જીવલેણ ડેન્ગ્યુ તાવ મટાડી શકો છો ફક્ત 1 રૂપિયાની આ ટીકડીથી… જાણો ડોક્ટર અનુસાર ડેન્ગ્યુના લક્ષણો અને સસ્તો ઈલાજ…

ડેન્ગ્યુ એક વાયરલ તાવ છે જે સંક્રમિત મચ્છરના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. ડેન્ગ્યુના દર્દીનો યોગ્ય સમય પર ઈલાજ ન કરવામાં આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. ડેન્ગ્યુથી જોડાયેલી કેટલીક મુખ્ય વાતો ડોક્ટરથી જાણીલો. દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદના આગમન બાદ મચ્છરોનો ઉપદ્રવ ઘણો વધી જાય છે. મોસમ માં બદલાવની સાથે જ વાયરલ તાવ અને ડેન્ગ્યુ ના કિસ્સામાં પણ ઝડપથી વધારો જોવા મળે છે. ડેન્ગ્યુ સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે કહેર વરસાવે છે. ડેન્ગ્યુ એ વાયરલ તાવ છે જે સંક્રમિત મચ્છર એડીસ ઇજિપ્તીના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે.

ડેન્ગ્યુ ના લક્ષણો મચ્છર કરડવાના ચાર થી દસ દિવસ બાદ જોવા મળે છે. અને વધારે થાકનો અહેસાસ થાય છે. ડેન્ગ્યુના દર્દીઓના પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં યોગ્ય ઈલાજ ન મળવા પર દર્દીની સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. જ્યારે પ્રશ્ન થાય છે કે ડેન્ગ્યુ થવા પર કેવી રીતે તેને નિયંત્રિત કરી શકાય છે? તેનાથી જોડાયેલા દરેક પ્રશ્નોના જવાબ આપણે ડોક્ટર પાસેથી જાણી લઈએ.ડેન્ગ્યુ માં કઈ દવા લેવી ફાયદાકારક?:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ડેન્ગ્યુ એક વાયરલ તાવ છે જેનો ઈલાજ યોગ્ય રીતે કરાવી લેવાથી દર્દી થોડા દિવસોમાં સાજો થઈ જાય છે. ડેન્ગ્યુ તાવ દરમિયાન લોકોને પોતાના વજનના હિસાબથી પેરાસીટેમોલ ટેબલેટ લેવી જોઈએ. તેના સિવાય બીજી કોઈ દવા લેવી નુકશાન દાયક થઈ શકે છે. ઘણા લોકોને એવું લાગે છે કે એન્ટિબાયોટિક લેવાથી ફાયદો થશે પરંતુ ડેન્ગ્યુના કિસ્સામાં આમ કરવાથી પ્લેટલેટ કાઉન્ટ ઘટી જશે અને સમસ્યા વધી જશે. મોટાભાગના કિસ્સામાં ડેન્ગ્યુનો ઈલાજ પેરાસીટોમોલ થી જ કરી શકાય છે. ગંભીર કિસ્સાઓમાં જ અન્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

કેવી રીતે કરી શકાય ડેન્ગ્યુની ટ્રીટમેન્ટ?:- ડોક્ટર જણાવે છે કે જો તમને તાવ આવતો હોય તો તમારા વજન પ્રમાણે પેરાસીટેમોલ ટેબલેટ લઈ શકો છો. પેરાસીટેમલ ટેબલેટ 15 mg પ્રતિ કિલો વજન પ્રમાણે લેવી જોઈએ. ઉદાહરણ માટે જો કોઈનું વજન 60 kg હોય તો તે વ્યક્તિએ 900 એમજી સુધીની માત્રા લઈ શકે છે.ડેન્ગ્યુ ના કિસ્સામાં દર્દી એક દિવસમાં ત્રણથી ચાર પેરાસીટેમોલ દવા લઈ શકે છે. તેના સિવાય તેમને વધુ થી વધુ પાણી પીવું અને લિક્વિડ ડાયટ લેવો જોઈએ. ડેન્ગ્યુના દર્દી વધુમાં વધુ લિક્વિડ લઈને જલ્દી રિકવર કરી શકે છે. દર્દીઓને એક કે બે દિવસ તાવ આવવા પર બ્લડ ટેસ્ટ જરૂરથી કરાવી લેવો જોઈએ. જો સ્થિતિ સતત બગડી રહી હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ડેન્ગ્યુ ના લક્ષણ:- અતિશય તાવ, શરીરમાં દુખાવો, ઉલટી, પેટમાં દુખાવો, કમજોરી મહેસુસ થવી, વધુ થાક લાગવો, પ્લેટલેટ ઘટી જવા. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment