આ વૃક્ષની છાલ ના ફાયદા ભાગ્યેજ કોઈક જાણતું હશે… જાણો તેનો ગંભીર બીમારીઓ માં થતો ઈલાજ

આયુર્વેદ અનુસાર પીપળાનું વૃક્ષ અને તેના પાન વધારે સારા ગુણકારી છે. પીપળાના પાનથી કેટલાક પ્રકારના ત્વચા સંબંધી પ્રશ્નોનો હલ થાય છે અને સાથે જ સ્વાસ્થય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. જ્યાં એક તરફ પીપળાના પ્રયોગથી ત્વચાના રંગમાં નિખાર આવે છે, તેમજ ઘા, સોજો, દુઃખાવાથી પણ આરામ મળે છે, લોહી સાફ થાય છે, તેમજ પીપળાની છાલ પણ ખુબ જ ફાયદાકારક છે. પીપળાની છાલ પેશાબ યોનિની વિકૃતિમાં ફાયદાકારક છે. તો આજે આ લેખમાં અમે તમને પીપળાની છાલના અન્ય ફાયદાઓ વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

પિંપલ્સ : પીપળાની છાલથી શરીરમાં કોઈ પણ પ્રકારના પિંપલ્સ થયા હોય તો તેને દૂર કરે છે. ફોલ્લી અને ખીલ પર પીપળાની છાલને પાણીમાં ઘસીને જે લેપ બને તેને લગાવવાથી તે સુકાઈ જાય છે અને ખુબ જ ઝડપથી મટાડવાનું શરૂ કરે છે. જો ક્યારેય પણ ફોલ્લી – પિંપલ્સ નીકળે તો પીપળાની છાલનો ઉપયોગ જરૂરથી કરવો. તેની છાલનો ઉપયોગ નાના બાળકોની નાજુક ત્વચા પર પણ કરી શકાય છે.અલ્સર(ચાંદા) : લોકોને ઘણીવાર મોં માં છાલા પડી જાય છે જેના કારણે તેમને ખુબ જ પીડાનો સામનો કરવો પડે છે અને જમતી વખતે પણ સમસ્યા થાય છે. તેનાથી મુક્તિ મેળવવા માટે પીપળાની છાલને પાણીમાં નાખી ઉકાળીને ઠંડુ થવા દો. તે પાણીને ગાળીને રાખી દો. આ પાણીથી દિવસમાં ઓછામાં ઓછું 3 વાર કોગળા કરવાથી મોંમાં પડેલા છાલામાં રાહત મળશે.

ઉધરસ : જો તમને વધારે ઉધરસની સમસ્યા છે અથવા તો ઉધરસમાં ઘણા સમયથી ફેર પડતો નથી તો પીપળાની છાલનો ઉપયોગ કરો. પીપળાની છાલને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં ઓછામાં ઓછું 3-4 વાર ગાર્ગલિંગ કરવાથી કફની સમસ્યાથી રાહત મળે છે.ઘા અથવા ઇજા : પીપળાની છાલને તડકામાં સારી રીતે સૂકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને ઘા અથવા ઇજા થઈ હોય ત્યાં લગાવવાથી ઇજાને ખુબ જલ્દી મટાડે છે અને તેનાથી કોઈ પણ પ્રકારનું ઇન્ફેકશન પણ થતું નથી.

ત્વચા : પીપળાની છાલનો ઉપયોગ ત્વચામાંથી કરચલીઓ દૂર કરવા માટે અને ત્વચાને ડાગ વગરની બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. પીપળાની છાલને ઘસીને ત્વચા પર લગાવવાથી ત્વચામાં સુંદરતા આવે છે.હેડકી : જો તમને વારંવાર હેડકી આવી રહી છે, તો તેનાથી મુક્તિ મેળવવા માટે પીપળાની છાલનો ઉપયોગ કરી શકાય છે. પીપળાની છાલને બાળીને તેની રાખને પાણીમાં મિક્ષ કરો. જ્યારે આ રાખ નીચે બેસી જાય ત્યારે આ પાણી પીવાથી હેડકીની સમસ્યાથી જલ્દી રાહત મળી શકે છે.

પગની એડી : પીપળાની છાલને પીસીને તેના દૂધને ફાટેલી એડી પર નિયમિત રૂપથી લાગવાવથી ફાટેલી એડીની સમસ્યાથી મુક્તિ મળે છે. તેને રોજ રાત્રે પગની એડી પર લગાવો અને સવારે પાણીથી ધોઈ લો. આથી ફાટેલી એડીમાં જલ્દી રાહત મળશે.ત્વચાના ચેપ : ત્વચામાં કોઈ પણ પ્રકારના વિકાર હોય જેમ કે રીંગવોર્મ અને ખંજવાળતો તેને દૂર કરવામાં કરવામાં પીપળાની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે પીપળાની છાલને ઘસીને ચેપ વાળી જગ્યા પર લગાવો અથવા તો તેનો ઉકાળો બનાવીને પીવાથી ખુબ જ ઝડપથી ત્વચાના ચેપમાં રાહત મળે છે. આ રીતે આપણે પીપળાની છાલનો અનેક રીતે ઉપયોગ કરી શકીએ છીએ. સાથે જ તેની છાલના ઉપયોગથી ત્વચામાં સુંદરતા આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment