કફ, શરદી અને સુકી ઉધરસ માટે દવાઓ ખાવાની જરૂર નથી, અજમાવો આ મફત ઘરેલું ઉપાય… ઈન્સ્ટન્ટ મળશે રાહત અને બીજીવાર ક્યારેય નહિ થાય….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આજકાલનું વાતાવરણ જોતા ઠેરઠેર શરદી અને ઉધરસના વાયરલ કેસો જોવા મળે છે. જયારે શરદી થાય છે ત્યારે ઉધરસ પણ થાય જ છે. તેમાં પણ ડ્રાય કફને કારણે વધુ સુકી ઉધરસ આવે છે. આ સમયે તમે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવીને સુકી ઉધરસને દુર કરી શકો છો. આ ઉપાય એકદમ નેચરલ હોવાથી તેની કોઈ આડ અસર નથી થતી. ચાલો તો આપણે જાણી લઈને સુકી ઉધરસને દુર કરવા માટેના કેટલાક નેચરલ ઉપાય વિશે. 

તમે બધાએ ક્યારેકને ક્યારેક તો કફ વગરની સૂકી ઉધરસનો અનુભવ જરૂર કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો, કેવી રીતે થાય છે સૂકી ઉધરસ? એલર્જીથી લઈને એસિડ રિફ્લક્સ સુધી ઘણી વસ્તુઓ સૂકી ઉધરસનું કારણ બની શકે છે. તેમજ અમુક કેસમાં સૂકી ઉધરસનું કોઈ ખાસ કારણ હોતું નથી. કારણ ભલે ગમે તે હોય, એકધારી સૂકી ઉધરસ તમારા રોજબરોજના જીવનને ગંભીર રીતે અસર કરી શકે છે. ખાસ કરીને જો તે રાત્રે શરૂ થઈ જાય તો. કેટલા દિવસ સુધી રહે છે સૂકી ઉધરસ?:- જો કોઈ વાઇરલ ઇન્ફેક્શનને કારણે સૂકી ઉધરસ થઈ હોય તો, તે 8 અઠવાડીયા સુધી રહી શકે છે. માટે સૂકી ઉધરસને ક્રોનીક ગણવામાં આવે છે, કારણ કે તે વયસ્કોમાં 8 અને બાળકોમાં 4 અઠવાડીયા સુધી રહી શકે છે. તેનાથી વધારે લાંબા સમય સુધી ઉધરસ આવવી જીવલેણ બીમારી ફેફસામાં કેન્સરનું સંકેત હોય શકે છે. સામાન્ય રીતે સૂકી ઉધરસ રાત્રે વધારે હેરાન કરે છે, જેને કંટ્રોલ કરવામાં ઘણી વખત ડ્રાઈ કફ સિરપ પણ ફેઇલ થઈ જાય છે. એવામાં તમે ઘરેલુ ઉપાયોની મદદથી તેનાથી રાહત મેળવી શકો છો. 

1) ગરમ પાણી+મધ:- ગરમ પાણી અને મધની મદદથી તમે સુકી ઉધરસથી છુટકારો મેળવી શકો છો. જાણવા મળતી એક સ્ટડી મુજબ, 1 વર્ષ કે તેથી વધુ ઉંમરના વયસ્કો અને બાળકો માટે, મધનો ઉપયોગ સૂકી ઉધરસમાં રાહત અપાવી શકે છે. વાસ્તવમાં, મધમાં જીવાણુરોધી ગુણ હોય છે. જે બળતરા ઓછી કરવા, ગળામાં રાહત અપાવવાનું કામ કરે છે. તમે દિવસમાં ઘણી વખત 1 ચમચી મધનું સેવન કરી શકો છો. તેને ચા કે ગરમ પાણીમાં મિક્સ કરીને પી શકો છો.2) હળદર+મરી:- હળદર અને મરી પણ સુકી ઉધરસ માટે એક અસરકારક ઉપાય છે. હળદરના કરક્યુમીન હોય છે, એક યૌગિક જેમાં એન્ટિઇમ્ફ્લેમેટરી, એન્ટિવાઇરલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. જેના કારણે સૂકી ઉધરસ સહિત ઘણી સ્થિતિઓમાં ફાયદાકારક હોય છે. મરી સાથે લેવાથી કરક્યુમીન રક્ત પ્રવાહમાં સરખી રીતે અવશોષિત થઈ શકે છે. તમે સંતરાના રસ જેવા પીણામાં 1 ચમચી હળદર અને 1/8 ચમચી મરી મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. 

3) આદું+મીઠું:- આદુ અને મીઠાનું મિશ્રણ સુકી ઉધરસ માટે ખુબ જ લાભકારી છે. એક સ્ટડી મુજબ, આદુમાં એંટીમાઈક્રોબિયલ ગુણ રહેલા હોય છે. એવામાં તે સૂકી ઉધરસથી રાહત અપાવવામાં સહાયતા કરે છે. આદુંના નાના કટકાને લઈને તેના પર એક ચમચી મીઠું છાંટી અથવા મધ લગાડી તેને દાંત નીચે દબાવી લો. આ રીતે આદુંનો રસ ધીરે ધીરે મોંમાં જવા દેવો. લગભગ 5-7 મિનિટ રાખ્યા બાદ કોગળા કરી લેવા. 4) ઘી+મરી:- ઘીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. તે ગળાને નરમ રાખવાનું કામ કરે છે. જો તમે ઘીમાં મરી પાવડર મિક્સ કરીને ખાઓ, તો તમને સૂકી ઉધરસમાં ઘણો આરામ મળે છે.

5) મીઠું+પાણી:- મીઠાના પાણીથી કોગળા કરવાથી સૂકી ઉધરસના કારણે થતી સમસ્યા અને બળતરા મટાડવામાં મદદ મળે છે. મીઠાનું પાણી મોં અને ગળામાં બેક્ટેરિયાને મારવામાં પણ મદદ કરે છે. એવું કરવા માટે એક મોટા ગ્લાસમાં, ગરમ પાણી લઈ તેમાં 1 ચમચી મીઠું નાખો. પછી દિવસમાં ઘણી વખત કોગળા કરવા.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment