આ ત્રણ બેંકમાં તમારા પૈસા છે સૌથી સુરક્ષિત | બીજે મુકતા પહેલા જાણી લો આ ખાસ માહિતી.

આપણે બધા જાણીએ છીએ કે, દુનિયાના દરેક લોકો પોતાની બચતના પૈસા બેંકમાં રાખતા હોય છે. કેમ કે તે પૈસા ઘરમાં સાચવવામાં થોડો ડર રહે છે, કેમ કે જો મોટી રકમમાં પૈસા હોય તો ચોરી, લૂંટફાટ વગેરે જેવી તકલીફોનો ભય રહે છે. એટલા માટે પૈસાને બેંકમાં રાખવું વધારે સુરક્ષિત રહે છે, અને ચોરી લુંટનો ભય રહેતો નથી એટલા માટે લોકો બેંકમાં પૈસા રાખે છે. પણ હાલમાં તો એવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે કે, બેંકમાં પણ પૈસાની લુંટ થવા લાગી છે અને ઘણી બેંકો પણ ગ્રાહકોના પૈસાઓ લઈને શાખા બંધ કરી દે છે. એટલે ઘણી બેંકોનો પણ વિશ્વાસ કરવામાં આવતો નથી.

લગભગ દરેક વ્યક્તિને બેંકમાં તેમના પૈસા રાખવાનું પસંદ કરતા હોય છે. જો કે ઘણી વાર ગ્રાહકોના મનમાં એવો ડર રહે છે કે, બેંકમાં પોતાના પૈસા સલામત છે કે નહિ ? જેમ કે થોડા સમય પહેલા યસ બેંકનો કિસ્સો બન્યો હતો તે પછી લોકોના મનમાં બેંકમાં જમા કરેલા પૈસાની બાબતે ચિંતા વધી રહી હતી. તે પછી આ કોરોના સમયગાળાના કારણે ઘણી બેંકોની પરિસ્થિતિ કટોકટીમાં આવી ગઈ હતી.આવી ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI આ બેંક દેશની ત્રણ મોટી બેંકોમાંથી સૌથી વિશ્વસનીય અને ખાતરી બંધ હોવાના દાવાઓ કરી રહી હતી. પણ સરળ શબ્દોમાં કહીએ તો જો આ ત્રણ બેંકમાંથી કોઈ પણ બેંકમાં તમારું ખાતું હોય તો તેમાં રહેલા તમારા પૈસા સંપૂર્ણ રીતે સલામત હોય તેવું માનવું. RBI એ આ બાબતને ધ્યાનમાં રાખી D-SIB ના લીસ્ટને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું અને હાલમાં તે અંગેની માહિતી પણ આપવામાં આવે છે.

D-SIB નું પૂરું નામ ડૉમેસ્ટિક સિસ્ટમલી અગત્યની બેંકો છે, જો તમે તેને સરળ શબ્દોમાં સમજો તો, આવી બેંકો કે જેના પર તમે સૌથી વધારે વિશ્વાસ કરી શકો છો. D-SIB તે બેંક 2020 ની યાદીમાં RBI એ જે ત્રણ મોટી બેંકના નામ જાહેર કરવામાં આવ્યા હતા તે આ પ્રમાણે છે. ભારતીય સ્ટેટ બેંક(SBI), આઈસીઆઈસીઆઈ બેંક(ICICI) અને એચડીએફસી બેંક(HDFC) આ ત્રણ બેંકના ખાતામાં તમારા પૈસા સલામત રહે છે. તે બેંકના કાર્યકરો લોકોને  ભરોસા દ્વારા હિંમત આપવામાં આવે છે.આરબીઆઈના આધારે SBI, ICICI ને HDFC એ ત્રણે એવી બેંકો જેમણે અઘરા સંજોગોમાં પણ ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. એટલા માટે તમે આ વર્ષથી આ ત્રણે બેંક પર વિશ્વાસ કરી શકો છો. કેમ કે હવે આ ત્રણેય બેંક ભરોસાપાત્ર માનવામાં આવે છે. તે બેંકના કાર્યકરો દરેક વ્યક્તિને યોગ્ય સલાહ આપે છે અને પોતાના પૈસા કેમ સલામત રાખવા અંગે માહિતી આપવામાં આવે છે.

આ ત્રણેય બેંકમાં તમારા પૈસા સંપૂર્ણ  રીતે સલામત રહે છે. મોટામાં મોટી લેણદાર બેંકોની યાદીમાં આ ત્રણેય બેંકના નામ ઉમેરવામાં આવ્યા છે. આ બેંકો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ 2020 માં વ્યવસ્થિત અને મહત્વની સ્થાનિક બેંકો માનવામાં આવે છે. આ બેંકમાં ક્યારેય પણ ગેરકાયદેસર કંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.

જોખમી ભારતીય સંપત્તિની ટકાવારીના રૂપમાં ભારતીય સ્ટેટ બેંક વધારાની સીઈટી 1 જરૂરિયાત ૦.6 ટકા છે. ICICI અને HDFC બેંક માટે આ આકડાઓ ૦.2 ટકા છે. મતલબ કે આ ત્રણેય બેંકમાં SBI બેંક મજબુત સ્થિતિમાં છે. અને આ વર્ષથી SBI બેંકને દેશની નંબર 1 બેંક પણ કહેવામાં આવે છે. SBI બેંક એ એક ભારતીય મલ્ટીનેશનલ, જાહેર ક્ષેત્રની બેંકિંગ અને નાણાકીય સેવાઓ વૈધાનિક સંસ્થા છે તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment