આ પાંચ વસ્તુઓ જીવનમાં બંધ કરી દો… પછી જુઓ જીવનમાં કેવો બદલાવ આવી જાય છે.. જય શ્રી કૃષ્ણ

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👐🏻 આ પાંચ વસ્તુ ન કરવી જીવનમાં જો તમારે આગળ વધીને કૈક કરી બતાવવું હોય તો ….. 👐🏻

 Image Source :

👉 આપણે જોઈએ છીએ કે ઘણા બધા કારણો હોય છે જે આપણને જીવનમાં આગળ વધતા અથવા તો સકસેસ થવા માટે અસરકારક હોય છે. ઘણી વાર એવા સંજોગ હોય છે અને ઘણી વાર આપણી અમુક પ્રકારની ઘણી બધી ખરાબ ટેવો હોય છે જે આપણને આગળ જતા અટકાવે છે.

 Image Source :

💁‍♂️ પરંતુ આજે અમે તે સમસ્યાનું નિરાકરણ લઇ આવ્યા છીએ. જે તમને આગળ વધવામાં અથવા તમારા ગોલ પુરા કરવામાં મદદ કરશે.

મિત્રો આજે આપણે પાંચ એવી વસ્તુ જોઈશું જે આપણને  આગળ વધવામાં હંમેશા અટકાવે છે.

👬 1 . ટોક્સિક ફ્રેન્ડસ :👬  

 Image Source :

👬 ટોક્સિક ફ્રેન્ડસ એટલે ઝેરીલા મિત્રો. લોકો એવા હોય છે જે આપણા મિત્ર બનીને આપણી સાથે રહે છે પરંતુ તેજ આપણી લાઈફમાં ઝેર ફેલાવતા જતા હોય છે. ખુબ જરૂરી છે કે તેવા મિત્રોને ઓળખો અને તેનાથી દુર રહેવું. ટોક્સિક ફ્રેન્ડસની ચાર એવી નિશાની છે જે તમને અમે જણાવશું.

👬 એ લોકો હંમેશા આપણને નાના દેખાડવાની કોશિશ કરતા હોય છે. આપણે તેનાથી નિમ્ન છીએ તેવો અહેસાસ કરાવવા માંગતા હોય છે.

 Image Source :

👬 તે લોકો પાસે આપણે કોઈ પણ પ્રોબ્લેમ લઈને જઈએ તો તે તેનું સોલ્યુશન કરવાને બદલે નેગેટીવ વિચારો આપે છે.

👫 તે લોકોની લાઈફમાં તેને કોઈએ થોડુક કહ્યું હોય તો તે ખુબ વધારી ને કહે છે. અને નિંદા કરવામાં તો સીમા બાકી રાખે.

👫 લોકો હંમેશા મતલબી હોય છે. તેને એવું લાગે છે આપણે હંમેશા તેની મદદ કરતા રહીએ. અને જો આપણે તેની મદદની જરૂર હોય તો તેની પાસે ઘણા બધા બહાના હોય છે.

 Image Source :

👫 અમે એવું નથી કહેતા કે કોઈ ટોક્સિક મિત્ર હોય તો તેની સાથે વાત બિલકુલ બંધ કરી દેવી જોઈએ. પરંતુ તેની સાથે વાત ખુબ ઓછી કરી નાખવી જોઈએ. અને માત્રકેમ છો” નો સંબંધ રાખવો જોઈએ. તેનાથી તેને પણ ખોટું લાગે અને આપણેને પણ તકલીફ મળે.

 Image Source :

👫 લો ઓફ એવરેસ્ટ એવું કહે છે કેતમે પાંચ લોકોની સાથે છો જેની સાથે તમે વધારે સમય વિતાવો છો.” ઘણા લેખકોએ એવું પણ કહ્યું છે કેતમે મને મિત્ર કહી દો અને હું તમારું ભવિષ્ય બનાવી દઈશ.”

 Image Source :

👫 તો મિત્રો ખાસ ધ્યાન રાખવું કે સારા મિત્રો આપણી સફળતાની નિશાની છે. અને મિત્રો બનાવવા ખુબ સારી વાત છે. પરંતુ સારા મિત્રો બનાવવા તેનાથી વિશેષ સારી વાત છે. એટલા માટે હંમેશા મિત્રો સારા બનાવો.

2  સોસિયલ મીડિયા :

 Image Source :

📲 સોસિયલ મીડિયાનું એડીક્શન એટલું વધી ગયું છે કે તેની લત છોડાવવા માટે હવે સેન્ટરો ખુલી ગયા છે. અત્યારે ઘણા બધા લોકો વોટ્સઅપ અને ફેસબુક પર સૌથી વધારે ટાઈમ બગાડે છે.

📲  લાંબા લાંબા મેસેજ અને આલતુ ફાલતું વિડીયો જોવે છે. જોવે છે તે તો બરાબર છે પરંતુ પાછા  બધાને ફોરવર્ડ પણ કરતા હોય છે. લોકો જે ટાઈમ મેસેજ અને વિડીયો, ફોટા ફોરવર્ડ કરવામાં બગાડે છે તેટલું ડેડીકેશન તેના કામ પ્રત્યે જો તેનું મગજ વાપરે તો  તે માણસ બે ગણું કામ વધારે કરી શકે છે. અને જો કંઈક ક્રિએટીવ પુસ્તકો વાંચે તો પણ ખુબ ફાયદાકારક રહે છે.

 Image Source :

📲 જો આપણા બિઝનેસમાં ફેસબુક અને વોટ્સઅપનો ડાયરેક્ટ રોલ હોય તો બરાબર છે અને જો હોય તો તેમાં ટાઈમ બગાડવો નહિ. તે માત્ર આપનો સમય વેસ્ટ નથી કરતો પરંતુ આપણું ફોકસ અને  પ્રોડક્ટ બંને પર પણ અસર કરે છે. અહિ અમે એવું નથી કહેવા માંગતા કે તે સંપૂણ પણે બંધ કરી દો. કોઈ પણ એક ટાઈમ ફિક્સ કરો કે 15 થી 20 મિનીટ તેના પાછળ સમય આપીશ.

 Image Source :

એટલા માટે આપણે આગળ વધવું હોય તો સોસિયલ મીડિયાથી કંઈક અલગ વિચારો. એટલે બને તો અત્યારે જ છોડો મોબાઈલ.

📺 ૩. ટેલિવિઝન : 📺

📺 ટેલિવિઝન સોસીયલ મિડીયાથી પણ વધારે ખતરનાક છે. તમે માનો કે માનો પણ ટેલિવિઝનથી સારા સારા વિચારો ધરાવતા લોકો પણ એડિક હોય છે. થોડાક સમય પહેલા એક ન્યુઝ ચેનલે એક ન્યુઝ આવ્યા હતા કે બે હજારની નોટમાં GPS સિસ્ટમ છે અને જે લોકો પાસે વધારે પૈસા હોય તેને ટ્રેકિંગ કરવામાં આવશે. ખોટી વાતને ન્યુઝ ચેનલે  એટલા કોન્ફિડેન્સથી કીધી કે સારા સારા ઈન્ટેલીજન્સ પણ ઓળઘોળ થઇ ગયા હતા. અને ટેન્શનમાં આવી ગયા હતા.

 Image Source :

📺 એન્જીનીયરરો પણ આવાતને સાચી માની લીધી. કોઈએ પણ વિચાર્યું કે કંઈ જગ્યા નોટમાં ચીપ ફીટ કરવી. પણ બધા લોકો તેને સાચી માની ગયા હતા. માનો કે કોઈ એક બિલ્ડીંગમાં  25 માળ હોય અને અને તે બધા માળમાં બે હજારની નોટ કેટલી બધી હોય છે. તેને સરકાર ટ્રેકિંગ કરે તો આખી બિલ્ડીંગમાં રેડ પાડે. તેવો પણ કોઈએ વિચાર કર્યો અને તે ન્યુઝને સાચા માની લીધા.

 Image Source :

📺 ટેલિવિઝન એક એવી વસ્તુ છે જેમાં સમજદાર લોકોને પણ મુર્ખ બનાવવામાં આવે છે. તમે વિચારો કે જે લોકો આખા દિવસભર આવી ન્યુઝ ચેનલ જોતા હોઈ છે તેનું દિમાગ કેવું થઇ ગયું હશે. તો બસ એક નાનું એવું ઇન્સીડંસ છે.

📺 બાકી કોઈને ખબર નથી કે લોકોના દિમાગમાં એવા એવા વિચારો આપવામાં આવે છે કે તેના લેશમાત્ર પણ કોઈ ફાયદો નથી થતો. અને લોકોને સાચા ન્યુઝ બતાવવામાં આવતા નથી અને માત્ર મુર્ખ બનાવવામાં આવતા હતા.

 Image Source :

📺 ન્યુઝ ચેનલ પછી વારો આવે છે ટીવી સિરિયલનો. બધા શો માત્ર નેગેટીવ એક્ટીવીટી સિવાય કશું બતાવતા નથી. આપણી લાગણીઓ સાથે માત્ર ખિલાવડ કરે છે. આપણે ખરેખર આપણો સમય ક્યાં ઉપયોગમાં લેવો તે આપણા હાથની વાત છે. ટીવી સિરિયલ અને ન્યુઝ ચેનલ જેવી વસ્તુઓ આપણો સમય ખુબ બગાડે છે. અને આપણા દિમાગમાં માત્ર નેગેટીવ વિચારો આપે છે.

 Image Source :

📺 જો માત્ર ટીવી જોવાનું બંધ થઇ જાય તો આપણે ઘણા બધા કર્યો અલગ કરી શકીએ છીએ. અને આપણે કંઈક ક્રિએટીવ કામ કરી શકીએ છીએ.

👁  4 . અપૂરતી ઊંઘ અને વધુ પડતી ઊંઘ  👁 

 Image Source :

👁 લેક ઓફ સ્લીપ એટલે અધુરી માત્રામાં ઊંઘ. આપણા જીવનને જરૂરિયાત માટે આપણે રોજની 8 થી 7 કલાકની ઊંઘ ફરજીયાત લેવી પડે છે. જો રાત્રે સુઈને સવારે ઉઠો ત્યારે જો તમે થાકેલાથવા તો કામ દરમિયાન કંટાળો આવતો હોય તો સમજવાનું કે આપણે ઊંઘ પૂરી નથી કરી. જે લોકો ઓછું સુતા હોય છે તે હંમેશા થાકેલા જોવા મળે છે. બીજું તેવા લોકોને ગુસ્સો ખુબ આવતો હોય છે. અને ત્રીજું  તે કોઈ પણ કામ પર ફોકસ નથી કરી શકતા.

 Image Source :

😣 મહિનામાં જો એવું બે ત્રણવાર થઇ જાય કે આપણી ઊંઘ પૂરી થાય તો આપણે થાકેલા તો રહીએ પરંતુ આપણી હેલ્થ પર તેની અસર નથી થતી. જો વારંવાર રાત્રે જાગવાનું થતું હોય તો ભવિષ્યમાં ભયાનક બીમારી પણ થઇ શકે છે. જેમ કે ઓબેસિટી, હાઈ બ્લડપ્રેશર, હાર્ટએટેક, યાદ શક્તિ પણ ઓછી થઇ જાય છે. અને આપણી નિર્ણય શક્તિ પણ ઓછી થઇ જાય છે. અને બધી વાતો આપણેને આગળ વધતા અટકાવે છે. Image Source :

😣 તો સારી ઊંઘ માટે ટીવી અને મોબાઈલ બંનેથી દુર રહો. અને કોઈને મેસેજનો રિપ્લે કરો તો દુનિયા ત્યાં અટકી નથી જતી. એટલે આપણે ટીવી અને મોબાઈલથી બને ત્યાં સુધી દુર રહો. તો તમારી ઉંઘ પણ પૂરી થશે અને આપણા કામમાં આપણે ફોકસ પુરતું કરી શકીએ છીએ.

😣 વધારે ઊંઘની પણ આવી જ નેગેટીવ અસર થતી હોય છે. એ પણ શરીર માટે હાનીકારક જ છે, માટે વધુ ઊંઘ લેવાની પણ ટાળો.

 Image Source :

 📙 5. પુસ્તક વાંચન નથી કરતા 📙 

📚 સારી સારી બુક વાંચવાની ટેવ. ન્યુટનનું કહેવું એવું હતું જે પણ વસ્તુ ચાલતી હોય છે તે વસ્તુ સાચી દિશામાં જતું હોય છે. ત્યાં સુધી જતું હોય છે જ્યાં સુધી આપણી સાચી દિશા આપણને આપવામાં આવે.” દરેક વ્યક્તિનું પણ એવું હોય છે. આપણા મનમાં વિચારો ઘુસી ગયા હોય છે વિચારો પમાણે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ છીએ. અને તેને સાચા વિચારો માનતા હોઈએ છીએ.

 Image Source :

📚 એટલા માટે આપણે બુક્સ વાંચવી જોઈએ. બુક્સ વાંચવાથી આપણને એક સાચી દિશા મળે છે. જે આપણને આપણી મંજિલ સુધી પહોંચાડે છે. અને આપણા ખોટા વિચારો સામે માત્ર એક વસ્તુ એવી છે જે આપણને સાચો રસ્તો બતાવે છે. આપણને અને આપણી પર્સનાલીટી ને બદલાવી શકે છે પુસ્તક.  

 Image Source :

📚 આજે જે પણ લોકો મોટા બિઝનેસમેન અથવા મોટા લીડર હોય તે બધા લોકો એક રીડર્સ હોય છે. તે લોકોની વિચાર શક્તિ માત્ર બુક્સ વાંચીને આવી હોય છે. જે લોકો નાની વિચારધારા ધરાવતા હોય તે લોકો એવું વિચારતા હોય છે કેઆપણે કંઈ પણ શીખવાની જરૂર નથી આપણને બધું આવડે છે.” અને જે મોટી વિચારધારા ધરાવતો માણસ હોય છે તે એવું વિચારતો હોય છે કે મને કંઈ પણ નથી આવડતું અને જીવનમાં હજી ઘણું બધું શીખવાનું છે. અને તેવા લોકો જ્યાંથી પણ શીખવા મળે ત્યાંથી શીખી લેતા હોય છે.

 Image Source :

📚 જો આપણે પણ મોટા વિચારો મેળવવા છે તો આપણે પણ પુસ્તકો વાંચવા જોઈએ. તેનાથી આપણા આંતરિક અને બાહ્ય બંને ફાયદાઓ થાય છે. જો સફળ બનવું છે તો આજથી પુસ્તકો વાંચવાનું ચાલુ કરી દો. એક દિવસ જરૂર સફળ થશો

📚 જીવનમાં આ પાંચ વસ્તુંનું ધ્યાન રાખો ક્યારેય તમે કોઈ પણ જગ્યા પર હોવ પણ તમારું કામ અટકશે નહિ.  

 Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

1 thought on “આ પાંચ વસ્તુઓ જીવનમાં બંધ કરી દો… પછી જુઓ જીવનમાં કેવો બદલાવ આવી જાય છે.. જય શ્રી કૃષ્ણ”

Leave a Comment