રાત્રે સુતા પહેલા આ 2 બીજનું સેવન આજીવન રાખશે તમને નિરોગી, રોગપ્રતિકારક શક્તિ વધારી વાળથી લઈ હૃદયને પણ રાખશે કાયમી સ્વસ્થ..

કોળુંના બીજ વિશે તો તમે જરૂરથી સંભાળ્યું જ હશે. પરંતુ શું તમને ખબર છે કે, કોળુંના બીજ જેટલા ફાયદાકારક હોય છે, તેટલું જ કોળું પણ ખુબ જ ફાયદાકારક હોય છે. કોળુંના બીજ નાની સાઈઝના અને ઈંડા આકારના હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. કોળુંના બીજ એક અસંતુપ્ત ચરબીનો મુખ્ય સ્ત્રોત છે. તમે તેને તમારા આહારમાં શામિલ કરીને પોષકતત્વોનો લાભ લઈ શકો છો. જો તમે નિયમિત રૂપથી સ્નેક્સમાં તેને શામિલ કરશો, તો તમને અનેક લાભ મળી શકે છે. કોળુંના બીજ સ્વાસ્થ્યની સાથે જ વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક થાય છે. જાણી લો કોળુંના બીજના અનેક ફાયદાઓ વિશે.

કોળુંના બીજમાં પોષક તત્વો : જેમાં આયરન(Iron), કેલ્શિયમ (Calcium), બીટા-કેરોટિન(Beta Carotene), વિટામિન-બી2(Vitamin B2), ફૈટિ-એસિડ(Fatty Acid), મેગ્નેશિયમ(Magnesium), મેગેનીજ(Manganese), એન્ટી ઓક્સિડેન્ટ(Antioxidants).કોળુંના બીજના ફાયદા : કોળુંના બીજ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી હોય છે. તેમાં કેટલાક પ્રકારના પોષકતત્વો હાજર હોય છે, જે સ્વાસ્થ્યને કેટલાક લાભો પહોંચાડી શકે છે. જો તેનું સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સાથે જ કોળુંના બીજ વાળ અને ત્વચા માટે પણ ખુબ જ લાભકારી છે.

ઇમ્યુનિટી વધારવા : કોળુંના બીજનું સેવન કરવામાં આવે, તો શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય છે. તેમાં વિપુલ પ્રમાણમાં ઝીંક, વિટામિન-સી હોય છે, જે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને વધારે છે. તેનું નિયમિત રૂપથી જો સેવન કરવામાં આવે તો શારીરિક નબળાઈ પણ દૂર કરી શકાય છે. જો તમે શારીરિક રીતે નબળા છો, તો તમારે કોળુંના બીજનું જરૂરથી સેવન કરવું જોઈએ.

સારી ઊંઘ માટે : કોળુંના બીજમાં સેરોટોનીન હોય છે, જે એક ન્યૂરોકેમિકલ્સ છે. આ ઊંઘ લાવવાની સમસ્યાને ઠીક કરવામાં મદદ કરે છે. સૂતા પહેલા જો આ બીજનું સેવન કરવામાં આવે તો તમને ખુબ જ સારી ઊંઘ આવશે. જો તમને અનિંદ્રાની સમસ્યા છે તો આ બીજનું સેવન કરવાથી સમસ્યાનું નિવારણ આવી જશે. તેથી આ બીજનું તમારે સેવન કરવું જોઈએ, જેથી તમારી અનિંદ્રાની સમસ્યા દૂર થશે.વજન ઘટાડવામાં ફાયદાકારક : જો તમે તમારો વજન ઘટાડવા માંગો છો, તો તમારા સ્નેક્સમાં કોળુંના બીજને શામિલ કરો. તેમાં કેટલાક પોષકતત્વો હાજર હોય છે, જે વજનને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. કોળુંના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેથી તેનું સેવન કરવાથી પેટ ભરેલું છે, એવો અનુભવ થાય છે, અને ભૂખ પણ ખુબ જ ઓછી લાગે છે. આ દરમિયાન તમે ખોરાકને પણ ઓછો લ્યો છો, અને પરિણામ સ્વરૂપ તમારો વજન ઓછો થતો જાય છે. જો તમે વજનને ઓછું કરવા માંગો છો, તો તમારે કોળુંના બીજનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસ દર્દી માટે : કોળુંના બીજનું સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં કરી શકાય છે. જો નિયમિત રૂપથી તમે કોળુંના બીજનું સેવન કરશો, તો તેનાથી ડાયાબીટીસને પણ કેટલીક હદ સુધી નિયંત્રણમાં રાખી શકાય છે. જો તમે આ કોળુંના બીજનું સેવન કરો છો, તો તમને ડાયાબિટીસ થવાની સંભાવના પણ ઓછી રહે છે. કોળુંના બીજ ઇન્સુલિનની માત્રાને સંતુલન કરવામાં મદદ કરે છે. સુગર લેવલ ઓછું થવાથી તેનું સેવન કરવામાં આવે તો, શુગર લેવલને નિયંત્રણમાં લાવી શકાય છે. તેથી જ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે તમારે આ કોળુંના બીજનું સેવન કરવું જોઈએ.

વાળની સુંદરતા માટે : કોળુંના બીજ સ્વાસ્થ્યને તો લાભ પહોંચાડે છે, પરંતુ સાથે જ તે વાળને પણ સુંદર બનાવે છે. તેમાં, ક્યૂક્રબીટાસીન હોય છે, જે એક એમિનો એસિડ છે. તે વાળની લંબાઈ વધારવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં વિટામિન-સી પણ હોય છે, જે વાળને સુંદર બનાવવામાં મદદ કરે છે. આ માટે તમે વાળમાં કોળુંના બીજનું તેલ લગાવી શકો છો. જો તમે ચાહો તો તમે તેનું સેવન કરીને પણ તમારા વાળની સુંદરતાને વધારી શકો છો.હૃદય માટે : કોળુંના બીજમાં વસા, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેના બીજોમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલનો નાશ કરવામાં મદદ કરે છે અને સાથે જ યોગ્ય કોલેસ્ટ્રોલનો વધારો કરે છે. તેમાં મેગ્નેશિયમ પણ વધારે માત્રામાં હોય છે, જે હૃદયને સક્રિય રાખવામાં મદદ કરે છે.

સોજા માટે : કોળુંના બીજમાં એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સંધિવાના દુઃખાવાને ઓછું કરવામાં મદદ કરે છે. આ સોજાને દૂર કરવાની સાથે સાંધાના દુઃખાવાને પણ ઓછો કરે છે. જો તમે તમારા હાડકાંને મજબૂત બનાવવા માંગો છો, તો તમારે કોળુંના બીજનું સેવન જરૂરથી કરવું જોઈએ.

કોળુંના બીજનું સેવન કરવાના અન્ય ફાયદાઓ : આ એન્ટિ-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. હાડકાંને મજબૂત બનાવવા માટે પણ કોળુંના બીજનું સેવન કરી શકાય છે. ડિપ્રેશન અને એંજાયટિને ઓછું કરવા માટે પણ કોળુંના બીજનું સેવન ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. ત્વચામાં સુંદરતા લાવવા માટે પણ કોળુંના બીજનું સેવન કરી શકાય છે. કેન્સરથી બચવા માટે પણ તમે નિયમિત રૂપથી તમારા ડાયટમાં તેનું સેવન કરી શકો છો.આ રીતે કરી શકો છો કોળુંના બીજનું સેવન : કોળુંના બીજને તમે સવારે નાસ્તાના રૂપમાં પણ લઈ શકો છો. આ માટે તમે તેના સૂકા બીજને લો અને તેને પીસી લો. ત્યાર પછી તેનું સેવન કરો.
તમે ચાહો તો કોળુંના બીજને પીસીને સલાડ અથવા તો કરીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
ગાર્નિશિંગના રૂપમાં પણ તમે આ બીજનો ઉપયોગ કરી શકો છો.
જો તમે સ્મૂદી બનાવી રહ્યા છો, તો તમે તેમાં પણ કોળુંના બીજને બ્લેન્ડ કરી શકો છો.

તમે પણ કોળુંના બીજના ફાયદાઓ લેવા માટે તેનું સેવન કરી શકો છો. પરંતુ જો તમને એલર્જીની સમસ્યા રહે છે, તો તમારે તેનું સેવન કરતાં પહેલા તમારે ડાયટીશિયનની સલાહ જરૂરથી લેવી જોઈએ. સાથે જ તેનું અધિક સેવન કરવાથી બચવું જોઈએ. નિયમિત રૂપથી તેનું સમપ્રમાણમાં સેવન કરવાથી તમને અનેક ફાયદાઓ થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment