બેસ્ટ ક્વોલિટીની સ્ટ્રોબેરી ખરીદવા અજમાવો આ એક ટ્રીક્સ, નીકળશે એકદમ તાજી, ફ્રેશ અને મીઠી… જાણો લાંબો સમય સ્ટોર કરવાની ટીપ્સ…

મિત્રો તમે હાલ બજારમાં જોતા હશો કે, બજારમાં ખુબ જ સ્ટ્રોબેરી આવી રહી છે. તેને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેમજ લાલ ચટકદાર સ્ટ્રોબેરી જોતા તેને ખરીદવાનું મન થાય છે. પરંતુ જયારે તમે તેને એક સાથે વધુ પ્રમાણમાં ખરીદી લો છો, તો તે ખરાબ થવાની સંભાવના રહે છે. તેમાં ખાસ કરીને તમે સ્ટ્રોબેરીને સ્ટોર કરવા માંગતા હો તો તમારા માટે આ લેખની માહિતી વાંચવી ખુબ જ જરૂરી બની જાય છે.

સ્ટ્રોબેરી એ લગભગ લોકોને ભાવતું ફળ છે. તે પોલીફેનોલ અને ઘણા ખાસ એન્ટી ઓક્સીડેંટથી ભરપુર હોય છે. જે હૃદયને તંદુરસ્ત રાખે છે. સ્ટ્રોબેરીની એક ખાસ વાત એ છે કે, તેમાં ઓછી કેલેરી હોય છે જેના કારણે કોઈ પણ તેને ખાય શકે છે. સાથે તેનું ફાઈબર પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ ઘણી વખત આપણે સ્ટ્રોબેરી ખરીદવામાં ભૂલ કરીએ છીએ. પછી તેને ખાવાથી કોઈ લાભ નથી મળતો. સાથે જ આપણે ઘણી વખત સ્ટ્રોબેરીને સાચી રીતે સ્ટોર પણ નથી કરી શકતા. જેના કારણે તે જલ્દી ખરાબ થઈ જાય છે. ચાલો તો આપણે જાણી લઈએ સ્ટ્રોબેરી ખરીદવાની સાચી રીત અને તેને સ્ટોર કરવાની રીત વિશે. પહેલા જાણીએ સ્ટ્રોબેરી ખરીદવાની સાચી રીત…

1 ) વધુ નરમ અને ભેજ વાળી સ્ટ્રોબેરી પસંદ ન કરો : સ્ટ્રોબેરી ખરીદતી વખતે મોટાભાગે લોકો આ ભૂલ કરે છે. તે માત્ર મુલાયમ, રસ અથવા નરમ સ્ટ્રોબેરી જ પસંદ કરે છે. પરંતુ આવી સ્ટ્રોબેરી હેલ્દી નથી હોતી. આથી સ્ટ્રોબેરી ખરીદતા પહેલા એ જોઈ લો કે, બોક્સની નીચેથી તપાસ કરો, કે કાગળ પર ડાઘ લાગેલો છે કે નહિ. વાસ્તવમાં નરમ સ્ટ્રોબેરી જલ્દી ફુલાય જાય છે અને તે ઝડપથી ખરાબ થઈ જાય છે. આથી થોડી સુકી સ્ટ્રોબેરી પસંદ કરવી જોઈએ.

2 ) સ્ટ્રોબેરીનો રંગ : સ્ટ્રોબેરીમાં રંગ એક પ્રમુખ કારક છે. જો તેના ડીટીયા પાસે સફેદ દેખાય છે તો સ્ટ્રોબેરી તાજી અને મીઠી હશે. સાથે લાલ સ્ટ્રોબેરી પણ સ્વાદમાં ટેસ્ટી હોય છે. સાથે આવી સ્ટ્રોબેરી ખાવાથી શરીરને ઘણો ફાયદો મળે છે.

3 ) નાના આકારની સ્ટ્રોબેરી પસંદ કરો : નાના આકારની સ્ટ્રોબેરી ટેસ્ટી હોવાની સાથે હેલ્દી પણ હોય છે. નાની રસદાર સ્ટ્રોબેરીમાં વધુ સ્વાદ હોય છે અને મોટી સ્ટ્રોબેરીમાં વધુ પાણી હોય છે. જે સ્વાદને ખરાબ કરી દે છે. આથી જયારે તમે સ્ટ્રોબેરી ખરીદો છો ત્યારે વધુ ધ્યાન રાખો.

4 ) ઉપરથી લીલા પાન વાળી સ્ટ્રોબેરી પસંદ કરો : લીલા પાન વાળી સ્ટ્રોબેરી હકીકતે તાજી હોય છે. તેને તમે ઘરમાં થોડા દિવસો માટે સ્ટોર કરી શકો છો. સાથે જ તે ખાવામાં પણ ટેસ્ટી હોય છે. સાથે જ ધ્યાન રાખો કે સુકા પાન વાળી સ્ટ્રોબેરી પસંદ ન કરો.

સ્ટ્રોબેરી સ્ટોર કરવાની સાચી રીત : સ્ટ્રોબેરી ને તમે લગભગ 2 થી 3 દિવસ માટે ફ્રીજની બહાર ખુલી રાખી શકો છો. પરંતુ તેનાથી વધુ દિવસો માટે ફ્રીજની બહાર નથી રાખી શકતા. તેવામાં તમારે ફ્રીજમાં સ્ટોર કરવી પડે છે.

સૌથી પહેલા સ્ટ્રોબેરીને ધોઈ લો પછી સુકાવા દો, સ્ટ્રોબેરીને ઉપરના ડીટીયા કાઢી લો, હવે તેને કાગળના લપેટીને કુકી શીટમાં રાખો. 24 કલાક માટે ઢાંક્યા વિના ફ્રીજરમાં રાખો. હવે સ્ટ્રોબેરીને ફ્રીજર બેગ અથવા કન્ટેનરમાં ફેરવી નાખો.

સ્ટ્રોબેરીને ફ્રીજરમાં રાખ્યા પછી એ વાતનું ધ્યાન રાખો કે, જો તેમાં કોઈ સ્ટ્રોબેરી ખરાબ થઈ જાય તો તેને જલ્દી બહાર કાઢી લો. આ સિવાય સ્ટ્રોબેરીને ક્યારેય વધુ ન ખરીદવી જોઈએ. ફળોને વધુ પ્રમાણમાં ખરીદવા ન જોઈએ. જો વધુ ખરીદો છો તો ખરાબ થયેલ ફળનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ સ્ટ્રોબેરીને ધોઈને અને સુકવીને સ્ટોર કરવી જોઈએ. નહિ તો તે ખરાબ થઈ શકે છે. સાથે જ ખરાબ થયેલ સ્ટ્રોબેરીની સ્મુદી બનાવી લો. અથવા તેને સ્લાઈસમાં કાપીને શીટ પેપરમાં સ્ટોર કરો. તેમજ સ્ટ્રોબેરીનું જ્યુસ અને સલાડ પણ બનાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment