અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💪 આજે આપણે આ લેખ દ્વારા જાણીશું કે દુબળા પાતળા લોકો પણ એક સુડોળ બાંધા વાળું શરીર બની શકે છે. ઘણા લોકો પોતાના પાતળા શરીરથી તંગ આવી ગયા હોય છે. જે સામાન્ય લોકો કરતા પણ વધારે પાતળા લોકો હોય છે. તેવા લોકો માટે આજે અમે સાવ દેશી અને ઘરેલું નુસખા લઈને આવ્યા છીએ. જે તમારા શરીરને સુડોળ અને ઘાટીલું બનાવવામાં મદદ રૂપ થશે.
🏃🏻ઘણા લોકો પોતાન જાડા શરીરથી કંટાળી ગયા હોય તેવી જ રીતે ખુબ જ પાતળા લોકો પણ પોતાના જરૂર કરતા વધારે પાતળા શરીરથી કંટાળી ગયા હોય છે. કેમ કે આપણું શરીર દુબળું પાતળું હોય તો તે આપણી પર્સનાલીટી પર ખુબ જ અસર કરે જ છે.
🏃🏻♀️સાથે સાથે ઘણી વાર આપણી શારીરિક ક્ષમતા પણ ઘટી જતી હોય છે. જો શરીર દુબળું પાતળું હોય તો માણસની એમ્યુંન સિસ્ટમ પર ખુબ જ અસર કરે છે એટલે કે આપણું પાચનતંત્ર નબળું પડે છે. જેના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. કોઈ પણ રોગ સામે લડવા માટે શરીર સક્ષમ ન હોય. જેના કારણે કોઈ પણ બીમારી આપણા શરીરમાં પ્રવેશી શકે છે.
🏃🏻તો મિત્રો આજે આપણે એક એવા સિમ્પલ ડાયટ વિશે વાત કરશું જે એક હેલ્દી શરીર બનાવવા માટે પુરતું છે. તેની સાથે આપણે થોડીક ટીપ્સ પણ જાણીશું તેનાથી ઘણા બધા ફાયદાઓ પણ થશે. માત્ર 20 દિવસ એક ધારો પ્રયોગ કરો તેનું રીઝલ્ટ દેખાશે અને શરીરમાં ઘણા બધા ચેન્જીજ જોવા મળશે.
🏃🏻 ઘણા બધા લોકો પોતાનું વજન વધારવા માટે ફાસ્ટફૂડઅને જંગ ફૂડ ખાવા લાગે છે. અથવા તો ચીકન મટન ખાવા મંડે છે. તેવું કરવાથી આપણા શરીરમાં એક પ્રકારનો ગાંઠો થઇ જાય છે. જે આપણી ઉમર વધતાની સાથે સાથે આગળ જતા ખુબ જ નુંકશાન પહોંચાડે છે. અને આજે આપણે એક ચોક્કસ પ્રકારનું ડાયટ કયું કહેવાય આપણે તેના વિશે વાત કરશું.
🏃🏻♀️ સૌથી પહેલા સવારે નાસ્તાના સમયે કેળા અને દૂધનું સેવન કરવું. આપણે બધા જાણીએ છીએ કે કેળા અને દુધથી આપણું વજન વધે છે. પરંતુ ઘણા બધા લોકો તેને અપ્લાય કરે છે અને તેને કોઈ પણ ફાયદો નજર નથી આવતો. તેનું કારણ એવું છે કે કેળા પેટમાં બરાબર પચી ન શકતા હોય. તેને પચાવવા માટે એલચીનો ઉપયોગ કરવો જોઈએ.
🏃🏻 સૌથી પહેલા તો આપણે બે પાકેલા કેળા લેવાના અને તેને એક ગ્લાસ દૂધ સાથે મીક્ષરમાં બે રાઉન્ડ ફેરવી લેવાના. તેનો બીજો પણ રસ્તો છે પહેલા બે કેળા ખાવાના પછી દુધનો ગ્લાસ પીય જવાનો.
🏃🏻♀️બે કેળાનું શેક બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં 10 ગ્રામ સુકાયેલી દ્રાક્ષ, નાખી તેને બરાબર મિક્સ કરો અને પિય લેવાનું.
🏃🏻 કેળાનો શેક પીધા બાદ 10 મિનીટ પછી બે એલચીનું સેવન કરવું. અને ચાવી ચાવીને કરવું જોઈએ. કેળાનો શેક પીધા બાદ એલચીનું સેવન કરવામાં આવે તો તે શેકને બરાબર પચવામાં મદદ કરે છે. કેળાનો શેક આપણા પેટમાં પચે તો તે આપણા શરીરને જ ફાયદો પહોંચાડે છે. એટલે કેળાનું સેવન કર્યા પછી એલચી તે કેળાને પચાવવા માટે ખુબ જ લાભદાયી છે.
🏃🏻♀️હવે આપણે જોઈશું ફણગાવેલા મગ. મગ પણ આપણા શરીરને ખુબ જ પોષણ આપે છે. સવારના નાસ્તા પછી મગનું સેવન કરવું ખુબ જ લાભદાયી નીવડે છે અથવા તો બપોરે જમતી વખતે તેનું સેવન કરવું વધારે અસરકારક રહે છે. એક કપ મગને રાત્રે પાણીમાં પલાળીને મૂકી દેવાના.
🏃🏻 સવારે એક કોટનના કોરા કપડામાં તે મગને ગાળી લેવાના. અને પાણી નીતરી જાય ત્યાર બાદ મગને કોરા કપડામાં બાંધીને 2 થી ૩ કલાક માટે મૂકી દેવાના. તેને ફણગાવેલા મગ પણ કહી શકીએ છીએ.
🏃🏻 સવારે કેળાનો શેક અને બપોરે ફણગાવેલા મગ ખાવા. ફણગાવેલા મગ ખાવાથી આપણા શરીરમાં ખોરાક વ્યવસ્થિત રીતે હજમ થઇ જાય છે. અને સાથે સાથે ભૂખ પણ લગાડે છે. અને રાત્રિનું જમવાનું હોય તેનાથી બે કલાક પહેલા થોડોક હળવો નાસ્તો કરવાનો. અને બે કલાક પછી સાંજનું જમી લેવાનું. ત્યાર બાદ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ પીને સુઈ જવાનું.
🏃🏻 જે પણ જમવાનું આપણે નિશ્વિત સમયે ખાઈએ છીએ તેના સિવાય દર બે ત્રણ કલાક પછી કંઈક ને કંઈક ખાવાનું છે. બીજી પણ ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તનાથી આપણું વજન વધી શકે છે.
🏃🏻♀️જમતા પહેલા ક્યારેય પાણી ન પીવું અને જમ્યા પછી પણ માત્ર એક અડધો ગ્લાસ પાણી પીવું જોઈએ.
🏃🏻 ચા અને કોફી વજન વધારવું હોય તો ક્યારેય ન પીવું જોઈએ.
🏃🏻 ધુમ્રપાન પણ ન કરવું જોઈએ તેનાથી આપણને ઘણા બધા નુંકશાન થાય તે જાણો જ છો.
🏃🏻♀️ધુમ્રપાન કરવાથી આપણી ભૂખ સદંતર ઓછી થઇ જાય છે.
🏃🏻 ઊંઘ પૂરી 7 થી 8 કલાક લેવી જોઈએ તે પણ શરીર માટે ફાયદાકારક છે.
🏃🏻 અને ખાસ કરીને કોઈ પણ ડાયટ કરતા હોઈએ ત્યારે કસરત અથવા તો યોગા ફરજીયાત કરવા. તેનાથી શરીરમાં તાકાત આવે છે. યોગા કરવાથી મગજ પણ શાંતિનો અનુભવ કરે છે. સવારે વહેલા ઉઠી અને રનીંગ કરવા પણ જવું જોઈએ.
🏃🏻♀️આ પ્રયોગ એક સામાન્ય પ્રકારનો છે તેનાથી ન તો કોઈ પણ પ્રકારનું નુંકશાન થતું નથી. દુબળા પાતળા શરીરને વધારે અને એક ઘાટીલો આકાર બનાવે છે. જે આપણી તંદુરસ્તીની નિશાની ઉભી કરે છે. આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની ચરબી પણ જમા થવા દેતું નથી
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ