વારંવાર ઉકાળા પી પેટની બળતર, કબજિયાત, ઝાડા,મરડો, ગેસ, ઉલ્ટી, જેવી પેટની તમામ સમસ્યાનો ઇન્સ્ટન્ટ અંત છે આનું સેવન

કોરોના વાયરસથી બચવા માટે, લોકો પીવામાં ગરમ પાણી, ગરમ ઉકાળો અને ગરમ વસ્તુઓનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. ગરમ પાણીથી કોરોના ભાગી જાય છે કે, નહિ તે ઉપર કંઈ પણ કહી શકાતું નથી. પરંતુ વહીવટી રીતે, દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પગલાં પ્રતિરક્ષાને વેગ આપે છે. ગરમીની ઋતુમાં જો ગરમ વસ્તુઓનું અધિક સેવન કરવામાં આવે, તો તમને પેટને લગતી કેટલીક સમસ્યા થઈ શકે છે.

પેટનું ખરાબ થવું તે કોઈ નવીન વાત નથી. આ પહેલા પણ ઉનાળાની ઋતુમાં લોકોનું પેટ ખરાબ થતું હતું, પરંતુ આ વર્ષે લોકોના પેટ ખરાબ થવાની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. જો તમને પણ આ વખતે આ ઋતુમાં પેટ ખરાબ થયું છે, તો તમે દહીં સાથે ઇસબગુલનું સેવન કરી શકો છો. તેના સેવનથી તમારી પેટ સંબંધી સમસ્યા દૂર થશે અને પાચન પણ સારું રહેશે. પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે તેનું અધિક સેવન નથી કરવાનું. દહીંની સાથે ઇસબગુલનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ, જો દસ્તની સમસ્યા દૂર થઈ જાય તો તેનું સેવન પણ બંધ કરી દો.દહીં અને ઇસબગુલનું આ રીતે કરો સેવન : જો તમારું પેટ ખરાબ થયું છે તો, તમે 3 ચમચી દહીંની સાથે 1 ચમચી ઇસબગુલને મિક્સ કરીને તેને સવારે ખાલી પેટે લેવાથી તમને જે પેટની સમસ્યા છે તેનાથી તમને રાહત મળશે. ઇસુબગુલ અને દહીંનું સેવન કરવાથી, તે દવા કરતાં પણ વધારે તેજ અસર કરે છે અને આ સમસ્યાથી તરત જ આરામ મળે છે. તો ચાલો જાણીએ દહીં અને ઇસબગુલ ખાવાના ફાયદાઓ.

ઝાડા અને મરડો : ગરમીની ઋતુમાં લોકોને લગભગ ઝાડા અને મરડાની સમસ્યા થઈ જાય છે. પહેલા લોકો બહારનું જમવાનું ખુબ જ પસંદ કરતાં હતા, તે કારણથી પાચન ખુબ જ ઓછું થતું હતું, પરંતુ આજે કોરોના વાયરસના ડરથી લોકો ઘરનું બનાવેલું જ જમવાનું પસંદ કરી રહ્યા છે, પરંતુ ડાયટમાં લોકોએ આજે ગરમ વસ્તુઓનો વધારો કરી દીધો છે, તે કારણથી પેટ ખરાબ થવાની સમસ્યાઓ સામે આવી રહી છે. આ જરૂરી નથી કે દરેકનું પેટ ખરાબ થઈ રહ્યું છે, દરેક વ્યક્તિની તાસીર એક સરખી હોતી નથી. જો તમારું પેટ વધારે ગરમ પદાર્થ ખાવાથી ખરાબ થઈ ગયું છે, તો તમે 1 ચમચી ઇસબગુલ અને 3 ચમચી દહીંને મિક્સ કરીને સવારે ખાલી પેટે લઈ લો, તેથી તમને આ સમસ્યાથી રાહત મળશે.પેટમાં ગેસ : જે પણ લોકોને જમવાનું પચતું નથી, તે લોકોને ગેસની સમસ્યા રહે છે. પેટમાં ગેસ થવાથી ખુબ જ પીડા થાય છે. આ સમસ્યાથી બચવા માટે પણ તમે દહીં અને ઇસબગુલનું સેવન કરી શકો છો. દહીંનું સેવન કરવાથી, તે પેટને આરામ આપે છે. આ પેટ માટે રામબાણ ઉપાય છે. ઇસબગુલનું સેવન કરવાથી જો તમને મળ ત્યાગમાં સમસ્યા થાય છે, તો તે પણ તેનું સેવન કરવાથી દૂર થાય છે.

જમ્યા પછી તરત શૌચ જવું : જે પણ લોકોનું પાચનતંત્ર ઠીક હોતું નથી, તે લોકોને ભોજન પછી તરત જ શૌચ જવું પડે છે. તે જે પણ જમે છે, તે પછી તેને તરત જ લેટરીન જવું પડે છે, તેવા લોકો માટે ઇસબગુલ અને દહીં રામબાણ છે. જમવાનું ન પચવાના કારણે જ ભોજન પછી શૌચ જવું પડે છે, અને આવા લોકોનું શરીર નબળું હોય છે. કારણ કે જમવાના પોષકતત્વો તેને મળતા નથી. જો તમને આ સમસ્યા વધારે સમયથી થઈ રહી છે, તો તમે રાહ ન જુઓ અને તરત જ નિષ્ણાંતનો સંપર્ક કરો.ઉલ્ટીને રોકે : પેટ ખરાબ થવાથી કેટલાક લોકોને ઉલ્ટીની સમસ્યા પણ થાય છે. આવા લોકોએ 1 ચમચી ઈસબગુલ અને 3 ચમચી દહીનો ઘોળ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી ઉલ્ટીમાં રાહત મળશે. સાથે જ પાચન પણ સારું થશે, જેથી ઉલ્ટીની સમસ્યાથી મુક્તિ મળશે.

માથાના દુઃખાવામાં : ઇસબગુલનું સેવન કરવાથી પેટમાં તો રાહત મળે છે, સાથે જ માથાના દુઃખાવામાં પણ રાહત મળે છે. જો તમને માથામાં દુઃખાવો થઈ રહ્યો છે તો, નીલગિરીના પાનની સાથે પીસીને માથા પર તેનો લેપ લગાવવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે. માથાનો દુઃખાવો તરત જ ગાયબ થઈ જશે.

મોં માં છાલા : ગરમીના દિવસો લગભગ મોં માં છાલા પડવાની સમસ્યા થઈ જાય છે. આ સમસ્યાથી ઇસબગુલ રાહત આપે છે. ઇસબગુલના કોગળા કરવાથી મોં માં પડેલ છાલામાં રાહત મળે છે અને આ સમસ્યાથી તરત જ આરામ મળે છે.શરદીમાં ફાયદાકારક છે ઇસબગુલ : કોરોના કાળમાં શરદીની સમસ્યા પણ સામે આવી રહી છે, પરંતુ તે જરૂરી નથી કે આ સમયે જે તમને શરદી થઈ છે, તે કોરોનાનું જ લક્ષણ છે. કોરોના થવાના લક્ષણો જાણવા માટે જરૂરી છે કે, તેના શરૂઆતી લક્ષણોને જાણવા. જો તમને કોરોનાની શરદી નથી, તો તમને ઇસબગુલથી જરૂર ફાયદો થશે. ઇસબગુલનો ઉકાળો પીવાથી શરદીમાં રાહત મળશે.

દાંતમાં દુઃખાવા માટે : દાંતમાં દુઃખાવો થવાથી, તમે જો ઇસબગુલનું સેવન કરશો તો તમને લાભ થઈ શકે છે. આ માટે તમે ઇસબગુલને દાંતમાં દબાવીને રાખો, તેથી દાંતના દુઃખાવામાં રાહત મળશે. દાંતના દુઃખાવાથી મુક્તિ મેળવવા માટે લવિંગ, એલચી જેવા ઘરેલુ ઉપાયો પણ કરી શકાય છે.

હદય : ઇસબગુલ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે, જેથી હૃદયની બીમારીથી ફાયદો થાય છે. આજકાલ બગડેલી લાઈફસ્ટાઈલમાં હૃદય રોગની સમસ્યા વધી રહી છે. હવે આ સમસ્યાનું સમાધાન આયુર્વેદમાં છે.ડાયેરિયામાં ઇસબગુલ : ડાયેરિયા થવાથી શરીરમાં પાણીની ખામી થવા લાગે છે. ઇસબગુલનું સેવન કરવામાં આવે તો પાણી ઘટી જવાની સમસ્યા સમપ્રમાણમાં રહે છે. ઇસબગુલનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

ઇસબગુલના નુકશાન : ઇસબગુલનો ઉપયોગ વધારે માત્રામાં ન કરવો જોઈએ. કારણ કે વધારે ઉપયોગ કરવાથી આંખોની શક્તિ પર અસર પડે છે. તેનો વધારે ઉપયોગ કરવાથી બ્લડ પ્રેશર લો થઈ જાય છે. ઇસબગુલથી ભૂખ પણ ઓછી લાગે છે. તેથી જ તમને જ્યાં સુધી સમસ્યા છે, ત્યાં સુધી જ તેનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “વારંવાર ઉકાળા પી પેટની બળતર, કબજિયાત, ઝાડા,મરડો, ગેસ, ઉલ્ટી, જેવી પેટની તમામ સમસ્યાનો ઇન્સ્ટન્ટ અંત છે આનું સેવન”

  1. Just remembered, the DG is so wise that they are very proud of their cultyre and tradition that they stopped making possible to print the helpful articule. Keep up the !&&& work active. ???!!!

    Reply

Leave a Comment