એક મુઠ્ઠી આ દાણા સાથે ખાઈ ગોળનો 1 ટુકડો, શરીરને આજીવન ફિટ અને ઘોડા જેવું મજબુત, નવા લોહીનું નિર્માણ સહિત આપશે 8 અણધાર્યા ફાયદા…

મિત્રો જયારે તમે ખુબ જ થાક, કમજોરી અને લોહીની કમી અનુભવો છો ત્યારે તમે તેનો ઈલાજ કરવા માટે અમુક દવાનું સેવન કરો છો. પરંતુ તમે થાક, કમજોરીને દુર કરવા માટે ગોળ અને ચણાનું સેવન પણ કરી શકો છો. તેનાથી તમને જબરદસ્ત શક્તિ મળે છે.

શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવા માટે સ્વસ્થ ખોરાકનું સેવન જરૂરી છે. આજકાલ ખાવાપીવાની ખોટી આદતને કારણે અને સુસ્ત જીવનશૈલીને કારણે વૃદ્ધોને જ નહિ, પરંતુ યુવાઓના શરીરને કમજોર બનાવી દીધું છે. હવે માણસોમાં પહેલાની જેવી શક્તિ નથી રહી. જયારે આજે લોહીની કમી થવી એ માણસોમાં સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. મહિલાઓ અને બાળકોમાં લોહીની કમી સામાન્ય છે.

આજે જંક ફૂડનું સેવન વધી ગયું છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે શરીરને ધીમે ધીમે કમજોર બનાવે છે. પહેલા લોકો દેશી વસ્તુનું સેવન વધુ કરતા હતા. આથી તેમનું શરીર ફીટ અને શક્તિશાળી હતું. જયારે આજે લોકો ભોજન કરતા દવા પર વધુ નિર્ભર છે. આથી માણસની ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ ગઈ છે.

જો તમે અક્સર લોહીની કમી, થાક, કમજોરી જેવી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે ખાવાપીવામાં તરત જ બદલાવ કરવાની જરૂર છે. તમે પોતાના ડાયટમાં દેશી વસ્તુઓ ગોળ અને ચણાને સામેલ કરી શકો છો. ગોળ એ આયરનનો ભંડાર છે, અને ચણા કેલ્શિયમનો ભંડાર છે. આ બંને તત્વો લોહીની કમી અને કમજોરીથી બચાવે છે.

ગોળ : ગોળ એ શેરડી માંથી બને છે, પરંતુ તે ખાંડની જેમ હાનિકારક નથી. તમે ભોજનમાં મીઠાસ જોડવા માટે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકો છો. તે આયરન અને પોટેશિયમથી ભરપુર છે. જે એનીમિક લોકો માટે સારો વિકલ્પ છે.

ચણા : ચણા કેલ્શિયમ, વિટામીન અને ફાઈબર જેવા પોષક તત્વોનો ભંડાર છે. તે હાડકાઓને મજબુત બનવવા માટે અને પાચન સુધાર કરવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીનની ઉચ્ચ માત્રા હોય છે અને તે ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે.

માંસપેશીઓને મજબુત કરવા : ગોળ અને ચણાનું મિશ્રણ માંસપેશીઓને મજબુત કરવામાં મદદ કરે છે. કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જે માંસપેશીઓને સારી રાખે છે. ગોળ પોટેશિયમનો સારો સ્ત્રોત છે. જે માંસપેશીઓના નિર્માણ અને ચપપચાયને વધારવામાં મદદ કરે છે.

વજન ઓછો કરવા : વજન ઓછું કરવા માટે ગોળ અને ચણાનું સેવન સારો વિકલ્પ છે. આ મિશ્રણ ખાવાથી મેટાબોલીઝ્મ વધે છે અને વજન ઘટવા લાગે છે. લોકોએ પ્રતિદિન 46 થી 56 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. 100 ગ્રામ ચણામાં તમને 19 ગ્રામ પ્રોટીન મળે છે. ગોળ વજન ઓછો કરવામાં મદદ કરે છે.

કબજિયાત : મોટાભાગે લોકોને કબજિયાતની તકલીફ રહે છે. ગોળ અને ચણાનું સેવન આ સમસ્યાને દુર કરી શકે છે. તે તમારા ચયાપચયમાં સુધાર કરે છે અને પાચનને સારું બનાવે છે. તેમાં રહેલ ફાઈબર સામગ્રી પાચનને સારું કરે છે. ગોળ તમારા શરીરના પાચક એન્જાઈમને સક્રિય કરે છે અને મળ ત્યાગને સરળ બનાવે છે.

મગજ : યાદશક્તિ વધારવા માટે વિટામીન બી-6 જરૂરી છે. ચણા અને ગોળનું મિશ્રણ વિટામીન બી-6 થી ભરપુર હોય છે. તે મગજના કામકાજને મજબુત બનાવે છે. તે તમારા શરીરને હાર્મોન સેરોટોનીન બનાવવામાં મદદ કરે છે. તેમજ તે તણાવને પણ ઓછો કરે છે.

દાંત : ગોળ અને ચણાનું મિશ્રણ ખાવાથી તમારા દાંત મજબુત બને છે. તેમાં રહેલ ફોસ્ફરસ તમારા દાંતને મજબુત બનવવા માટે જરૂરી છે. દરેક 10 ગ્રામ ગોળમાં 4 મીલીગ્રામ ફોસ્ફરસ હોય છે અને ચણામાં 168 મીલીગ્રામ પ્રતિ 100 ગ્રામ હોય છે. માણસ શરીરની ન્યુનતમ ફોસ્ફરસની જરૂરિયાત 700 ગ્રામ છે. હાડકાઓની મજબુતી માટે ફોસ્ફરસ જરૂરી છે.

હૃદય : ગોળ અને ચણાનું સેવન હૃદયને જોડાયેલ ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ હોય છે જે હાર્ટએટેકના જોખમને ઓછું કરે છે. ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેની પોટેશિયમ સામગ્રી શરીરમાં એસિડના સ્તરને બનાવી રાખે છે.

લોહીની કમી : જો તમને એનીમિયાની કમીની ફરિયાદ છે, તો તમે ગોળ અને ચણાનું સેવન કરી શકો છો. ચણાને ગોળમાં આયરન હોય છે, જે એનીમિયાને દુર કરવામાં મદદ કરે છે. મહિલાઓએ ગોળ અને ચણાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment