ચહેરા અને ડોક ની ચરબી થઈ જશે ચપટીમાં ગાયબ .. વગર ખર્ચે ઘરબેઠા જ કરો આ 3 કામ… ચેહરો બની જશે યંગ

વધતા ફેટની અસર તમારા શરીરની સાથે સાથે ચહેરા અને ગળા પર પણ જોવા મળે છે. મહિલાઓ પોતાના શરીરની વધારાની ચરબી તો ઓછી કરી લે છે પણ ચહેરા અને ગળાની ચરબી ઓછી કરવી એટલી સરળ નથી. એવામાં ચહેરાની સુંદરતા ઓછી થઈ જાય છે. આથી મોટાભાગની મહિલાઓ પોતાના ચહેરા અને ગળાની ચરબીથી પરેશાન રહે છે.

પણ હવે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે શરીરના કોઈ પણ પાર્ટની જેમ તમે કસરત કરીને ગળા અને ચહેરાની ચરબી સરળતાથી ઓછી કરી શકો છો. આજે આ લેખમાં અમે તમને થોડી એવી પ્રભાવી કસરત છે વિશે જણાવશું. જેને તમે સરળતાથી કરી શકો છો અને તેનાથી ગરદન પરની અને ચહેરાની ચરબી એકદમ ગાયબ થઈ જશે. આ કસરતની સૌથી સારી વાત એ છે કે, તેને બેસીને અથવા ઉભા રહીને કરી શકાય છે. પણ મહત્વપૂર્ણ વાત એ છે કે, તેને કરતી વખતે તમારી પીઠ સીધી અને ખંભા રીલેક્સ હોવા જોઈએ. તો ચાલો જાણીએ એ કસરત વિશે.બર્ડ્સ પોઝ : આ એક ગળાની કસરત છે જેને યોગમાં કરવામાં આવે છે અને ચહેરા અને ગળાની ચરબીને ઓછી કરવા માટે તેને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. યોગ્ય રીતે વજન ઓછો કરવામાં મદદ કરવા માટે યોગ એક શાનદાર ઉપાય છે.

કસરત કરવાની રીત : આ કસરતને કરવા માટે તમારે પોતાના મોઢાને ઉપરની તરફ કરવું પડશે. પોતાની જીભની ટીપ દબાવતા પોતાના માથાને છતની તરફ કરો. બીજી બાજુ તેને ફરી કરતા પહેલા પોતાના માથાને જમણી બાજુ થોડું વાળી લો. 30 વખત કરો, દિવસ દરમિયાન જેટલી વખત થાય એટલી વખત આ કસરત કરતા રહો.‘ઓ’ ફેસ કસરત : ગળા અને ચહેરાની ચરબીને એક સાથે ઓછી કરવા માટે આ સૌથી અસરકારક કસરત છે. આ તમારા ચહેરાની મસલ્સને ટોન કરે છે અને મોં માટે પણ ઘણી સારી કસરત છે. આ કસરતની સૌથી સારી વાત એ છે કે, તેને કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ કરી શકાય છે.

કસરત કરવાની રીત : આ કસરત કરતી વખતે તમારી પીઠ સીધી અને ખંભા નમેલા હોવા જોઈએ. પોતાના ગળાને અને માથાને પાછળ ખેંચો, હોઠ બંધ કરો અને જ્યારે તમે તેને બંધ કરો છો ત્યારે હોઠ પર ‘ઓ’ બનાવવાની કોશિશ કરો. હોઠને ‘ઓ’ બનાવતા વખતે બંધ રાખો, અને લગભગ 20 સેકેંડ માટે આ સ્થિતિમાં રહો. આ કસરતને ઓછામાં ઓછી 20 વખત દરરોજ કરો.નેક રોટેશન : ચહેરા અને ગરદન પર ચરબી હોવાથી ડબલ ચીનની સમસ્યા પણ થાય છે. તેનાથી ચહેરો ખુબ જ મોટો અને ભારે લાગે છે. તમે આ ચરબીને ઓછી કરવા માંગતા હો તો તમારે ગળાની કસરત કરવી જોઈએ. સૌથી સારી કસરતમાં એક છે નેક રોટેશનની કસરત.

કસરત કરવાની રીત : આ કસરતને કરવા માટે કરોડરજ્જુને સીધી રાખતા સીધા ઉભા રહો અથવા બેસી જાવ. ધીમે ધીમે પોતાના માથાને ડાબી બાજુથી જમણી બાજુ થાય ત્યાં સુધી સ્ટ્રેચ કરો. પછી પોતાનો ચહેરો આગળની બાજુ કરો, અને જમણી બાજુથી આ કસરત ફરી કરો. સારા પરિણામ માટે 30 વખત આ બંને કસરત દરરોજ કરતા રહો. દરરોજ આ 3 કસરત કરવાથી તમે થોડા દિવસોમાં ગળા અને ચહેરાની ચરબી થી છુટકારો મેળવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment