પોસ્ટમાં 10,066 પદો માટે થઇ રહી છે ભરતી, 10 પાસ કરેલ વ્યક્તિ પણ કરી શકશે અપ્લાય.

ભારતીય પોસ્ટમાં ગ્રામીણ ડાક સેવકના પદો પર આવેદન કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. પહેલા તેના માટે રજીસ્ટ્રેશન કરવાની અને ફીસ જમા કરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર હતી. જે વધીને 7 સપ્ટેમ્બર થઇ ગઈ છે. એટલે કે રજીસ્ટ્રેશન હવે આવેદક 7 તારીખ સુધી કરી શકે છે. આ ઉપરાંત ઓનલાઈન એપ્લીકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર કરવામાં આવી છે. ભારતીય પોસ્ટ ગ્રામીણ સેવકના 10,066 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી અસમ, બિહાર, ગુજરાત, કર્ણાટક, કેરલ અને પંજાબમાં કરવામાં આવશે.

ગ્રામીણ પોસ્ટ સેવકને પોસ્ટ ટીકીટ અને સ્ટેશનરીની બિક્રી, મેલની ડીલેવરી અને પોસ્ટ માસ્ટર તેમજ સબ પોસ્ટ માસ્ટર દ્વારા અપાયેલ અન્ય કાર્યને પૂર્ણ કરવાની ડ્યુટી હોય છે. આ નોકરીમાં ભારતીય પોસ્ટ ભુગતાન બેંક (IPPB) ના કાર્યોનો પણ સમાવેશ થાય છે. જો તમે આ પદો પર આવેદન કરવા માંગો છો તો નીચે આપેલી જાણકારીને ધ્યાનથી વાંચો અને તેના માટે અપ્લાય કરો. પદનું નામ : ગ્રામીણ પોસ્ટ સેવક, (જીડીએસ), પદોની કુલ સંખ્યા : 10,006 પદો.

પદ માટેની યોગ્યતા આ પ્રમાણે રહેશે : આ પદો માટે 10 ધોરણ પાસ વ્યક્તિ આવેદન કરી શકે છે. ઉમેદવારે 10 ધોરણ સુધીનો અભ્યાસ સ્થાનીય ભાષામાં કરેલો હોવો જોઈએ. આ સાથે જ ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત કમ્પ્યુટર પ્રશિક્ષણ સંસ્થાનમાંથી ઓછામાં ઓછા 60 દિવસની કોમ્પ્યુટર ટ્રેનીંગ સર્ટીફીકેટ હોવું જરૂરી છે. કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / વિશ્વવિદ્યાલય / બોર્ડ વગેરે માંથી પ્રાપ્ત પ્રમાણપત્ર પણ સ્વીકાર કરવામાં આવશે. આ ઉપરાંત આવેદકની ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. ઓબીસી શ્રેણીમાં આવતા લોકો માટે વધુમાં વધુ ઉંમર મર્યાદા ત્રણ વર્ષ વધારે અને એસસી તેમજ એસટી વર્ગના લોકો માટે ઉમર મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. જે લોકો આ નોકરીમાં રસ ધરાવે છે તે લોકો આ રીતે અપ્લાય કરી શકે છે. આવેદક www.appost.in/gdsonline/ પર જઈને આવેદન કરવાનું રહેશે. આ ઉપરાંત તમે ઓફિસિયલ નોટીફીકેશન પણ આ વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment