ચાર્જર પરની આ નિશાની દર્શાવે છે સૌથી મોટું રહસ્ય… જો આ નિશાની નહિ હોત તો થઇ શકે છે મોટો અકસ્માત.. જરૂર શેર કરજો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🔌 મોબાઈલ ચાર્જર ખરીદતી વખતે ધ્યાન રાખવું….. આવી નિશાની હોય તો જ લેવું 

🔌 જો તમારી પાસે મોબાઈલનું ઓરીજનલ ચાર્જર છે તો અત્યારે જ ચેક કરો અને ધ્યાનથી જુવો તેના પર ઘણા બધા સિમ્બોલ જોવા મળશે. જેમ કે V નો સિમ્બોલ, હોમ સિમ્બોલ, એક ચોરસની અંદર બીજું ચોરસ તેવા નિશાનને સ્ક્વેર કહેવાય છે. તેના સિવાય પણ તેની ઉપર ઘણા બધા સિમ્બોલ તમને જોવા મળશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સિમ્બોલ મોબાઈલના ચાર્જરમાં શા માટે આપવામાં આવે છે. અને તેનો સામાન્ય રીતે શું ઉપયોગ થાય છે. Image Source :

🔌 પહેલું છે સ્ક્વેર સિમ્બોલ. જો તમે તમારા મોબાઈલના ઓરીજનલ ચાર્જરમાં ધ્યાનથી જોશો તો તેના પર એક સિમ્બોલ જરૂર જોવા મળશે જેનું નામ છે સ્ક્વેર. તેનો મતલબ થાય છે ડબલ ઈનસ્યુંલેટેડ એટલે કે તમારા મોબાઈલના ચર્જારમાં જે તાર હોય છે અથવા તો વાયર હોય છે તે એ રીતે ડીઝાઇન કરવામાં આવ્યા હોય છે તેના કારણે આપણને કોઈ પણ પ્રકારનો કરંટ ન લાગે તેનું સુચન કરે છે. માની લો કે તમારા મોબાઈલના ચાર્જરમાં જે વાયર હોય છે તે અમુક સમયે ઢીલા પડી જતા હોય છે અને બહાર નીકળી જતા હોય છે. તો એવા સમયે ડરવાની જરૂર નથી કેમ કે સ્ક્વેરના માર્ક વાળું જે ચાર્જર હોય છે તે ડબલ કવર વાળું ચાર્જર હોય છે. તેનાથી ચોંટ અથવા કરંટ લાગવાનો ભય રહેતો નથી. ટૂંકમાં કહીએ તો સ્ક્વેરનો સિમ્બોલ ચાર્જરમાં હોય તો માત્ર એટલું જ કહે છે કે તમારો મોબાઈલ અને તમે બંને સેફ છો.

🔌 પરંતુ જો તમે કોઈ લોકલ ચાર્જર ઉપયોગમાં લેતા હોવ તો ધ્યાનથી જોવાનું છે કે તેમાં સ્ક્વેરનું સિમ્બોલ છે કે નહિ. લગભગ તો નથી જ હોતું જેનાથી આપણને જોખમા રહે છે. તો મિત્રો આજે જ લોકલ ચાર્જર વાપરવાનું બંધ કરી દો. તો હવેથી ખાસ ધ્યાન રાખો કે ચાર્જરમાં સ્ક્વેરનું સિમ્બોલ હોય તો જ ખરીદવું જોઈએ કેમ કે તે આપણી સેફ્ટી માટે જ બનાવવામાં આવેલું હોય છે.

Image Source :

🔌 ત્યાર પછીનું જે સિમ્બોલ આવે છે તે V સિમ્બોલ. આપણા ભારતમાં મોટાભાગના લોકો આ સિમ્બોલને V નું જ નિશાન માનીએ છીએ. પરંતુ મિત્રો તે V નથી પરંતુ 5 નું સિમ્બોલ છે. તે 5 કંઈ રીતે છે તે પણ જણાવી દઈએ. Vનું  નિશાન આપણી ભાષામાં નથી લખવામાં આવ્યું પરંતુ તે રોમન ભાષામાં લખવામાં આવેલું હોય છે. રોમન ભાષામાં V ને 5 માનવામાં આવે છે. સામાન્ય રીતે V નું સિમ્બોલ ચાર્જરમાં એ દર્શાવે છે કે તમારા મોબાઈલનું જે ચાર્જર છે તેનું પાવર સપ્લાય એફિશિયન્સી ક્યાં લેવલનું છે. સામાન્ય રીતે પાવર સપ્લાય કરવા માટેનું એક લેવલ હોય છે જે દરેક મોબાઈલના ચાર્જરમાં હોય છે. જો તે લેવલ 5 નું હોય એટલે કે V લખેલું હોય તો તેનો મતલબ છે કે તેમારા મોબાઈલ ચાર્જરનું એફિશિયન્સી લેવલ હોય તે ઊંચું લેવલ હોય છે. મોટા ભાગની યુરોપિયન કંપની હોય છે તેમાં લેવલ 5 જોવા મળે છે પરંતુ ઘણી બધી કંપની એવી પણ છે જેમાં તમને લેવલ 4 પણ જોવા મળે છે.

🔌 પરંતુ જો તમે લોકલ ચાર્જરમાં જોશો તો તમને આ લેવલ જોવા નથી મળતું. એટલા માટે મિત્રો જેટલા પણ લોકલ ચાર્જર હોય છે તેને અસુરક્ષિત માનવામાં આવે છે.

🔌 હવે આવે છે ત્રીજું સિમ્બોલ જે દરેક ચર્જારમાં સામાન્ય રીતે જોવા મળે જ છે. તે છે હોમ એટલે કે એક ઘર દોરેલું સિમ્બોલ. હોમ સિમ્બોલથી આપણે સમજી જઈએ છીએ કે જેનાથી કોઈ પણ ચાર્જર અથવા કોઈ પણ પ્રોડક્ટ્સમાં હોમ લખેલું અથવા દોરેલું હોય તેનો મતલબ એવો થાય છે કે તે પ્રોડક્ટને તમે માત્ર ઘરમાં જ ઉપયોગમાં લઇ શકો છો. તેને તમે કોઈ બીજી જગ્યા અથવા તો કોઈ એવી જગ્યા હોય જ્યાં હાઈ વોલ્ટેજ હોય એટલે કે વધારે પાવર આવતો હોય ત્યાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને  ક્યારેય પણ સનલાઈટમાં પણ તેનો ઉપયોગ ન કરવો જોઈએ નહિ તો ચાર્જરનો બ્લાસ્ટ પણ થઇ શકે છે.

Image Source :

🔌 હોમના સિમ્બોલ દ્વારા આપણને કહેવામાં આવે છે કે તમારા ચાર્જરને માત્રને માત્ર ઘરમાં જ ઉપયોગમાં લેવું જોઈએ. કેમ કે ઘરમાં જે પાવર વોલ્ટેજ આવતો હોય છે તે સામાન્ય રીતે 220 વોલ્ટેજ હોય છે તેનાથી આપણી સેફ્ટી જળવાઈ રહે છે.

🔌 હવે છે ડસ્ટબીન ક્રોસ સિમ્બોલ. આ સિમ્બોલ મોટાભાગના બધા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં જોવા મળે છે. પછી મોબાઈલનું ચાર્જર હોય તેમાં પણ હોય છે અને બેટરીમાં જોવા મળી જાય છે. આપણને હવે પ્રશ્ન થાય કે ડસ્ટબીન ક્રોસના સિમ્બોલનો મતલબ શું થાય છે.

🔌 જે કોઈ પ્રોડક્ટમાં અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણમાં આ સિમ્બોલ હોય છે તેનો મતલબ એ થયા છે કે તે વસ્તુ કોઈ પણ કચરા પેટીમાં અથવા કોઈ પણ જગ્યા પર આમતેમ ફેંકવી ન જોઈએ. જો કામ ન આવતી હોય અથવા ખરાબ થઇ ગયેલી વસ્તુ હોય તેને તેની કંપનીમાં પાછી આપી દેવી જોઈએ. કેમ કે તે લોકો ફરી વખત તે વસ્તુને રીસાઈકલ કરી શકે.

Image Source :

🔌 હવે આપણને એ ફરી પ્રશ્ન થાય કે એટલો બધો તો સમય કોણી પાસે હોય કે તે વસ્તુને કંપનીમાં જમાંકારાવવા જવું. એટલી બધી મથામણ કોણ કરે ખરાબ થઇ ગયું વસ્તુ તો તેને ફેંકી દો. આવી માનસિકતા લગભગ બધા લોકો ધરાવતા હોય છે. પરંતુ આ ડસ્ટબીન ક્રોસ સિમ્બોલનો એક જ મતલબ થાય છે કે આવા સિમ્બોલને તમે કચરાપેટીમાં ન ફેકો.

🔌 હવે આવે છે ISI નો સિમ્બોલ. આ સિમ્બોલ લગભગ બધી જ ઓરીજનલ છે અને તે કંપની દ્વારા બનાવવામાં આવેલી વસ્તુમાં જોવા મળે છે ખાસ કરીને મોબાઈલ ચાર્જરમાં. તેનો મતલબ એવો થાય છે કે તમારા મોબાઈલના ચાર્જરમાં આ સિમ્બોલ હોય તો તે બેસ્ટ ટેસ્ટીંગમાં થઈને આવેલું છે. તે એવું દર્શાવે છે કે તમારા મોબાઈલનું  ચાર્જર હોય છે તે બેસ્ટ ક્વોલીટીનું હોય છે અને સુરક્ષિત છે. તેને ધ્યાનમાં રાખીને ચાર્જર બનાવવામાં આવ્યું હોય છે. તેના ઉપયોગથી કોઈ પણ નુંકશાન નથી થતું. ISI નો માર્ક એક પ્રકારનું સર્ટીફીકેટ જ કહેવામાં આવે છે કે તે બજારમાં વહેંચવા માટે ખરીદવા યોગ્ય છે.

🔌 તો મિત્રો આ હતા ખુબ જ મહત્વના સિમ્બોલ જે તમારા ચાર્જરને સુરક્ષિત છે કે નહિ તેનું પ્રમાણ દર્શાવે છે.
Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 thought on “ચાર્જર પરની આ નિશાની દર્શાવે છે સૌથી મોટું રહસ્ય… જો આ નિશાની નહિ હોત તો થઇ શકે છે મોટો અકસ્માત.. જરૂર શેર કરજો”

Leave a Comment