વરસાદની ઋતુમાં ગરમ-ગરમ ભજીયાની સાથે, જો કોથમીર અને ફુદીનાની ચટણી મળી જાય છે, તો જમવાનો સ્વાદ જ ફરી જાય છે એટલે કે જમવાની ખુબ જ મજા આવી જાય છે. આ મૌસમમાં ફુદીનાની આવક ખુબ જ વધારે હોય છે અને ન જાણે કેટલાક લોકો પોતાના ઘરના ગાર્ડનમાં ફુદીનાને વાવે છે, કારણ કે આ મૌસમમાં ફુદીનાની સુગંધ ખુબ જ સારી આવે છે.
જો તમે ફુદીનાને તમારા ઘરના ગાર્ડનમાં લગાવી દીધો છે, તો ફુદીનાની સુગંધથી તમારું પૂરું ઘર સુગંધિત થઈ જાય છે. એટલું જ નહિ, પરંતુ શાકભાજી વાળા પાસે પણ ફૂદીનો પુષ્કળ પ્રમાણમાં હોય છે. પરંતુ ફુદીનાની સિઝન ખુબ જ ઓછી હોય છે અને હવે થોડા દિવસોમાં ફુદીનાની અછત થવા લાગશે.
તેવામાં આપણે ફુદીનાને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકીએ અને ફુદીનાની સુગંધ પણ ફ્રિજમાં રાખેલ અન્ય વસ્તુઓ પર ન રહે એ માટે આપણે કેટલીક ટીપ્સો વિશે જણાવશું. ફુદીનાની સુગંધ અને તેની ફ્રેશનેશને કાયમ રાખવા માટે આપણે કેટલીક ટિપ્સને ફોલો કરવી પડશે, કે જેથી તેને સ્ટોર કરવામાં મદદ મળી શકે છે.1 અઠવાડીયા સુધી ફુદીનાને ફ્રેશ રાખવાની ટીપ્સ : જો તમારે ફુદીનાના પાંદડાને માત્ર 1 અઠવાડીયા સુધી જ સ્ટોર કરવા છે કે, જેવા તે ખરીદતા સમયે હતા, તો તમે એ કોશિશ કરો, કે તમે તેના મૂળ સાથે તેને ખરીદો. જો આવું ન પણ થઈ શકે, તો તમે બજામાંથી એવા ફુદીનાને ખરીદીને લાવો, કે જેની સ્ટેમ મોટી હોય અને પાંદડા પણ ફ્રેશ હોય.
પહેલા ફુદીનાને સાફ કરો અને ધ્યાન રાખો કે તેના મૂળ અને સ્ટેમ પર કોઈ પણ અસર ન થાય. માટીને સારી રીતે સાફ કર્યા પછી તેને સાફ પાણીના ગ્લાસમાં રાખી દો, તેને એવી રીતે રાખવાનો છે કે, તેના સ્ટેમનો ભાગ પણ પાણીની અંદર ડૂબેલો રહે. આમ કરવાથી તમારું કામ થઈ જશે. હવે તે 4 થી 5 દિવસ સુધી રૂમ ટેમ્પરેચરમાં જ ફ્રેશ રહેશે અને આ પછી તમે ગ્લાસ સહિત જ ફ્રિજમાં રાખી શકો છો. જો પાણી ખરાબ થતું દેખાય છે, તો તે પાણીને તમે ચેન્જ કરી શકો છો.15 દિવસ સુધી ફુદીનાને ફ્રેશ રાખવાની ટીપ્સ : જો તમારે 15 દિવસ સુધી ફુદીનાને ફ્રેશ રાખવો છે, તો તમે આ સ્ટેપ્સને ફોલો કરો. સૌથી પહેલા ફુદીનાના મૂળ અને સ્ટેમને કાપી નાખો. ધ્યાન રાખો કે, આપણે પહેલી પ્રોસેસમાં આવું કર્યું ન હતું, પરંતુ જો લાંબા સમય સુધી ફુદીનાને સ્ટોર કરવો છે, તો આ કરવું જરૂરી છે.
હવે તમે ફુદીનાને પંખાની નીચે અથવા તો સૂર્યના તાપમાં લગભગ 20 થી 30 મિનિટ સુધી રાખો, તેથી તેનું ભીનાશ નીકળી જશે. જો આમાં થોડો પણ ભેજ રહે છે, તો ફૂદીનો ખરાબ થઈ શકે છે. તમે ચાહો તો ફુદીનાને 1 કલાક સુધી પણ સુકવવા માટે રાખી શકો છો, પરંતુ તેને લાંબા સમય સુધી નથી રાખવાનો.
હવે તેને કિચન ટુવાલમાં રેપ કરો. (નોર્મલ ટીશુંનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેથી તે ગળવા લાગે છે) તેના પર મલમલના કાપડ વડે અથવા ન્યૂઝ પેપર દ્વારા રેપ કરો અને તેને ફ્રિજમાં રાખી દો. બસ, હવે તમારું કામ થઈ જશે અને તમે લાંબા સમય સુધી ફુદીનાને ફ્રેશ રાખી શકશો.1 મહિના સુધી ફુદીનાને ફ્રેશ રાખવાની ટીપ્સ : અહીં આપણે પહેલાના જ સ્ટેપ્સને ફોલો કરવાના છે કે, પરંતુ સ્ટોર કરવા માટે એક જીપ બેગની જરૂર પડશે. સૌથી પહેલા તમે ફુદીનાને તેવી રીતે સૂકવી લો, કે જેવી રીતે તમે પહેલા સુકવ્યો હતો. તેના મૂળ અને સ્ટેમને કાઢી નાખવાના છે અને માત્ર આપણે તેના પાંદડાને જ સ્ટોર કરવાના છે.
તમે તેને કિચન ટુવાલમાં રેપ કરી લો અને આ પછી તમે એક જીપ બેગની અંદર તેને નાખી દો. ધ્યાન રાખો કે બેગમાં કોઈ પણ પ્રકારનો ભેજ ન હોવો જોઈએ અને તમે તેનાથી એર પણ દબાવી-દબાવીને કાઢી નાખો. ફુદીનાનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકશો. ફુદીનાને ફ્રિજરમાં પણ રાખી શકાય છે અને 15 દિવસ સુધી નોર્મલ ફ્રિજમાં પણ ફેશ રહેશે. હવે તમારે જ્યારે પણ ફુદીનાની જરૂર હોય, તેટલો જ તેને કાઢીને ઉપયોગ કરવો. બાકી વધેલા ફુદીનાને જેમ હતો તેમ જ પેક કરીને રાખી દો.આઈસ ક્યુબની મદદથી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો : ફુદીનાને આઈસ ક્યુબની મદદથી પણ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. જો તમારે ફુદીનાનો ઉપયોગ લાંબા સમય સુધી કરવો છે, તો તમે તેને આ રીતે સ્ટોર કરી શકો છો. ફુદીનાના પાંદડાને ધોઈને તોડી લો, ધ્યાન રાખો કે તેમાં માટી ન રહે. આ પછી ફુદીનાને આઈસ ક્યુબમાં આ રીતે જમાવી લો. હવે તમે ફુદીનાના પાંદડાને ફ્રિજમાં જમાવેલા રાખો અને તમારે જેટલી જરૂર હોય તેટલા જ આઈસ ક્યુબને બહાર કાઢી અને તેનો ઉપયોગ કરો.
કેટલાક લોકોનું એવું માનવું છે કે, ફુદીનાને વધારે દિવસ સુધી સ્ટોર કરવા, એ સારું નથી, કારણ કે ફુદીનાની તાસીર વધારે ઠંડી હોય છે અને ઋતુના બદલાવથી તમને વધારે નુકશાન પણ પહોંચાડી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી