સ્વાદિષ્ટ લાગતી અને રોજ ખવાતી આ 5 વસ્તુઓ બની શકે છે હાર્ટએટેકનું મૂળ કારણ, આજે ખાવાનું કરી દો બંધ નહિ તો જીવ મુકાય જશે જોખમમાં…

હૃદય સંબંધિત રોગો આ દુનિયામાં અનેક લોકોના મૃત્યુ નું મુખ્ય કારણ છે. W.h.o. પ્રમાણે વર્ષ ૨૦૧૯માં હૃદયના રોગોથી લગભગ 17.9 મિલિયન લોકોનું મૃત્યુ થયું હતું. જે દુનિયાભરમાં થતા મૃત્યુના 32 ટકા છે. ચિંતાની વાત એ છે કે આમાં 85% મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે થઈ હતી.

હાર્ટ એટેક કેમ આવે છે હાર્ટ એટેક એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. હવે માત્ર આ વૃદ્ધો કે બીમાર જ નહીં પરંતુ યુવાનો પણ હૃદય ના હુમલાનો શિકાર બને છે અને મૃત્યુ થાય છે. કોઈને હૃદયનો હુમલો ત્યારે થાય છે જ્યારે હૃદયની માંસપેશીઓને એક ભાગમાં પર્યાપ્ત લોહી ન મળતું હોય. કોરોનરી આર્ટરી બિમારી હૃદયના હુમલાનું મુખ્ય કારણ છે. આમાં દર્દીની લોહીની નસોમાં ગંભીર કળતર, બ્લોકેજ કે સંકોચન થાય છે, જેનાથી હૃદયની માસપેશીઓમાં લોહીનો  પ્રવાહ અટકી શકે છે.હાર્ટ એટેક ના કારણો:- આમ તો હાર્ટ એટેકના અનેક કારણો છે જેમ કે ખરાબ જીવનશૈલી, ઉંમર અને પારિવારિક ઇતિહાસ. પરંતુ આનું એક મોટું કારણ એ હોઈ શકે છે કે તમે શું ખાવ પીવો છો? એવું માનવામાં આવે છે કે દરરોજ ખવાતી અમુક વસ્તુઓ હૃદયરોગ અને હાર્ટ એટેક નું જોખમ વધારી શકે છે. ખોટી ખાણી પીણી તમારું બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારે છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે.

ખાંડ, મીઠું, ચરબી:- એક રિપોર્ટ પ્રમાણે વધારે ખાંડ, ચરબી અને મીઠા વાળા ખાદ્ય પદાર્થો તમારા હૃદયના હુમલા અને સ્ટ્રોકના જોખમને વધારે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા ઇચ્છતા હોવ તો આ વસ્તુઓનું સેવન અત્યંત ન કરવું જોઈએ. તેની જગ્યાએ ફળ અને શાકભાજી, આખુ અનાજ લીન, પ્રોટીન અને ઓછી ચરબીવાળી ડેરી ઉત્પાદનો નું સેવન કરવું.રેડ મીટ અથવા લાલ માસ:- એક અભ્યાસ પ્રમાણે લાલ માસનું વધુ સેવન કરવાથી હૃદય રોગનું જોખમ વધે છે. જેનાથી તમને હાર્ટ એટેક આવી શકે છે. લાલ મીટમાં સેન્ચ્યુરેટેડ ફેટની માત્રા વધારે ઉપલબ્ધ હોય છે જે લોહીની નસોમાં ગંદુ કોલેસ્ટ્રોલ વધારી શકે છે. સ્વાભાવિક છે કે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતાં હૃદયના હુમલાને નિમંત્રણ આપે છે

સોડા કે મીઠા પીણા:- વધુ માત્રામાં સોડા કે કોલ્ડડ્રીંક જેવા મીઠા પીણાં સેવન કરવાથી માત્ર હાર્ટ એટેક જ નહીં પરંતુ ડાયાબિટીસ, હ્રદયરોગ, હાઇબ્લડપ્રેશર અને સ્થૂળતાનું જોખમ વધે છે. હૃદયને સ્વસ્થ રાખવું હોય તો આ વસ્તુઓથી બચવું અને સાદુ પાણી, નારિયેળ પાણી, લીંબુ પાણી જેવા પીણાં ને ડાયટમાં સામેલ કરવાં.

નમકીન બિસ્કીટ કેક:- વિવિધ પ્રકારના નમકીન, બિસ્કિટ અને કેક જેવી વસ્તુઓનું વધુ સેવન કરવામાં આવે છે. આમાં ખાંડનું પ્રમાણ વઘારે હોય છે, તેનાથી વજન વધી શકે છે આ વસ્તુઓ ટ્રાઇગ્લિસરાઇડના લેવલને પણ વધારી શકે છે. આ વસ્તુઓને બનાવવા માટે મેદાનો ઉપયોગ કરવામાં આવે છે જે બ્લડ શુગરને વધારે છે.

સફેદ ચોખા, બ્રેડ અને પાસ્તા:- સફેદ ચોખા,બ્રેડ અને પાસ્તા ખાંડમાં બદલાઈ જાય છે અને વજન વધવાનું જોખમ વધે છે. મેદા થી બનેલ આ ચોખા બ્રેડ, પાસ્તા અને સ્નેક્સમાં ફાઇબર, વિટામીન અને મિનરલની કમી હોય છે. આ વસ્તુઓ શુગરમાં બદલાઈ જાય છે. જેથી તમારું શરીર ચરબીનું રૂપ લે છે. સ્વાભાવિક છે ચરબી હ્રદયરોગ અને ટાઇપ-૨ ડાયાબિટીસથી જોડાયેલું હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment