મિત્રો દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી હોય છે જે તેના માટે ખુબ જ ખાસ હોય છે, અને તેઓ ઈચ્છે છે કે આ વ્યક્તિ સાથે જ તે પોતાની આખી જિંદગી જીવે. પણ આજે આપણે જોઈએ છીએ કે અમુક મહિલાઓ પોતાની ઉંમરથી નાના વ્યક્તિ સાથે રિલેશનશિપ બનાવવાનું વધુ પસંદ કરે છે. આવું શા માટે ચાલો તો તેના કેટલાક કારણો વિશે જાણી લઈએ.
સામાન્ય રીતે રિલેશનશિપમાં છોકરા અને છોકરીની ઉંમર લગભગ સમાન હોય છે. જ્યાં સુધી લગ્નની વાત છે, અત્યાર સુધી આ રિવાજ રહ્યો છે કે છોકરીઓ છોકરાથી ઉંમરમાં નાની હોય છે. પરંતુ હવે એમાં ખુબ પરિવર્તન આવી ગયું છે. હવે છોકરીઓ પોતાનાથી નાની ઉંમરના છોકરા સાથે ડેટિંગ કરવા અને રિલેશન બનાવવા વધુ પસંદ કરવા લાગી છે. બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પોતાનાથી 10 વર્ષ નાના નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. ત્યાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોની પત્ની બ્રિગેટ તો એનાથી 24 વર્ષ મોટી છે અને એક સમય એની ટીચર હતી. આ મોટી હસ્તીઓના આમ કરવાથી હવે અન્ય છોકરીઓમાં પણ પોતાનાથી ઓછી ઉંમરના છોકરા સાથે રિલેશન બનાવવાનો શોક વધી ગયો છે. તેનાથી એમને થોડા ફાયદા પણ મળે છે. તો ચાલો જાણીએ કે મોટી ઉંમરની સ્ત્રીઓ તેનાથી નાની ઉંમરના યુવકોને શા માટે વધુ પસંદ કરે છે.
વર્ચસ્વ (પ્રભુત્વ) : પુરુષ પાર્ટનર ઓછી ઉંમરના હોય છે તો છોકરીઓ પ્રભુત્વ જેવું અનુભવે છે. એ વિચારે છે કે ઓછી ઉંમરના પાર્ટનર પર એ પોતાની મન-મરજી ચલાવી શકે છે. એ એમની કોઈ પણ વાતનો વિરોધ નહીં કરી શકે. અત્યાર સુધી તો છોકરાઓ છોકરી પર હુકમ કરતાં હતા. હવે વાત ઉલટી થઈ જશે. યુવાન : સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે એવી સ્ત્રીઓ ઓછી ઉંમરના છોકરાઓ સાથે રિલેશનશિપ બનાવે છે, જેની ઉંમર વધારે થઈ ગઈ હોય અથવા જેમનો પહેલો સંબંધ બ્રેકઅપ થઈ ગયો હોય. આમ છોકરીઓ જ્યારે ઓછી ઉંમરના પાર્ટનર સાથે સંબંધ બનાવે છે તો પોતાને વધારે યુવાન અનુભવે છે. તેનાથી તેને એક પ્રકારની આત્મ સંતુષ્ટિ મળે છે.
રોમેન્ટિક : વધારે ઉંમર થઈ જવાથી માણસ અલગ-અલગ પ્રકારની સમસ્યાથી ઘેરાઈ જાય છે અને તેના શરીરમાં અંગત સંબંધો માટે શક્તિ પણ ઓછી થઈ જાય છે. મોટી ઉંમરના પુરુષો કેટલીક વાર પોતાના સ્ત્રી પાર્ટનરની ઈચ્છાને પૂરી કરી ન શકે. પરંતુ યુવાન પાર્ટનર ફિઝીકલી ખુબ જ સ્ટ્રોંગ હોય છે એટલા આ સમસ્યા નથી થતી. યુવાન પુરુષો પોતાની સ્ત્રી પાર્ટનરની બધી ઈચ્છા પૂરી કરવા હંમેશા તૈયાર રહે છે. અને ક્યારે પણ ના નથી કહેતા. તેથી આવી મહિલાઓ પોતાનાથી નાની ઉંમરના છોકરા સાથે રિલેશનશિપ રાખે છે અને લગ્ન કરે છે. ઝગડો : સ્ત્રીઓને પોતાનાથી ઉંમરમાં નાના પાર્ટનર એટલે ગમે છે કેમ કે તે ઝગડો નથી કરતાં. કારણ કે તેઓને વધારે અનુભવ નથી હોતો. એટલે એ ચૂપચાપ સ્ત્રી પાર્ટનરની વાત માને છે. જો સ્ત્રી તેને કોઈ ખરાબ વાત પણ કહી દે તો એને તેઓ ગંભીરતાથી નથી લેતા. તેથી આવી સ્ત્રી પોતાનાથી ઓછી ઉંમર વાળા છોકરાને પસંદ કરે છે અને પોતાની મરજી પ્રમાણે જીવી શકે છે.
એક્ટિવ : ઓ ઓછી ઉંમરના પાર્ટનર પોતાની સ્ત્રી પાર્ટનરના હુકમ પર કોઈ પણ કામ કરવા તૈયાર રહે છે . અંગત સંબંધો વિશેના જાણકારોનું એવું પણ કહેવું છે કે, ઓછી ઉંમરના પાર્ટનર સાથે સ્ત્રીઓને એક પ્રકારનું નવીનતાનો અનુભવ થાય છે. ઓછી ઉંમરના પાર્ટનર વધારે એક્ટિવ રહે છે, જ્યારે વધારે ઉંમરવાળા શારીરિક અને માનસિક રીતે જલ્દી સુસ્ત થઈ જાય છે.. તેથી આવી સ્ત્રીઓને પોતાનાથી ઓછી ઉંમરના છોકરા વધુ ગમે છે. કારણ કે આવા છોકરા વધુ રોમેન્ટિક હોય છે અને અંગત સંબંધમાં એવી સ્ત્રીને આવા પાર્ટનર વધુ ગમે છે .
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી