મીણની જેમ ઓગળશે પેટની ચરબી… માત્ર એક મુઠ્ઠી પાંદડાથી… જાણો આ પાંદડા શાના છે? કેમ ઉપયોગ કરવાનો.

મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ માટે સૌથી વધારે જટિલ કોઈ પ્રશ્ન જોવા મળતો હોય તો એ છે વધતી જતી ચરબીની સમસ્યા. દરેક લોકોને બહારનું ફાસ્ટફૂડ ખાવાની ટેવ, તેમજ બેઠાડું જીવનના પરિણામે ચરબી વધી જાય છે. પરંતુ તેને ઘટાડવા માટે ખુબ જ મહેનત અને પ્રયાસ કરવા પડે છે. ત્યાર બાદ ચરબીના પ્રમાણમાં ઘટાડો આવે છે.

મિત્રો આજના સમયમાં ચરબી અને વજન તો ખુબ જ સરળતાથી વધી જાય છે પરંતુ તે ચરબી અને વજનને ઘટાડવા માટે ખુબ જ મહેનત અને નિયમોને અનુસરવા પડતા હોય છે અને વધતું વજન અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડતું હોય છે. એવામાં જો મનોબળ મજબુત ન હોય તો થોડો સમય દરેક પ્રયાસ ચાલે છે પછી આગળ તે બંધ કરી દેવામાં આવે છે.

જેના કારણે કોઈ જ પરિણામ મળતું નથી. તો બીજી બાજુ વજન વધતા સમસ્યાઓનું પ્રમાણ પણ વધતું જાય છે. તો હવે શું કરવું ? કંઈ રીતે પેટની ચરબી ઓગાળવી ? તે એક મોટી સમસ્યા બની જાય છે.

આજે અમે આ સમસ્યા માટે ખુબ જ સરળ ઉપાય લઈને આવ્યા છે જેમાં તમારે માત્ર બોરના વૃક્ષના એક મુઠ્ઠી પાંદડાનું નિયમિત સેવન કરવાનું છે. ત્યાર બાદ તમે જોશો તો તમારી ચરબી અને ખાસ કરીને પેટની ચરબી મીણની જેમ ઓગળવા લાગશે. મિત્રો બોર તો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મોટા બોરની બોરડીના પાંદડા પણ વજન ઘટાડવામાં ખુબ જ અસરકારક નીવડે છે.

જનરલ ઓફ નેચરલ રેમેડી અનુસાર બોરના પાંદડાના સેવનથી સેરમ ગ્લુકોઝ અને લીક્વીડનું લેવલ ઘટી જાય છે. જે ઇન્ટરનલ ઓર્ગનની ચરબીને દુર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને પેટની ચરબીને દુર કરે છે. આ ઉપાય એ લોકો માટે તો ખુબ ફાયદાકારક છે જે વધારે પડતું બહારનું ભોજન લેવાનું પસંદ કરે છે અને ફેટ વાળો ખોરાક વધારે ખાતા હોય. તો ચાલો જાણીએ કે ચરબી ઘટાડવા માટે બોરના પાંદડાનો ઉપયોગ ક્યારે, કેવી રીતે અને કેટલી માત્રમાં તેનું સેવન કરવું જોઈએ.

જો મિત્રો તમે પેટની ચરબી ઓગળવા માંગતા હોવ અને એ પણ કોઈ એક્સરસાઈઝ કર્યા વગર તો સૌપ્રથમ તમારે એક મુઠ્ઠી બોરના પાંદડા અને બે ગ્લાસ પાણી લેવાનું છે. ત્યાર બાદ બોરના પાંદડાને રાત્રે પાણીમાં પલાળી દેવાના છે. આખી રાત તેને પાણીમાં પલાળવા માટે મૂકી રાખ્યા બાદ સવારે ઉઠીને ખાલી પેટે બોરના પાંદડાના પાણીનું સેવન કરવાનું છે. આ રીતે એક મહિના સુધી તમારે નિયમિત બોરના પાણીનું સેવન કરવાનું છે. એક મહિનામાં તમારા પેટની ચરબી ઓગળવા લાગશે અને પેટની બધી ચરબી દુર થશે. પેટની સાથે સાથે અન્ય અંગોની ચરબી પણ ઓછી થશે.

તો મિત્રો આ રીતે તમે માત્ર એક મુઠ્ઠી બોરના પાંદડા દ્વારા ખુબ જ સરળતાથી પેટની જીદ્દી ચરબીને દુર કરી શકો છો.આ ઉપરાંત બોરના પાંદડા અન્ય ઘણા રોગો માટે પણ રામબાણ ઈલાજ છે. તો તમને જણાવી દઈએ કે કે તમારી પાચન શક્તિ નબળી હોય તો બોરના પાંદડા તેના માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત જે લોકોને પેટનો દુઃખાવો રહેતો હોય અથવા તો બેઠાળુ જીવન શૈલીના કારણે અપચાની સમસ્યા રહેતી હોય તો તેના માટે પણ બોરના પાંદડાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો જેથી, લોકો પણ પોતાનું પેટ ઘટાડી શકે.

(આ પ્રયોગ ડોક્ટરની સલાહ મુજબ કરવો, કારણ કે દરેક માણસની શરીરની તાસીર અલગ અલગ હોય છે.)

 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “મીણની જેમ ઓગળશે પેટની ચરબી… માત્ર એક મુઠ્ઠી પાંદડાથી… જાણો આ પાંદડા શાના છે? કેમ ઉપયોગ કરવાનો.”

    • બોરડીના પાન ખાવા કે તેને palari ne તેનું પાણી પીવાનું

      Reply

Leave a Comment