દિવસમાં બે લવિંગ ખાવાથી ઇમ્યુનીટી બનશે સ્ટ્રોંગ.. જાણો તેને વધારાના ફાયદાઓ વિશે 

ભારતીય રસોઈમાં જોવા મળતું લવિંગ પોતાના ઔષધીય ગુણો માટે ખુબ જ જાણીતું છે. લવિંગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે આ અદ્દભુત મસાલો ઘણા સ્વાસ્થ્ય લાભ સાથે પણ જોડાયેલ છે. વર્ષોથી આયુર્વેદમાં લવિંગ અને તેના તેલનો ઉપયોગ દવાના રૂપમાં થતો આવ્યો છે. એક્સપર્ટ અનુસાર પ્રતિદિન 2 લવિંગનું સેવન સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી પરેશાનીને ઠીક કરવામાં મદદ કરે છે. ચાલો તો દરરોજ 2 લવિંગના સેવનથી કેટલા ફાયદા થાય છે તે જાણી લઈએ.

લવિંગને પ્રતિરક્ષા પ્રણાલી માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. લવિંગનું સેવન સફેદ રક્ત કોશિકાઓના નિર્માણમાં સહાયતા કરે છે. જે શરીરને સંક્રમણથી લડવામાં મદદ કરે છે. લવિંગમાં વિટામીન સી મળે છે. જે ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવવામાં મદદ કરે છે.
લવિંગમાં એનાલજેસિક કોમ્પોનન્ટ હોય છે. આ દાંતની આસપાસના સોજાને ઓછો કરીને દુઃખાવામાં રાહત આપે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે દાંતમાં સંક્રમણને ફેલાવતા અટકાવે છે. જો તમારા દાંતમાં દુઃખાવો છે તો દુઃખાવા વાળી જગ્યા પર લવિંગ રાખવાથી આરામ મળે છે. આ સિવાય 2 લવિંગ ચાવી પણ શકો છો. તેનાથી દર્દમાં આરામ મળશે અને દાંત મજબુત બનશે.

લવિંગમાં રહેલ પાચક રસ પાચનક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. લવિંગમાં ફાઈબરની માત્રા ભરપુર હોય છે, તે કબજિયાત, ગેસ અને પેટની ઘણી સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરે છે. આ સિવાય શેકેલ લવિંગના પાવડરને મધમાં મિક્સ કરીને ખાવાથી પાચનક્રિયા તંદુરસ્ત રહે છે.

લવિંગ પોલિફેનોલ્સનો સૌથી સારો ડાયટરી સોર્સ છે. પોલિફેનોલ્સ માઈક્રોન્યુટ્રીયન્ટ હોય છે જે છોડ દ્વારા પ્રાપ્ત થાય છે. આ શરીરમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. ધમનીઓ લચીલી બનાવીને તેના કાર્યમાં સુધાર કરે છે. ડાયાબિટીસના દર્દી માટે લવિંગ કારગર સિદ્ધ થાય છે. આ શરીરની અંદર ઇન્સુલીનની જેમ કામ કરે છે. લવિંગમાં બ્લડપ્રેશર નિયંત્રિત કરવાનો ગુણ રહેલો છો. આ રક્તમાં શુગરનું લેવલ કંટ્રોલ કરે છે. તેનાથી બ્લડપ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે.

એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ઘણા ગંભીર બેક્ટેરિયા જેવા કે ઈ કોલાઇ અને સ્ટેફિલોકોકસ વિરુદ્ધ પરીક્ષણ કર્યું. શોધ અનુસાર આ બેક્ટેરિયાને ખતમ કરવામાં લવિંગનું તેલ અસરકારક છે. ટી ટ્રી ઓઈલ, લવિંગ અને તુલસીને મિક્સ કરીને એક હર્બલ માઉથવોશની જેમ ઉપયોગ કરી શકાય છે. આ નેચરલ માઉથવોશ પેઢા માટે ફાયદાકારક છે. 21 દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી મોઢાના બેક્ટેરિયા અને સંક્રમણથી લડવામાં મદદ મળે છે.

લવિંગમાં મળતા તત્વ યુજેનોલમાં એન્ટી ઇન્ફલેમેટરી અને એનાલજેસિક ગુણ હોય છે. આથી લવિંગનો ઉપયોગ માથાના દુઃખાવામાં ખુબ જ લાભકારી છે. તમે તેનો ઉપયોગ બે રીતે કરી શકો છો. લવિંગનો પાવડર બનાવીને તેમાં ચપટી મીઠું મિક્સ કરીને એક ગ્લાસ દૂધ સાથે લો. તેનાથી માથાના દુઃખાવામાં ફાયદો થશે. નાળીયેર તેલમાં લવિંગ નાખીને રહેવા દો. તેને દુઃખાવા વાળી જગ્યા પર માલીશ કરો. માથાના દુઃખાવામાં આરામ મળશે.

લવિંગમાં ફ્લેવેનોઈડ, મેગનીઝ, અને યુજેનોલ જેવા થોડા તત્વ હોય છે જે હાડકાઓ અને સાંધા માટે ફાયદાકારક છે. આ સ્વસ્થ ખનીજને હાડકાઓ સુધી પહોંચાડીને તેને મજબુત કરવામાં મદદ કરે છે. આ સિવાય લવિંગનું તેલ સાંધાની મજબૂતી પ્રદાન કરે છે.

લીવર આપણા શરીરને ડિટોક્સ કરે છે અને આપણા દ્વારા લેવામાં આવેલ દવાઓને મેટાબોલિઝ્મ કરવામાં માટે જવાબદાર હોય છે. લવિંગના તેલમાં રહેલ યુજેનોલ લીવરની કાર્યક્ષમતામાં સુધાર કરે છે અને તેનાથી જોડાયલ સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરે છે.

વજન ઓછું કરવા માટે લવિંગ ખુબ લાભકારી છે. તમે લવિંગની જગ્યા પર તેના પાણીનું પણ સેવન કરી શકો છો. પ્રતિદિન તેનું સેવન કરવાથી શરીરની વધતી ચરબીને રોકી શકાય છે. લવિંગમાં મળતું યુજેનોલ રક્તના જથ્થાને ધીમું કરવા માટે પણ જાણીતું છે. પોતાની ડાયટમાં વધુ લવિંગને સામેલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment