મિત્રો તમે પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે અનેક ઉપાયો અજમાવતા હશો. જયારે આપણા શરીરમાં યુરિક એસીડ વધી જાય છે ત્યારે તમને અનેક તકલીફ પડે છે. આ સમયે યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમારે અખરોટનું સેવન કરવું જોઈએ. શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવાથી દર્દીને ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. યુરિક એસિડને કંટ્રોલમાં રાખવા માટે ખાણીપીણી અને લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. યુરિક એસિડનું સ્તર વધવાથી સાંધામાં દુખાવો, સોજા અને ઉઠવા-બેસવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. શરીરમાં યુરિક એસિડને કંટ્રોલમાં રાખવા માટે તમારે સૌથી પહેલા તમારી ડાયેટ અને લાઇફસ્ટાઇલનું ધ્યાન રાખવું જોઈએ.
શરીરમાં પ્યુરીન નામના કેમિકલનું બ્રેકડાઉન થવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે. તેના કારણે દર્દીને સંધિવા, ઘૂંટણનો દુખાવો અને સોજા જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. શરીરમાં યુરિક એસિડનું સ્તર કંટ્રોલમાં રાખવા માટે અખરોટનું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે. અખરોટમાં રહેલ પોષકતત્વો અને ગુણ યુરિક એસિડને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. જો તમારા શરીરમાં પણ યુરિક એસિડનું સ્તર વધી ગયું હોય તો તમે અખરોટનું સેવન કરી શકો છો. યુરિક એસિડ વધવાના લક્ષણો:- સામાન્ય રીતે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવાથી ઘૂંટણનો દુખાવો, સંધિવાની સમસ્યા અને સોજો વગેરે થાય છે. દર્દીને શરૂઆતમાં યુરિક એસિડ વધવાથી કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી પરંતુ જેમ જેમ આ સમસ્યા વધતી જાય છે તેના લક્ષણ પણ દેખાવના શરૂ થઈ જાય છે. યુરીક એસિડ વધવાથી પેશાબ કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ વધી જાય છે. યુરિક એસિડ વધવાના આ લક્ષણ જો તમને પણ દેખાતા હોય તો, તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ઘૂંટણમાં દુખાવો, કિડનીથી જોડાયેલી સમસ્યા, હાથ અને પગની આંગળીઓમાં સોજા, આંગળીઓમાં દુખાવો.
યુરિક એસિડનું સ્તર કંટ્રોલ કરવા માટે અખરોટના ફાયદા:- યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે દરરોજ અખરોટનું સેવન ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં રહેલ ગુણ શરીરમાં યુરિક એસિડનું સ્તર કંટ્રોલ કરવા માટે ફાયદાકારક ગણવામાં આવે છે. અખરોટમાં એંટીઓક્સિડેંટ, પોલીઅનસૈચૂરેટેડ ફૈટી એસિડ, પ્રોટીન અને અન્ય જરૂરી ઘણા વિટામીન્સ જોવા મળે છે જે શરીરમાંથી યુરિક એસિડ બહાર કાઢવામાં ખૂબ જ ફાયદાકારક રહે છે. તેનું સેવન સંધિવા, ઘૂંટણનો દુખાવો અને સોજાની સમસ્યાથી જજૂમી રહેલા દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. યુરિક એસિડ વધે ત્યારે તમારે અખરોટનું સેવન જરૂરથી કરવું જોઈએ. તે સિવાય દરરોજ અખરોટ ખાવાથી તમારા સ્વાસ્થ્યને આ ફાયદાઓ પણ મળે છે.શરીરની રોગપ્રતિકારક ક્ષમતા અને બીમારીઓથી લડવાની ક્ષમતા વધારવા માટે દરરોજ અખરોટ ખાવા ખૂબ ફાયદાકારક છે. તેમાં ફૉસ્ફરસ, પોટેશિયમ, ઓમેગા-3 ફૈટી એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન અને ફાઈબર જોવા મળે છે. આમ, અખરોટ એ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.
અખરોટ ખાવાથી હાર્ટથી જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. તેમાં રહેલા પોષકતત્વો હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અખરોટ ખાવાથી તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. કોલેસ્ટ્રોલ લેવલ ઘટવાથી હ્રદય સંબંધી બિમારીનું જોખમ પણ ઘટે છે. આમ અખરોટ હ્રદય માટે પણ ફાયદાકારક છે.
પાચનતંત્રને મજબૂત રાખવા અને પાચનથી જોડાયેલી સમસ્યાઓ જેમ કે કબજિયાત અને પેટમાં ગેસની સમસ્યામાં પણ અખરોટ ખાવા ખૂબ ફાયદાકારક રહે છે. તેમાં ફાઈબરની પર્યાપ્ત માત્રા જોવા મળે છે જે પાચનતંત્રને સારું કરવા માટે ખૂબ જ લાભદાયી રહે છે. અખરોટના સેવનથી પાચનતંત્રની મજબૂતાઈ જળવાઈ રહે છે. વજન ઘટાડવા માટે પણ પોતાની ડાયેટમાં અખરોટ સમાવિષ્ટ કરવા ખૂબ જ ફાયદાકારક રહે છે. તેમાં રહેલ ફાઈબરના કારણે તમને ભૂખ ઓછી લાગે છે અને વારંવાર કઇંક ખાવાની ક્રેવિંગ થતી નથી. આમ તે વજન ઘટાડવા માટે પણ લાભદાયી સાબિત થાય છે.
ગર્ભવતી મહિલાઓ માટે અખરોટનું સેવન ખૂબ સારું અને ફાયદાકારક ગણવામાં આવે છે. તેને ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા સારી બની રહે છે અને શરીરમાં જરૂરી પોષકતત્વો પણ મળી રહે છે. આમ તે ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક બની રહે છે. આમ ગર્ભવતી મહિલાઓ પણ ડોક્ટરની સલાહથી અખરોટને પોતાની ડાયેટમાં સમાવિષ્ટ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે અખરોટનું સેવન ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. અખરોટના સેવનથી દર્દીને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. દરરોજ સીમિત માત્રામાં અખરોટ ખાવાથી તમને યુરિક એસિડ કંટ્રોલ કરવામાં અને અન્ય પણ ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ફાયદો મળે છે. પરંતુ અખરોટનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. વધુ માત્રમાં અખરોટ ખાવાથી પેટમાં ગરમી થાય છે અને તેનાથી ઘણા નુકસાન પણ થાય છે. દરરોજ ખાલી પેટ 2 થી 3 અખરોટ સવારના સમયે ખાવાથી તમારું યુરિક એસિડ કંટ્રોલ થઈ શકે છે.
આમ અખરોટ તમારા માટે ફાયદાકારક તો છે પરંતુ છતાં પણ તેનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. જેથી તમે અન્ય સમસ્યાથી બચી શકો. તે સિવાય જો તમે પહેલેથી જ કોઈ અન્ય સમસ્યાથી જજૂમી રહ્યા હોય તો ડોક્ટરની સલાહ પછી જ અખરોટનું સેવન કરવું જોઈએ. અખરોટને તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરતાં પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી