આ પાંચ વસ્તુઓ અપનાવીને હૃદયની બીમારીને હંમેશા માટે કરી લો દૂર, આજીવન હૃદય પણ રહેશે સ્વાસ્થ્યવર્ધક 

આજનું ખાન પાન અને જીવન શૈલીને જોતા હૃદયથી જોડાયેલી અનેક પ્રકારની ગંભીર અને જીવલેણ બીમારીઓનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે હૃદયથી જોડાયેલા રોગ વિશ્વ સ્તર પર મૃત્યુનું કારણ બન્યા છે. આધુનિક જીવનશૈલીમાં હૃદયને સ્વાસ્થ્યવર્ધક રાખવું એ પડકારદાયક છે. આજ કારણ છે કે વિશ્વભરમાં લોકો હૃદય રોગના કારણે પરેશાન છે. WHO પ્રમાણે હૃદય સંબંધિત બીમારીઓ એટલે કાર્ડીઓવેસ્ક્યુલર ડિસીઝના કારણે દર વર્ષે લગભગ 1.79 કરોડ લોકોનું મૃત્યુ થાય છે. એવામાં એ જાણવું જરૂરી છે કે હૃદય ને કેવી રીતે સ્વાસ્થ્યવર્ધક રાખી શકાય.

હૃદય આપણા જીવનનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. અહીંયા હૃદય કામ કરવાનું બંધ કર્યું અને ત્યાં શ્વાસ રોકાઈ ગયો અને જીવન નો ખેલ પૂરો. ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે આજ કાલ હૃદય પર વધારે શ્રમ પડી રહ્યો છે. જેનાથી લાખો લોકોને હૃદય સંબંધિત બીમારીઓ થવા લાગી છે. હૃદયમાં કોઈપણ પ્રકારની સમસ્યા થવાની અસર આપણા જીવનની ગુણવત્તા પર પડે છે. જાણકારો પ્રમાણે ખરાબ ડાયટ, ઊંઘની કમી, એક્સરસાઇઝ ન કરવી, તમાકુનું સેવન જેવા કારણો હૃદય રોગને પ્રોત્સાહિત કરે છે. જોકે લાઈફ સ્ટાઈલમાં થોડો બદલાવ કરીને સરળતાથી હ્રદયને મજબૂત બનાવી શકાય છે અને કાર્ડીઓવેસ્ક્યુલર ડિસીઝને દૂર કરી શકાય છે. તો આવો જાણીએ સ્વાસ્થ્યવર્ધક હૃદય માટે કઈ કઈ રીત અપનાવી શકાય છે.હૃદયને હેલ્દી બનાવવાની રીત:-

1) ફળ અને શાકભાજીનું સેવન:- ફળ અને શાકભાજી એવી વસ્તુઓ છે જેમાં પોષક તત્વો વધારે અને કેલેરી ઓછી હોય છે. આ શરીરમાં સોજો ઓછો કરે છે અને વજનને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. શાકભાજી અને ફળ વિટામીન સી થી ભરપૂર હોય તેમાં ચરબી પણ ઓછી હોય છે, જે હૃદય રોગને દૂર રાખવામાં મદદ કરે છે અને ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે.

2) નિયમિત કસરત કરો:- તમે હળવી કસરત કેમ ન કરતા હોવ પરંતુ તેને નિયમિત રૂપે કરો. ધીરે ધીરે કસરત કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. અમેરિકન હાર્ટ સોસાયટી અનુસાર અઠવાડિયામાં 150 મિનિટની મધ્યમ અથવા એરોબિક કસરત હૃદયને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ છે.3) ડાયટમાં બદામ અને અખરોટ સામેલ કરો:- બદામ અને અખરોટ અનેક પ્રકારના અદભુત સ્વાસ્થ્ય લાભ માટે ઓળખાય છે. બદામ બ્લડ શુગર અને બ્લડ પ્રેશર લેવલને નિયંત્રિત કરવાની સાથે કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. અખરોટ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. જે ધમનીના સ્વાસ્થ્યમાં સુધાર કરીને અને હૃદય રોગ સંબંધિત સોજા ને દૂર કરવામાં મદદ કરે છે.      

4) તમાકુ અને દારૂનો ત્યાગ કરવો:- લગભગ સ્વાસ્થ્યના જાણકાર હેલ્ધી લાઈફ માટે દારૂ અને તમાકુ જેવા ઉત્પાદકોથી દૂર રહેવાની સલાહ આપે છે. દારૂનું વધુ પડતું સેવન હૃદયના ધબકારા અને હાઈ બ્લડ પ્રેશરને વધારી દે છે. તેના સિવાય હૃદયની માસ પેશીઓને નુકસાન પહોંચાડે છે. આનાથી સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.5) સ્વાસ્થ્યવર્ધક રાંધવાની પદ્ધતિ:- તાજી બનેલી વસ્તુઓનું જ સેવન કરવું. બેકિંગ, ગ્રિલિંગ, સ્ટીમિંગ, બોઇલિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતા ખોરાકમાં કુદરતી વસ્તુઓની સુરક્ષિત રહેવાની શક્યતા ઘણી વધારે છે. જ્યારે પ્રોસેસ્ડ ફૂડ હાનિકારક છે. સ્વાસ્થ્યવર્ધક હૃદય માટે માખણ અને ઘી નો ઉપયોગ કરવાથી બચવું અને તેની જગ્યાએ ઓછી ચરબી વાળા તેલનો પ્રયોગ કરવો. ખાદ્ય પદાર્થો બનાવતી વખતે મીઠું, ખાંડ અને મસાલાનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવો.તેનાથી હૃદયને હેલ્દી બનાવવામાં મદદ મળે છે.           

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment