બકરી ચરાવવા વાળો ગરીબ ઘરનો છોકરો બન્યો IPS ઓફિસર, 6 વર્ષમાં 12 સરકારી નોકરીઓમાં સફળતા મેળવી, સંઘર્ષ અને સફર જાણીને ચોંકી જશો

તમે ગામડાઓમાં પાલતું પ્રાણીઓને ચરાવતા ગરીબ બાળકોને જોયા હશે. તેઓ આખો દિવસ પશુઓને ચરાવીને તેના દૂધથી પરિવારનું ભરણપોષણ કરતા હોય છે. પણ આ બધા ગરીબ બાળકોની આંખમાં પણ ઘણા સપનાઓ હોય છે. એવા જ એક રાજસ્થાનના બિકાનેર જીલ્લાના નોખા તાલુકામાં આવેલ ગામ રાસીસરના એક ગરીબ છોકરાનું પણ સરકારી નોકરી કરવાનું સપનું હતું. તેને નોકરી પણ મળી ગઈ. એક બે નહિ પણ 12 વખત તે સરકારી ઓફિસર બન્યો. પણ તેને સૌથો મોટો ઓફિસર બનવું હતું. આ કહાની છે IPS ઓફિસર પ્રેમસુખ ડેલું ની, જેના સંઘર્ષ અને સફર વિશે જાણીને બધા લોકો ચોંકી ગયા છે.

ડેલુંનો જન્મ 3 એપ્રિલ 1998 માં થયો હતો. એક નાના ગામડાનો આ છોકરો સફળતાની અનેક સીડીઓ ચડી ચુક્યો છે. જો કે એક સમય એવો પણ હતો જ્યારે તે સ્કુલ જવા માટે તેની પાસે પેન્ટ પણ ન હતું અને આઠમાં ધોરણ સુધી તે ચડ્ડી પહેરીને સ્કુલ જતો હતો.પણ જીવનના આ અભાવોએ તેને અંદરથી મજબુત બનાવ્યો.પ્રેમસુખ જણાવે છે કે, ‘હું ગામડામાં રહેતો હતો. ખેતી કરતો હતો. પશુઓને ચરાવતો હતો. પણ જ્યારે પણ સમય મળે ત્યારે ખેતીની દેખભાળ કરતા અથવા પ્રાણીઓને ચરાવતાની સાથે અભ્યાસ પણ કરી લેતો હતો. મારા પાસે ખોવા માટે કંઈ ન હતું. પણ મને ખબર હતી કે અહીંથી આગળ વધવાની અને સફળ થવાની અનેક સંભાવનાઓ હતી. મારું ભણતર સરકારી સ્કુલમાં થયું છે. મારા માતા-પિતા અને બહેન અભણ છે. મારા પિતાજી ઊંટને ચરાવે છે. જ્યારે હું છઠ્ઠા ધોરણમાં પહોંચ્યો ત્યારે મે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું હતું.

પ્રેમસુખ ડેલું કહે છે કે, જ્યારે લોકો કહેતા કે સિવિલ સેવા પરીક્ષા અને હિન્દી માધ્યમની સાથે સફળતા મેળવવી ખુબ મુશ્કેલ છે, તો મેં નક્કી કરી લીધું કે મારી પાસે સાધનોની કમી છે. પણ સપનું જોવા પર કોઈ પ્રતિબંધ નથી.

મેં નાનપણથી જ સિવિલ સેવા અને કેરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું. હું મારા મનને હંમેશા ભણતરમાં જ પરોવીને રાખતો હતો. ત્યારે મારા એક શિક્ષકે મને સલાહ આપી કે મારે હજુ ઘણા પડાવ પાર કરવાના છે, તો ભણતરની સાથે હેલ્થનું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે.એક મોટા સંયુક્ત પરિવાર માટે અમારી પાસે માત્ર જમીનનો એક નાનો એવો ટુકડો જ હતો. પરિવારમાં માત્ર કમાઉ સદસ્ય મારા મોટા ભાઈ હતા જે કોન્સ્ટેબલ (રાજસ્થાન પોલીસ) માં હતા. તમે સમજી શકો છો કે એક કોન્સ્ટેબલનો પગાર કેટલો હોય શકે છે અને એક મોટા પરિવારને સંભળાવો, તેની જરૂરત પૂરી કરવી અને સામાજિક દાયિત્વને નિભાવવું જીવનમાં કેટલું મુશ્કેલ છે.

પ્રેમસુખ ડેલુંની સફળતાનો અંદાજો એ પર લગાવી શકાય છે કે, 6 વર્ષમાં તે 12 વખત સરકારી નોકરીમાં સફળ થયા છે. ગુજરાત કેડરના IPS પ્રેમસુખ ડેલુંએ પટવારીથી લઈને IPS બનવાનો સપનું નક્કી કર્યું. તેની સરકારી નોકરી મળવાનો પ્રારંભ વર્ષ 2016 માં શરૂ થયો. સૌથી પહેલા સરકારી નોકરી બિકાનેર જીલ્લામાં પટવારીના રૂપમાં મળી હતી. 2 વર્ષ સુધી પટવારી પદ પર કામ કર્યું. પણ તેના મનમાં કંઈક મોટું બનવાનું સપનું હતું. આથી અભ્યાસ અને મહેનત શરૂ રાખી. પ્રેમસુખ ડેલુંએ પટવારી પદ પર રહેતા ઘણી અન્ય પ્રતિયોગી પરીક્ષાઓ પણ આપી.તેમણે ગ્રામસેવક પરીક્ષામાં રાજસ્થાનમાં બીજો નંબર મેળવ્યો હતો. પણ ગ્રામસેવક સાથે જોડાયા નહિ, કારણ કે આ દરમિયાન રાજસ્થાન અસિસ્ટેંટ જેલ પરીક્ષાનું પરિણામ આવી ગયું અને તેમાં પ્રેમસુખ ડેલું એ આખા રાજસ્થાનમાં ટોપ કર્યું. અસિસ્ટેંટ જેલરના રૂપમાં જોડાઈ તે પહેલા રાજસ્થાન પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર પદ પર પસંદગી થઈ ગઈ.

પ્રેમસુખ ડેલું એ રાજસ્થાન પોલીસમાં SI ના પદ સાથે જોડાયા નહિ. કારણ કે આ દરમિયાન તેનું સ્કૂલ વ્યાખ્યાતાના રૂપમાં પસંદગી થઈ ગઈ. તો પોલીસની નોકરી છોડીને શિક્ષા વિભાગની નોકરી પસંદ કરી. ત્યાર પછી કોલેજ વ્યાખ્યાતા, તહસીલદારના રૂપમાં પણ સરકારી નોકરી કરી.

ઘણા વિભાગોમાં 6 વર્ષની અવધિમાં ઘણી વખત સરકારી નોકરી મળ્યા પછી પણ પ્રેમસુખની મહેનત શરૂ રહી અને સિવિલ સેવા પરીક્ષામાં 170 મોં રેન્ક પ્રાપ્ત થયો અને હિન્દી માધ્યમની સાથે સફળ ઉમેદવારમાં ત્રીજા સ્થાન પર રહ્યા.અલગ અલગ સ્તરની સરકારી નોકરી કરતી વખતે પ્રેમસુખને સમાજને સમજવામાં ઘણી મદદ મળી છે. પ્રેમસુખ ડેલુંનું કહેવું છે કે, અભ્યાસ હંમેશા શરૂ રાખોને ત્યાં સુધી પાછળ ન ઘસો જ્યાં સુધી સફળતા ન મળે.

ગુજરાતમાં આઈપીએસ પ્રેમસુખ ડેલુંનું સપનું IAS બનવાનું રહ્યું છે. તેનું જીવન માત્ર રાજસ્થાન માટે જ નહિ પણ આખા દેશ માટે પ્રેરણા રૂપ છે.

આમ જો આપણા સપના સાકાર કરવા હોય તો તેમજ જીવનમાં સફળ થવું હોય તો જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે, પણ તેનાથી હાર માનવાની જગ્યાએ તેની સામે લડતા શીખવું જોઈએ, એક એવો સંદેશ અહીં આપણને પ્રેમસુખ ડેલું પાસે મળે છે.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment