આજના મોટાભાગના લોકો વધતા વજનથી અત્યંત પરેશાન છે, અનેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પેટ પર જામેલી ચરબી ઓછી કરી શકાતી નથી. તમને જણાવી દઈએ કે વજન ઓછું કરવું સરળ છે. પરંતુ પેટની ચરબી ઘટાડવી એટલી સરળ નથી. બેલી ફેટ એટલે પેટમાં વધારાની ચરબી જમા થવાના કારણને બેલી ફેટ ની સમસ્યા કહેવાય જેને ઘટાડવી એટલી સરળ નથી, પણ એટલી મુશ્કેલ પણ નથી.
પેટની ચરબી ઘટાડવા માટે તમારે તમારી જીવનશૈલી અને આહારમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. તમારે તમારા આહારમાં આવા આરોગ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરવાની જરૂર છે. જે સરળતાથી તમારું વજન ઘટાડી શકે છે. ખરાબ દિનચર્યા અને યોગ્ય વર્કઆઉટના અભાવે પેટની ચરબી ઘણી વખત વધે છે. જે આપણી સુંદરતામાં ઘટાડો કરે છે. ઉલટાનું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. તો ચાલો આજે તમને એવા શાકભાજી વિશે જણાવીએ જે પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે.સપાટ પેટ માટે આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરો.
1) કોબી:- કોબી એક એવું શાક છે જે માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. કોબીમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને વિટામિન-સી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તે પેટની ચરબી પણ બાળે છે. કોબીમાં રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
2) કાકડી:- ઉનાળાની ઋતુમાં કાકડીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. કાકડીને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેના સેવનથી પેટની ચરબી ઓછી કરી શકાય છે. કાકડીમાં 80 ટકા પાણી હોય છે જે ઉનાળામાં શરીરને ડી-હાઇડ્રેટ થવાથી બચાવે છે.3) પાલક:- પેટની ચરબી ઘટાડવા માટે પાલક એક પરફેક્ટ શાક છે. પોષક તત્વોથી ભરપૂર હોવા ઉપરાંત તેમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. ફાઈબર ઉપરાંત, પાલકમાં વિટામિન એ , સી અને કે , મેગ્નેશિયમ, આયર્ન અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે. ચરબી ઘટાડવા માટે તમે તમારા આહારમાં પાલકનો સમાવેશ કરી શકો છો.
4) કઠોળ:- કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કઠોળના સેવનથી માંસપેશીઓ મજબૂત થાય છે અને પાચનક્રિયા સારી રાખી શકાય છે. કઠોળ તમારા વજનને વધતું રોકવામાં મદદ કરે છે.
5) બ્રોકોલી:- બ્રોકોલીમાં કેલ્શિયમ અને વિટામિન-સી હોય છે, જે મેટાબોલિસ્મ ને બુસ્ટ કરે છે અને શરીરની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. આ સિવાય તે પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરી શકે છે. તમે બ્રોકોલીનું સેવન સૂપ, વેજીટેબલ અને સલાડના રૂપમાં કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી