ડાયાબિટીસને ઈન્સ્ટન્ટ કાબુ કરવા માટે ખાવા આ 3 માંથી કોઈ પણ 1 ગોળી, કોઈ પણ સાઈડ ઈફેક્ટ વગર બ્લડ શુગર તરત જ આવી જશે કંટ્રોલમાં….

મિત્રો ઘણી વખત કોઈ વ્યક્તિનું ડબલ શુગર અચાનક વધી જતું હોય છે. ત્યારે તમારે તરત જ દવાખાને જાવું પડે છે. પરંતુ જો તમે પહેલેથી જ થોડી કાળજી રાખો તો બ્લડ શુગર લેવલને ઘણા અંશે કંટ્રોલ કરી શકો છો. આ ઉપાય એવો છે જેની કોઈ આડઅસર તમને થતી નથી. ચાલો તો આ ત્રણ કુદરતી ગોળી વિશે જાણી લઈએ.

ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે જેનો કોઈ સ્થાયી ઈલાજ નથી. આ બીમારી દુનિયા આખીમાં ઝડપથી વધી રહી છે. ભારતમાં તેનાથી સૌથી વધારે લોકો અસરગ્રસ્ત છે અને તે જ કારણ છે કે, ભારતને ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે. આ બીમારીને માત્ર કંટ્રોલ કરી શકાય છે. તમે ડાયાબિટીસને અમુક નેચરલ ગોળીઓ દ્વારા પણ કંટ્રોલ કરી શકો છો. જો કે ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી. પરંતુ તેને કંટ્રોલ રાખવા માટે દવાનું સેવન કાયમ માટે કરી શકો છો. આમ જો તમે ઈચ્છો છો કે તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે તો તમારે થોડી ટીપ્સને ફોલો કરવાની જરૂર છે.

ડાયાબિટીસ થાય ત્યારે શરીર દ્વારા પર્યાપ્ત ઇન્સુલિનનું ઉત્પાદન થઈ શકતું નથી. તે એક હાર્મોન છે, જેને અગ્નાશય બનાવે છે અને શરીરમાં તેનું લેવલ ઘટવાથી ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ રહે છે. પર્યાપ્ત ઇન્સુલિન વગર શરીર ખાંડને પ્રયોગ કરવા માટે યોગ્ય ઉર્જામાં બદલવા માટે સંઘર્ષ કરે છે.

જો તમને લાગતું હોય કે, તમારું બ્લડ શુગર ઘટી રહ્યું નથી, તો જલ્દીથી જ ડોક્ટર સાથે વાત કરો. ડાયાબિટીસ હૃદય રોગ અને સ્ટ્રોક સહિત ઘણા ઘાતક જટિલતાઓના જોખમને વધારે છે. અમુક નેચરલ દવાઓ બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે તેને તમારી દવાઓ સાથે પણ લઈ શકો છો.

તજ : તજની અંદર ડાયાબિટીસને કંટ્રોલ કરવાના ગુણો રહેલા છે. ડાયાબિટીસના રોગીઓમાં બ્લડ શુગર લેવલને ઘટાડવા માટે તજ સૌથી સરસ વિકલ્પ છે. તેનો સેંકડો વર્ષોથી ઘણી દવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ 2011 માં એક અધ્યયન પરથી જાણવા મળ્યું કે તજને આખા ખાવાથી અથવા તેનો રસ પીવાથી બ્લડ શુગર ઘટાડવામાં મદદ મળે છે. બજારમાં તેની ગોળીઓ પણ મળે છે, જેનું સેવન કરી શકાય છે. આમ તમારા માટે તજનું સેવન ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ક્રોમિયમ : ક્રોમિયમ ઇન્સુલિનના અસરને વધારે છે. તેનો મતલબ છે કે, તેનાથી ખાંડને વધારે કુશળતાથી ઉર્જામાં પરિવર્તિત કરી શકાય છે. ક્રોમિયમ એક એવું તત્વ છે, જેનો ઉપયોગ કાર્બોહાઈડ્રેડના ચયાપચયમાં કરવામાં આવે છે. તે માટે તમે જમવામાં ક્રોમિયમથી ભરપૂર વસ્તુઓ જેવી કે, માંસ, આખું અનાજ, દાળ, બ્રોકોલી, બટેટા અને અમુક મસાલાનો સમાવેશ કરી શકો છો. તે સિવાય ક્રોમિયમની ગોળીઓ પણ લઈ શકાય છે.

મેગ્નેશિયમ : મેગ્નેશિયમ એ ડાયાબિટીસને ઓછું કરવામાં તમારી મદદ કરે છે. આથી તમારે મેગ્નેશિયમ વાળી વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ. મેગ્નેશિયમનો ખોરાક લેવાથી ઇન્સુલિન પ્રતિરોધથી બચવામાં મદદ મળી શકે છે. ખાવામાં માત્ર 100 મિલિગ્રામ મેગ્નેશિયમ લેવાથી ડાયાબિટીસનું જોખમ 15 ટકા સુધી ઘટી જાય છે. ડાયાબિટીસના રોગીઓ પોતાના મૂત્રમાં વધારે પડતું મેગ્નેશિયમ ખોઈ બેસે છે, કારણ કે તેમનું શરીર વધારે ખાંડથી છૂટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે.

આમ, તમે ઘરેલું ઉપાયોની મદદથી પણ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. પરંતુ ડાયાબિટીસની સાથે જો કોઈ બીજી પણ બીમારી હોય તો એક વખત ડોકટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

આમ તમે થોડા ઘરેલું ઉપાય અપનાવીને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. આ ઉપાયો એ ધીમી ગતિએ તમારી મદદ કરે છે. પરંતુ તકલીફ વધુ હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment