ફક્ત દોઢ જ વર્ષમાં આ શેરે કરાવી તાબડતોડ કમાણી, 1 લાખ રૂપિયાના થઈ ગયા સીધા જ 50 લાખ રૂપિયા… જાણો ખરીદવો જોઈએ કે નહિ….

મિત્રો જયારે શેર બજારમાં કોઈની કિસ્મત ચમકે છે ને ત્યારે તેઓ રોડપતિ થી કરોડપતિ બની જતાં હોય છે. અને શેર બજારમાં નાનું અમથું રોકાણ પણ સારી એવું રીટર્ન આપતું જાય છે. આવી જ રીતે જયારે કોઈ વ્યક્તિ પોતાની કમાણીના એક લાખ રૂપિયા શેર બજારમાં રોકે છે અને તેના એ એક લાખ સીધા 50 લાખ બની જતા હોય છે ત્યારે ખરેખર રૂપિયાનો વરસાદ થવો બરાબર છે. આથી જ આજે અમે તમને શેર બજારમાં રોકાણ કરનાર લોકોના આજે એક લાખના પચાસ લાખ બની ગયાં છે એના વિશે વાત કરીશું.

શેરબજારનું કારોબાર ભલે જોખમભર્યું હોય. પરંતુ, તેમાં કોઈ ને કોઈ શેર એવો કમાલ કરી બતાવે છે, જે શેર રોકાણકારોને માલામાલ કરી દે છે. કઇંક આવું જ તાબડતોડ રિટર્ન આપનાર સ્ટોક સાબિત થયો છે કન્સલ્ટિંગ સેવાઓ આપનાર ઇકેઆઇ એનર્જી સર્વિસીઝનો શેર. તેણે દોઢ વર્ષમાં જબરદસ્ત કમાણી કરાવી.2021માં આવ્યો હતો આઇપીઓ:- ઇકેઆઇ એનર્જી સર્વિસીઝ વર્ષ 2021માં પોતાનો આઇપીઓ લોન્ચ કર્યો હતો. તેના શેરની કિંમત 102 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 9 એપ્રિલના રોજ કંપનીના સ્ટોક શેરબજામાં લિસ્ટ થયા. આ લિસ્ટિંગ શાનદાર પ્રીમિયમ સાથે 140 રૂપિયાએ થઈ. લિસ્ટિંગ પછીથી જ કંપનીએ પોતાના રોકાણકારોને માલામાલ કરવાનું શરૂ કર્યું. જાન્યુઆરી-2022માં આ શેરનો ભાવ ઝડપથી વધીને 3149 રૂપિયાએ પહોંચી ગયો હતો. 

1,724  રૂપિયા છે એક શેરની કિંમત:- ગયા શુક્રવારે શેર બજારમાં કારોબાર બંધ હોવાના સમયે આ શેરનો ભાવ જબરદસ્ત ઝડપ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 1,724.05 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. જુલાઈમાં કંપનીએ 3:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા. એટલે કે, જે લોકો પાસે કંપનીના 1 શેર હતા, તેમને 3 બોનસ શેર આપવામાં આવ્યા. ત્યારબાદ રોકાણકારોની બલ્લે બલ્લે થઈ ગયી.1 લાખ બની ગયા લગભગ 50 લાખ રૂપિયા:- કમાણીની બાબતમાં જોઈએ તો, ઇકેઆઇ એનર્જીના શેર 9 એપ્રિલ 2021 ના રોજ 140 રૂપિયાએ લિસ્ટ થયા હતા. ત્યારબાદ કંપનીના બોનસ શેર આપવામાં આવ્યા. આ પ્રકારે લિસ્ટિંગના સમયે જે વ્યક્તિએ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા તો તેને, ઇકેઆઇ એનર્જી સર્વિસીઝના 714 શેર મળ્યા. બોનસ શેર બાદ આ 1 લાખ રૂપિયા રોકાણ કરનાર વ્યક્તિ પાસે શેર વધીને 2856 થઈ ગયા. શુક્રવારના બંધ ભાવ 1,724.05 રૂપિયાના હિસાબથી અંદાજો લગાડીએ તો, તેમનું 1 લાખનું રોકાણ 49.23 લાખ રૂપિયા થઈ ગયું. 

જુલાઇમાં આ ઉચ્ચ સ્તર પર હતો શેર:- જુલાઈમાં તો શેરનો ભાવ, 2,205.20 રૂપિયાએ પહોંચ્યો હતો. કંપની વિશે વાત કરીએ તો, ઇકેઆઇ એનર્જીની શરૂઆત 2011માં થયી હતી. તે દેશમાં કાર્બન ક્રેડિટ ઈન્ડસ્ટ્રીમાં મોટી કંપનીઑ માંથી એક છે, જે જળવાયુ પરીવર્તન સલાહકાર, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટમાં સેવાઓ પ્રદાન કરે છે.આમ આ શેરે રોકાણકારો ને માલામાલ કરીને સારું એવું રીટર્ન આપ્યું છે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )

Leave a Comment