ભોજન સાથે જોડાયેલી છે આ ખાસ વાતો ! જો નહિ જાણો, તો મુકાય જશો મુશ્કેલીમાં.

મિત્રો દરેક વ્યક્તિ માટે ભોજન એ રોજિંદા જીવનની આવશ્યકતા છે. તેના વગર જીવન જ અશક્ય છે. પરંતુ ભોજનની ખોટી શૈલી, તેનો પ્રબંધ અથવા સ્ટોરેજથી તે ખુબ જ જલ્દી ખરાબ થઈ શકે છે અને એવા દુષિત ભોજનનું સેવન કરવાથી હેપેટાઈટીસ-A અથવા ડાયેરિયા જેવી ઘણી બીમારીઓ થઈ શકે છે. લગાતાર એવા ભોજનનું સેવન કરવાથી વ્યક્તિ ગંભીર રૂપથી બીમાર થઈ શકે છે અને આવા ભોજનથી બાળકોના શારીરિક વિકાસમાં અવરોધ આવે છે. અમુક બુનિયાદી સિદ્ધાંતોને સમજવું અને તેનું પાલન કરવું ભોજનના ખરાબ થવા અને સંક્રમણને ફેલતું રોકવામાં મદદ કરી શકે છે. પોતાના પરિવારને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે અહિયાં અમે તમને અમુક ખાસ ફૂડ સેફ્ટીના નિયમો જણાવશું. જે તમને બીમારીઓથી દુર રાખશે.

ભોજનને યોગ્ય તાપમાન પર રાખો : ભોજન ખરાબ થવા અને સંક્રમણ ફેલવાના જોખમને રોકવા માટે તેના સ્ટોરેજના તાપમાન પર ધ્યાન રાખવું જરૂરી છે. એટલે કે જે જગ્યા રપ ભોજન કરવામાં આવે છે ત્યાંનું તાપમાન શું છે ? ભોજન 40 ડિગ્રી ફોરેનહાઈટ (4.4 ડિગ્રી સેલ્સિયસ) પર ઠંડુ અથવા 140 ડિગ્રી ફોરેનહાઈટ (60 ડિગ્રી સેલ્સિયસ) પર ગરમ રાખવું જોઈએ. 40 ડિગ્રી અને 140 ડિગ્રીની વચ્ચે સીમાને ડેન્ઝર ઝોન માનવામાં આવે છે, કેમ કે આ સીમાની નજીક બેક્ટેરિયા ખુબ જ આસાનીથી વધે છે.

વધેલા ભોજનને જલ્દી ફ્રિઝમાં મૂકી દો : ગરમ ખાદ્ય પદાર્થો સહિત વધેલા કોઈ પણ ભોજનને તરત જ ફ્રિઝમાં મૂકી દેવું જોઈએ. તેને રૂમના સામાન્ય તાપમાન પર ઠંડુ કરવા માટે ન મુકવું જોઈએ. જો ભોજન બન્યાના બે કલાક સુધીમાં ફ્રિઝમાં રાખવામાં ન આવે તો તેમાં બેક્ટેરિયા બનાવની આશંકાવધી જાય છે. બેક્ટેરિયા યુક્ત ભોજન કરવાથી ફૂડ પોઈઝનની આશંકા વધુ થઈ જાય છે.યોગ્ય કટિંગ બોર્ડનો ઉપયોગ કરો : માત્ર એ જ કટિંગ બોર્ડનો ઉપયોગ કરો, જેને કીટાણું રહિત કરી શકાય. રેડી-ટુ-ઈટ ફૂડસના અલગ અલગ બોર્ડ્સનો ઉપયોગ કરો અને જે ખાદ્ય પદાર્થોને પકાવવામાં આવતા હોય. જેમ કે મીટ માટે અલગ બોર્ડ, વેજીટેબલ માટે અલગ. નોન-વેજ અને વેજ બંનેનું કટિંગ એક જ બોર્ડ પર ન કરવું જોઈએ.

હાથને વ્યવસ્થિત ધોવા : કિચનમાં જતા પહેલા અને કિચનમાં હાજર હો એ સમયે હંમેશા હાથ ધોવાની યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરો. આમ જોઈએ તો હવે કોરોના વાયરસના કારણે હાથ ધોવામાં લોકો ખુબ જ ધ્યાન રાખે છે. તેમજ દરેક લોકો 20 સેકેંડ સુધી વ્યવસ્થિત હાથને ધોવે છે. પરંતુ ભોજન બનાવ્યા બાદ અને પહેલા વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.

નાના બાળકોના ડાયપર બદલ્યા બાદ આવી રીતે ધોવા હાથ : ડાયપર બદલ્યા બાદ પોતાના હાથોને સારી રીતે ધોવા જોઈએ. પરંતુ ધ્યાન રાખવાનું કે બાળકોનું ડાયપર બદલ્યા બાદ તરત ભોજન સાથે જોડાયેલું કામ ન કરવું જોઈએ. તમારા હાથને એકદમ વ્યવસ્થિતપણે ધોવા જોઈએ. તેમજ હાથ ધોવામાં સાબુ અને ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને કોરા રૂમાલ દ્વારા હાથ લુછવા જોઈએ.જો બીમારી હોય તો કિચનમાં જવાનું ટાળો : જો અતિસાર હોય અથવા કોઈ બીમારીને ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ લક્ષણ હોય, અથવા તો કોઈ સંક્રમિત ત્વચા અથવા ઘાવ અથવા ખુલા કટ હોય, તો ન તો ભોજન તૈયાર કરવું જોઈએ ન તો પીરસવું જોઈએ. નાના અસંક્રમિત કટને ગ્લવ્ઝ દ્વારા કવર કરીને ભોજન બનાવવાનું કામ કરી શકાય છે.

પડી ગયેલા વાસણનો ઉપયોગ : જો ભોજનનું વાસણ ફર્શ પર પડી જાય તો તેનો ઉપયોગ કરતા પહેલા હંમેશા સાબુ અને પાણીથી ધોવા જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment