ખરતા વાળથી કાયમી છુટકારા માટે રોજ કરો આ 1 કામ, શરીર વાળ બંને બની જશે સુંદર અને આકર્ષક… મોંઘા શેમ્પુ તેલ અને નુસ્ખા કરતા 100 ગણું કારગર….

મિત્રો જેમ કે તમે જાણો છો કે હજુ હમણાં જ વિશ્વ યોગ દિવસ હતો અને લગભગ દરેક લોકો યોગનું મહત્વ જાણે છે. આથી જ કેટલાકનાં દિવસની શરૂઆત જ યોગ દ્વારા થતી હોય છે. યોગ એ અનેક સમસ્યાઓને દુર કરવામાં કારગત છે. કેટલાક યોગાસન દ્વારા તમે તમારા શરીરને ફીટ રાખી શકો છો. જે લોકોને વાળને ખરવાની સમસ્યા છે તેમના માટે યોગ ખુબ જ અસરકારક ઈલાજ છે. 

યોગ કરો અને નીરોગી રહો. આ વાત આપણે નાનપણથી જ સાંભળતાં આવ્યા છીએ. લાઈફ સ્ટાઈલમાં શરુ થયેલ ગડબડીને કારણે શરુ થયેલ મુશ્કેલીઓ પણ યોગ દ્વારા સારી બનાવી શકાય છે. આજના સમયમાં દરેક લોકો સ્ટ્રેસ, એક્સ્ટ્રા વર્કલોડ અને મલ્ટી ટાસ્ક કરવા જેવા પડકાર નો સામનો કરવો પડે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા શરુ થઇ જાય છે. મોઘા શેમ્પુ, કંડીશનર અને સીરમથી બચતા નેચરલ રૂપે ખરતા વાળને રોકવા માંગો છો તો યોગ એક્સપર્ટ આજે આપણને એવા 5 યોગાસન જણાવશે જે તમારા વાળને ફરી જાડા, સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં અસરકારક સાબિત થાય છે.વજ્રાસન:- આને થંડરબોલ્ટ પોજ ના નામે પણ ઓળખવામાં આવે છે. આ આસનને દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે. હેર ફોલ કંટ્રોલ કરવામાં મદદ કરનાર આ આસન ડાઈજેશન ઠીક કરવામાં પણ મદદ કરે છે. આ એ પસંદગી પામેલ આસન માંથી એક છે જેને કરવા માટે વધુ વિચારવાની જરૂર નથી. ભોજન કર્યા પછી દરરોજ આ આસન પર થોડીવાર બેસવું જોઈએ. ઢીંચણ ની સર્જરી થઇ હોય જાંઘ ને લગતી કોઈ તકલીફ અથવા ડોકટરે મનાઈ કરી હોય તો આ આસન ન કરવું જોઈએ. 

ઉત્તાનાસન:- ફોરવર્ડ બેડિંગ કેમલ પોજ નામથી ઓળખાતું આ આસન વાળની સુંદરતા તો વધારે જ છે. સાથે સ્વાસ્થ્ય માટે પણ આ આસન ખુબ જ ઉપયોગી છે. જો કે આ આસનને કરતી વખતે માથું નીચેની બાજુ નમે છે, આથી માથામાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને ખરતા વાળ પણ કંટ્રોલમાં રહે છે. આ આસનથી પગના હાડકા અને ઢીંચણ પણ મજબુત થાય છે. જો નીચે નમવાની સમસ્યા હોય તો પેટની પરેશાની અથવા ઢીંચણ નો દુખાવો, ગર્ભાવસ્થામાં આ આસન ન કરવું જોઈએ. સર્વાગાસન:- આ શોલ્ડર સ્ટેન્ડ પણ કહેવાય છે. ખરતા વાળની સમસ્યા હવે ઉંમર જોઇને નથી આવતી, આથી તેનાથી બચવા માટે મોઘા પ્રોડક્ટ પસંદ ન કરતા યોગનો સહારો લો. સર્વાગાસન કરવાથી હૃદયની માંસપેશીઓ મજબુત બને છે.આ આસાનથી લોહી સાફ થાય છે. ગરદનનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, હાઈપરટેન્શન, ની સ્થિતિમાં આ આસન ન કરવું સારું રહેશે. શીર્ષાસન:- આને હેડ સ્ટેન્ડ પણ કહેવામાં આવે છે. આ આસન ખરતા વાળને રોકે છે. આ આસાનથી ફેફસા મજબુત બને છે. માથામાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. ડાઈજેશન ઠીક થવાની સાથે સ્ટ્રેસ લેવલમાં પણ કમી આવે છે. જો કે આ એડવાન્સ આસન ની ગણતરીમાં આવે છે. એવામાં આને એક્સપર્ટ ની સલાહ વગર ન કરવું જોઈએ અથવા તો તેની નજર નીચે કરવું જોઈએ. ગર્ભવતી મહિલા, માસિક સમયમાંથી પસાર થતી મહિલા, વજન વધારોની શિકાર અને કમજોર હાડકા વાળા લોકોએ આ આસન કરવાથી બચવું જોઈએ. 

આમ તમે યોગાસન દ્વારા પોતાના ખરતા વાળની સમસ્યા દુર કરી શકો છો. આ આસન કરવાથી તમારું શરીર ફીટ રહેવાની સાથે વાળને લગતી ઘણી સમસ્યાઓ દુર કરવામાં મદદ કરે છે. યોગ એ અનેક રોગોનો ઈલાજ કરે છે. વાળની સમસ્યા એ એ પણ એક ગંભીર સમસ્યા છે જેને તમે યોગ દ્વારા દુર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment