ખોડો, ખરતા વાળ, અને સફેદ વાળની સમસ્યા દુર કરી, વાળને સુંદર, સિલ્કી અને આકર્ષક બનાવવાનો એકમાત્ર ઉપચાર… જાણો લગાવવાની રીત…

વાળની કેટલીક એવી સમસ્યાઓ હોય છે જેને દુર કરવા માટે આપણે ઘણા ઉપાયો અજમાવતા હોઈએ છીએ. જયારે તમારા માથામાં ખોડો અથવા તો વાળ ખરે છે તો તમે તેના ઉપાય માટે લીમડાનો પાવડરનો ઉપયોગ કરી શકે છે. કહેવાય છે કે લીમડાનો પાવડર વાળની ઘણી સમસ્યાઓ દુર કરી શકે છે. 

ડેંડ્રફ, હેર ફોલની સમસ્યા થાય ત્યારે આપણે ઘણા પ્રકારના કોસ્મેટિક પ્રોડક્ટસ યુઝ કરવા લાગીએ છીએ. ત્યાં સુધી કે હેર ટ્રીટમેંટ પણ લેવા લાગીએ છીએ. પરંતુ તે ખર્ચાળ અને સમય ખરાબ કરનાર હોઈ શકે છે. એવામાં તમે ચાહો તો, માત્ર લીમડાના પાવડરથી પણ પોતાના વાળની સમસ્યા સરખી કરી શકો છો. લીમડાના પાવડરમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. આ બધા જ તત્વો વાળને સંક્રમણ, ધૂળ-માટી વગેરેથી બચાવે છે. વાળથી જોડાયેલી સમસ્યાને સરખી કરવા માટે લીમડાનો પાવડર ફાયદાકારક હોઈ શકે છે.વાળ માટે લીમડાના ફાયદા:- લીમડાનો પાવડર વાળ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. લીમડાનો પાવડર લગાડવાથી વાળથી જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. સાથે જ વાળનો ગ્રોથ પણ ઝડપી થાય છે. વાળ માટે લીમડાના ફાયદા નીચે મુજબ છે- 

સ્કેલ્પની ખંજવાળ મટાડે છે:- સામાન્ય રીતે ડેંડ્રફના કારણે ખંજવાળની સમસ્યા થાય છે. લીમડાના પાવડરમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. જે સ્કેલ્પમાં થતી ખંજવાળ મટાડવામાં ઉપયોગી બને છે. લીમડાનો પાવડર લગાડવાથી સ્કેલ્પની ગંદકી દૂર થાય છે. ત્વચા સાફ દેખાય છે અને ખંજવાળથી રાહત મળે છે.હેર ગ્રોથ વધારે છે:- જો તમે તમારા વાળને લાંબા અને ઘટ્ટ બનાવવા માંગતા હોય, તો પણ લીમડાનો પાવડર ઉપયોગી બની શકે છે. વાસ્તવમાં લીમડાનો પાવડર વાળના રોમને મજબૂત બનાવે છે. તેનાથી વાળ હેલ્થી બને છે. વાળમાં રેગ્યુલર લીમડાનો પાવડર લગાડવાથી વાળ લાંબા થાય છે. તમે લીમડાના પાવડરમાં મેહંદી પાવડર પણ મિક્સ કરી શકો છો. 

હેર ફોલ અટકાવે છે:- તમે હેર ફોલ અટકાવવા માટે પણ લીમડાના પાવડરનો ઉપયોગ કરી શકો છો. વાળમાં લીમડાનો પાવડર લગાડવાથી હેર ફોલ અટકાવી શકાય છે. તે માટે લીમડાના પાવડરની પેસ્ટને વાળના મૂળમાં લગાડવી. તેનાથી વાળ મજબૂત બને છે અને હેર ફોલ થતું નથી.ડેમેજ હેરમાં સુધારો:- ઘણા લોકાના વાળ શુષ્ક અને બેજાન હોય છે. એવામાં લીમડાનો પાવડર લાભદાયી થઈ શકે છે. લીમડાનો પાવડર કંડિશનરનું કામ કરે છે. લીમડાના પાવડરમાં એન્ટિવાઇરલ અને એન્ટિઓક્સિડેંટ ગુણ પણ રહેલા હોય છે, તેનાથી વાળ ડેમેજ થતાં અટકે છે. 

વાળને મોઈશ્ચરાઇઝ કરે છે:- જો તમારા વાળ શુષ્ક હોય, તો તમે લીમડાના પાવડરનો ઉપયોગ કરી શકો છો. વાળ પર લીમડાનો પાવડર લગાડવાથી વાળની નમી જળવાઈ રહે છે. વાળ મોઈશ્ચરાઈઝ થાય છે અને વાળના વિકાસને પણ વધારો મળે છે.વાળને કાળા બનાવે છે:- લીમડાના પાવડરમાં એંટીઓક્સિડેંટ હોય છે, જે વાળને સફેદ થતાં અટકાવે છે. તે માટે તમે લીમડા અને મેહંદીની પેસ્ટ વાળમાં લગાડો. અડધા કલાક પછી વાળ ધોઈ લો. તેનાથી વાળ કાળા અને ઘટ્ટ બને છે. 

વાળમાં લીમડાનો પાવડર કેવી રીતે લગાડવો:- સૌથી પહેલા એક વાટકામાં લીમડાનો પાવડર લો. તેમાં પાણી નાખો અને જીણી પેસ્ટ બનાવી લો. જ્યારે પેસ્ટ બની જાય તો તેને પોતાના વાળમાં અને સ્કેલ્પ પર સરખી રીતે લગાડો. હવે તમારા માથાને 20 થી 30 મિનિટ માટે ઢાંકી લો. ત્યારબાદ વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. છેલ્લે વાળને કંડિશનર કરો અને નેચરલ પ્રકારે સુકાવા દો. તમે ચાહો તો લીમડાના પાવડરમાં મેહંદી અને દહીં મિક્સ કરી શકો છો. તમે પણ તમારા વાળની ડેંડ્રફ, હેર ફોલ વગેરે જેવી સમસ્યાઑથી છૂટકારો મેળવવા માટે લીમડાના પાવડરનો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment