લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય ? જાણો સંપૂર્ણ માહિતી

મિત્રો તમે પણ ક્યારેક તો લોન લીધી હશે. તેમજ લેણું ચુકવ્યું પણ હશે. પરંતુ ઘણી વખત અમુક સંજોગો એવા બનતા હોય છે કે, લોન લેનારનું મૃત્યુ થઈ જાય તો તેના પછી આ લોનની ચુકવણી કોણે કરવી જોઈએ. એવી મૂંઝવણ તમને થતી હશે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો તમે અહીં આ લેખમાં તેના વિશે ઘણી માહિતી જાણી શકો છો.

કોવિડ-19 ની બીજી લહેરે ઘણું બધુ બદલી નાખ્યું છે. હવે લોકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, જો તેમને કંઈક થઈ જાય તો પછી તેમના પરિવારનું શું થશે અને પછી તેઓ કંઈ રીતે સર્વાઈવ કરશે. આ ચિંતા એ લોકોને વધારે સતાવી રહી છે. લોનની અમાઉન્ટ વધારે હોવાને કારણે પરિવારના એકલા કમાનાર વ્યક્તિની મૃત્યુ પછી પરિવાર પર સંકટ આવે છે. જો કોઈની પણ સાથે આવું થાય છે તો હોમ લોનનું શું થશે ? શું બેંક પ્રોપટીઝ વેંચીને તેના પૈસા લઈ લે છે ? અથવા કંઈક બીજું થશે. આ બધા જ સવાલોના જવાબ અમે આજે આ આર્ટિકલમાં જણાવીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

જો સામાન્ય રીતે કહેવામાં આવે તો બેંક પાસે પ્રોપટીઝ અથવા મકાન વેંચીને પૈસા વસૂલવાનો વિકલ્પ તો હોય છે. પરંતુ બેંક તેને અંતિમ વિકલ્પના રૂપમાં ઉપયોગમાં લે છે. તે પહેલા બેંક તરફથી બધો જ સંભવ પ્રયત્ન કરવામાં આવે છે કે, પ્રોપર્ટીઝને વેંચવામાં ન આવે.

અહીં એક વાત સમજી લેવી જરૂરી છે કે, જ્યાં સુધી બેંકને તેના બધા જ પૈસા પાછા મળતા નથી, ત્યાં સુધી પ્રોપર્ટીઝ ઉપર કાનૂની રૂપથી ઉત્તરાધિકારીનો અધિકાર લાગતો નથી. તે પણ સમજવું જરૂરી છે કે, બેંક કોઈ પણ કાનૂની ઉત્તરાધિકારીને લોનનું પેમેન્ટ કરવા માટે મજબૂર કરી શકતી નથી.

કાનૂની ઉત્તરાધિકારી પર આવે છે જવાબદારી : જો કોઈ વ્યક્તિનું લોનના પેમેન્ટને પૂરા કર્યા પહેલા મૃત્યુ થાય તો તેની જવાબદારી તેના કાનૂની ઉત્તરાધિકારી પર આવે છે. તે સિવાય ગારંટરને પણ તક આપવામાં આવે છે.

આ પરિસ્થિતિમાં જો પરિવાર લોનનું પેમેન્ટ કરવામાં સક્ષમ ન હોય, તો તેણે બેંકને જણાવવું પડે છે. તે મુજબ ઇએમઆઇ ઘટાડીને લોનનો સમય વધારવા જેવા વિકલ્પો રહેલા હોય છે. બેંક પરિવારને પૈસા ચૂકવવા માટે પૂરતો સમય અને ફ્લેક્સિબિલિટીસ આપે છે.

તે સિવાય એક વિકલ્પ એ પણ હોય છે કે, જો કાનૂની ઉત્તરાધિકારી લોનના પેમેન્ટ માટે સક્ષમ ન હોય તો બીજા ઉત્તરાધિકારીને તક આપવામાં આવે છે. બેંક નવા માલિકની આર્થિક ક્ષમતા અનુસાર લોનને એડજસ્ટ કરી શકે છે.

ઘરની હરાજી છેલ્લો વિકલ્પ : જો બેંકને પેમેન્ટ વસૂલવા માટેની કોઈ પણ રીત દેખાઈ ન રહી હોય તો, ઘરની હરાજીએ વાત પહોંચે છે. તે પહેલા બેંક પોતાના તરફથી સંભવિત બધા જ પ્રયત્નો કરે છે કે, કાનૂની ઉત્તરાધિકારીને ફ્લેક્સી પેમેન્ટ આપીને રી-પેમેન્ટના વિકલ્પ આપવામાં આવે.

જો લોન લેનારની પાસેથી 90 દિવસમાં કોઈ પણ જાતનું પેમેન્ટ ન થાય તો તેને નોન પર્ફોમેબલ અસેટ ઘોષિત કરવામાં આવે છે અને બેંક દ્વારા તેમની પાસે 30 દિવસમાં જવાબ માંગવામાં આવે છે. જો જવાબ ન આવે તો પછી ઘરની હરાજીની પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે.

ઈન્સ્યોરન્સ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી : હોમલોન લેતી વખતે જો બેંક પાસે જ તેનું ઈન્સ્યોરન્સ કરવામાં આવે તો પરિવારને વધારે તકલીફ પડતી નથી. આજ કારણ છે કે, હોમલોન ઈન્સ્યોરન્સ પોલિસી ખુબ લોકપ્રિય છે. જો આ પોલિસી લેવામાં આવી હોય તો લોન લેનારના મૃત્યુ પછી પરિવારને લોન ચૂકવવાની તકલીફ પણ રહેતી નથી. ઈન્સ્યોરન્સ કંપની બેંકના બાકીના પૈસા ચૂકવી દે છે અને ઘર કાનૂની ઉત્તરાધિકારીને મળી જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment