારે સ્વાદિષ્ટ બનવવા માટે તેની ઉપર મીઠું, કોથમીર અને શેકેલા જીરાનો પાવડર નાખી સજાવો.

 Image Source :

🥣વડાનું મિશ્રણ જ્યારે ભીનું હોય ત્યારે હાથમાં ચોંટી જતું હોય તો એક સાફ ચોખ્ખું કપડું પાણીમાં પલાળી લો એક નાની કટોરી પર લગાવો કપડાને પાછળથી પકડી રાખવું. હવે થોડું વડાનું મિશ્રણ લઇ ગોળ બનાવી તેને ભીના  કપડા પર રાખી દહીંવડાનો આકાર આપી દો. તૈયાર છે ફરાળી દહીંવડા.

૨. 🥘  ફરાળી મુઠીયા ઢોકળા:

 Image Source :

🥣મિત્રો તમે ફરાળી મુઠીયાનું નામ તો સાંભળ્યું હશે પરંતુ માત્ર  ૨૫ મિનીટ માં જ બનાવો મુઠીયા.

💁  જોઈતી સામગ્રી :

🥔 ૨૫૦ ગ્રામ બટેટા,

🥜 Image Source :

🥣  ૧૦૦ ગ્રામ સીંગદાણા,

🍚 ૫૦ ગ્રામ રાજગરાનો લોટ,

🍚  મીઠું સ્વાદ અનુસાર,

🥣  દહીં,

🍚  ખાંડ સ્વાદઅનુસાર,

 Image Source :

🥄 અડધી ચમચી કાળા મરીનો પાવડર,

🥄૧ ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ,

🍲  તેલ તળવા માટે,

 Image Source :

🍚 ૫૦ ગ્રામ સાબુદાણા પલાળેલા,

🌱 મીઠા લીમડાના પાંદડા ૪ નંગ.

💁  બનાવવાની રીત :

 Image Source :

🥔 બટેટાને નાના ટુકડામાં સમારી લો અને તેને સાઈડમાં રાખી લો.

> સીંગદાણાને શેકી તેના ફોતરા કાઢી તેને મીક્ષરની મદદથી અધકચરા પીસી લો.

> હવે પલાળેલા સાબુદાણા, બાફેલા બટેટાના ટુકડા રાજગરાનો લોટ અને બાકીની સામગ્રી મીઠું, ખાંડ, મારી પાવડર વગેરે ઉમેરી દહીંની મદદ વડે લોટ બાંધી લો.

 Image Source :

> ત્યાર બાદ તેમાંથી નાના નાના મુઠીયા બનવી લો. તેને વરાળે પકાવી લો.

> ત્યાર બાદ તેલ ગરમ કરી અને મુઠીયાને મીઠા લીમડાના વઘાર બાદ તેને વઘારી લો. Image Source :

તમે ઈચ્છો તો તને વરાળે પકવાવને બદલે સીધા તેલમાં ટાળી શકો છો. તૈયાર છે ગરમા ગરમ ફરાળી મુઠીયા તેને ટમેટો  કેચપ તથા કોથમીરની ચટણી સાથે પીરસો..

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. Image Source :

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment