ઇમ્યુનિટી વધારી ગેસ અને કબજિયાત જિંદગીમાં ક્યારેય નહિ થાય, આયુર્વેદ અનુસાર ખાવ આ વસ્તુ પર બનાવેલી રોટલી. શરીર બની જશે નીરોગી…

આયુર્વેદ અનુસાર જો વ્યક્તિ માટીના વાસણમાં બનાવેલ ભોજન જમે છે, તો તે ઘણા પ્રકારના રોગમાંથી મુક્ત થાય છે. કબજિયાત, ગેસ જેવી બીમારી વ્યક્તિથી કોસો દૂર રહે છે. તમે પણ વૃદ્ધ મોટા વડીલો પાસેથી સંભાળ્યું હશે કે, માટીના વાસણમાં બનાવેલ ભોજનથી ઘણા ફાયદાઓ થાય છે. ખરેખર માટીના વાસણમાં બનાવવામાં આવતો ખોરાક માત્ર સ્વાદિષ્ટ જ નહિ, પરંતુ પૌષ્ટિક પણ છે. માટીના વાસણમાં ખોરાક રાંધવાથી તેના પોષકતત્વોનો નાશ થતો નથી. આવો જાણીએ તેના કેટલાક ફાયદાઓ.

આ વિશે જાણવા મળતી માહિતીમાં માટીના વાસણમાં બનાવેલ ખોરાકના ઘણા ફાયદાઓ વિશે કહેવામાં આવ્યું છે. આ વિશે  એક્સપર્ટ(Neha Pathania Expertise in weight loss and therapeutic diets) કહે છે કે, આજકાલ લોકોની વ્યસ્ત જીવનશૈલીમાં લોકોને પોતાના ખાન-પાનની આદતની સાથે હેલ્દી લાઈફ સ્ટાઇલ જીવવાનું પણ મુશ્કેલ થાય છે. આ કારણથી લોકો વધુ બીમાર પડે છે.

પરંતુ વાત જો માટીના વાસણમાં રોટલી બનાવવાની આવે છે તો, તે તમને તમારી ઘણી સમસ્યાથી દૂર કરવામાં મદદ કરી શકે છે. માટીના વાસણમાં ખોરાક રાંધવાથી, તે તમારું પાચનતંત્ર સ્વસ્થ રાખે છે અને ઘણા રોગોથી પણ દૂર રાખે છે.

ગેસથી મુક્તિ : કલાકો સુધી એક જગ્યા પર બેસીને કામ કરવાથી ઘણા લોકોને ગેસની સમસ્યા થતી હોય છે. જો તમે પણ આ સમસ્યાથી ઘેરાયેલા છો, તો માટીની તાવડીમાં બનેલી રોટલીનું સેવન કરો. તમને ખુબ જ ઝડપથી ગેસની સમસ્યાથી મુક્તિ મળી જશે.

કબજિયાત : આજકાલ લોકોનું ખરાબ ખાન-પાન કબજિયાતનું કારણ બની ગયું છે, આ સમસ્યાથી રાહત મેળવવા માટે, માટીના વાસણમાં બનાવેલ રોટલીને તમારી ડાયટમાં સામેલ કરો.

રોગોથી બચવા : માટીના વાસણમાં બનાવેલ ભોજન કરવાથી, તે માટીના તત્વોને અવશોષિત કરીને, રોટલીની પૌષ્ટિકતાને વધારે છે. તેમાં રહેલ પ્રોટીન રોગોથી દૂર રાખે છે અને એ તમારી ઈમ્યુન સિસ્ટમ પણ મજબુત બને છે.

બળતી નથી : માટીના વાસણને તપવામાં સમય લાગે છે, તેથી જ માટીનું વાસણ એક વાર ગરમ થઈ જાય, એ પછી રોટલી શેકતા સમયે તે બળતી નથી અને લાંબા સમય સુધી રોટલી ખરાબ પણ થતી નથી.

માટીની તાવડી અન્ય લોઢી કરતાં શા માટે ઉત્તમ ? : નિષ્ણાંતોનું એવું માનવું છે કે, માટીના વાસણમાં ખોરાક બનાવવાથી પોષકતત્વોનો નાશ થતો નથી, જ્યારે એલ્યુમિનિયમના વાસણમાં ખોરાક બનાવવાથી 87% પોષકતત્વોનો નાશ થઈ જાય છે. પીતળના વાસણમાં ખોરાક બનાવવાથી 7% પોષકતત્વોનો નાશ થઈ જાય છે. સાથે જ, કાંસાના વાસણમાં ખોરાક બનાવવાથી 3% પોષકતત્વોનો નાશ થાય છે. માત્ર માટીના વાસણમાં ખોરાક બનાવવાથી જ 100% પોષકતત્વો હાજર રહે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો : માટીના વાસણમાં ક્યારેય પણ રોટલી તેજ તાપમાં ન શેકો. આવું કરવાથી તમારી તાવડી તૂટી શકે છે. લોઢીનો ઉપયોગ કરતાં પહેલા તેમાં થોડું પાણી લગાવવું જોઈએ. માટીની તાવડીને ક્યારેય પણ સાબુથી ન ધોવી જોઈએ. આવું કરવાથી તે સાબુને અવશોષિત કરે છે. માટીના વાસણને સાફ કરવા માટે સાફ કપડાંનો ઉપયોગ કરો.

આમ તમે માટીની તાવડીમાં રોટલી બનાવીને ખાવ છો તો તેનાથી તમને ઘણા પોષક તત્વો મળી રહે છે. જે તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આમ એક સ્વસ્થ જીવનશૈલી માટે સ્વસ્થ ખોરાકનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment