દરેક વ્યક્તિ જીવનમાં પૈસા કમાવવા માંગે છે, પરંતુ ધન તેની જ સાથે રહે છે, જેને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. જો કે, પૈસા કમાવવા માટે સખત મહેનત અને સમર્પણ ખુબ જ જરૂરી છે. પરંતુ ઘણી વખત, લાખ પ્રયત્નો અને સખત મહેનત પછી પણ, વ્યક્તિ જોઈએ એટલા પૈસા કમાવા માટે સક્ષમ નથી હોતો. તો તેવામાં કેટલાક લોકો એવા છે જેમને જન્મથી જ ધનવાન થવાનો આશીર્વાદ મળી ગયેલો હોય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં પણ અમુક એવા સંકેતો જણાવવામાં આવ્યા છે. એ સંકેતો આપણને એવું જણાવે છે કે તમે જીવનના કોઈ પણ તબક્કામાં ધનવાન જરૂર બનશો અથવા તો ધનવાન બનવાના રસ્તા એ સંકેતોમાં છુપાયેલા હોય છે. આપણા શરીરના અમુક એવા અંગો હોય છે જેના પર તલ હોય છે.
તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એ તલ જણાવે છે કે તમે ક્યારેય અને કેવી રીતે ધનવાન બનશો. માટે જાણો ક્યાં અંગ પર તલ હોય તો આપણે ધનવાન બનીએ. તલ આપણને આપણા ભવિષ્ય વિશે જણાવે છે. જો કે દરેક તલ શુભ નથી હોતો, પરંતુ કેટલાક તલ શુભ હોય છે અને ભવિષ્યમાં શું થવાનું છે ? તે પણ સૂચવે છે.
કાન પર તલ : જો કાનના બૂટિ પર તલ હોય, એટલે કે જ્યાં કાનને કાનની બુટી પહેરવા માટે વીંધવામાં આવે છે, ત્યાં તલ હોવું શુભ છે. આ તલ સૂચવે છે કે, વ્યક્તિ તેની મહેનત અને પ્રામાણિકતાના બળ પર ઘણા પૈસા કમાશે. આવા લોકો મનમાં તીક્ષ્ણ હોય છે, પરંતુ કોઈને છેતરવું એ તેમનો સ્વભાવ નથી. તેમની મહેનતના બળ પર તેઓ એક મોટા સ્થાન પર પહોંચે છે અને ધનવાન બને છે.
છાતી પર તલ : છાતી પર રહેલો તલ ઘણી દિશાઓ સૂચવે છે, પરંતુ જો તલ છાતીની જમણી બાજુ હોય તો તે શુભ છે. આવા લોકોને વૈભવી જીવન ગમે છે. સારી વાત એ છે કે, તેમને પૈસા કમાવવા માટે બહુ મહેનત કરવી પડતી નથી, કારણ કે તેઓ તેમના પૂર્વજો પાસેથી ઘણું બધું મેળવે છે. પરંતુ આવા લોકો ખુબ સારા અને દિલના સ્વચ્છ પણ હોય છે, તેથી લોકો હંમેશા તેમની મદદ માટે ઉભા રહે છે.
ગાલ પર તલ : ગાલ પર એક તલ હોય તેને સામાન્ય રીતે સુંદરતા સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ ગાલ પર થોડા તલ સૂચવે છે કે, તમે શ્રીમંત હોય શકો છો. ખાસ કરીને જો ગાલની જમણી બાજુ છછુંદર હોય તો તે સૂચવે છે કે લગ્ન પછી તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને તમને વધુ પૈસા કમાવાની તકો મળશે. સારી વાત એ છે કે, આવા લોકો ગમે તે ક્ષેત્રમાં હોય, તેમને હંમેશા સારી તકો મળે છે અને પૈસા કમાવાની તકો પણ મળતી રહે છે.
કપાળ પર તલ : કપાળની મધ્યમાં તલ હોવું શુભ માનવામાં આવે છે. પરંતુ આ તલ ઘેરા કાળા રંગનો ન હોવો જોઈએ. જો તલ આછો ભુરો અથવા લાલ રંગનો હોય, તો ઘણી રીતે તે તમારા માટે શુભ રહેશે. ઉપરાંત, આ તલ સૂચવે છે કે, તમને નાની ઉંમરે નોકરીમાં સારું પ્રમોશન મળશે અને તમને સારો પગાર મળશે. જો આવા લોકો બિઝનેસમેન હોય તો તેમને પણ તેમાં નફો મળે છે.
પગ પર તલ : જો કોઈ વ્યક્તિના અંગૂઠા પર તલ હોય, તો આ તલ સૂચવે છે કે, તે શ્રીમંત છે. સંપત્તિની સાથે સાથે આવા લોકોને સમાજમાં ઘણું સન્માન પણ મળે છે. આવા લોકોના પરિવારમાં પણ ઘણું માન હોય છે. અંગૂઠા પર તલ હોવું એ પણ સૂચવે છે કે, વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં હાર માનતો નથી. ખરાબ સમયનો હિંમતથી સામનો કરે છે. આવા લોકો પર દેવી લક્ષ્મીની પણ વિશેષ કૃપા હોય છે.
હાથ પર તલ : જો હથેળી પર રાહુ પર્વત પર તલ હોય, એટલે કે હથેળીની વચ્ચે તલ હોય તો તે પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. ચાલો તમને જણાવી દઈએ કે, આવા લોકોને નાનપણથી જ પૈસાની ખુશી ન મળી હોય, પરંતુ જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તેમને અચાનક સફળતા મળે છે અને તેમના પર પૈસાનો વરસાદ શરૂ થાય છે. જી હા મિત્રો, તેમને સખત મહેનત કરવી પડે છે અને સંઘર્ષ કરવો પડે છે, પરંતુ એક વખત તેમની પાસે પૈસા આવે તો પછી તેમને ક્યારેય પૈસાની કમી રહેતી નથી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી