આજના સમયમાં આપણે બધા જ જાણીએ છીએ કે સ્ત્રી અને પુરુષ વચ્ચેની અર્થ રેખા ઓછી થવા લાગી છે. કેમ કે આજે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ઘરની અર્થવ્યવસ્થામાં પૂરો સહકાર આપતી હોય છે. આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રી પોતાના હુનરને લોકો સામે દર્શાવી રહી છે. પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવશું જ્યાં મોટાભાગે મહિલાઓ જ દુકાનો સંભાળતી જોવા મળે છે. ત્યાંની મહિલાઓ દુકાનો પર બેસીને એક પુરુષની જેમ જ પૈસાની કમાણી કરે છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે ક્યો છે એ દેશ અને શા માટે ત્યાં મહિલાઓ દુકાનો સંભાળે છે.
મિત્રો અમે જે દેશની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે નેપાળ. જે તે સમયે તે આપણા દેશમાંથી વિખુટા પડીને અલગ દેશ બનાવવામાં આવ્યો હતો. નેપાળ એક નાની એવી અર્થવ્યવસ્થા વાળો નાનો એવો દેશ છે. નેપાળ દેશમાં આમ તો ઘણી બધી ખૂબીઓ જોવા મળે છે. ત્યાંના અમુક સ્થળો ઐતિહાસિક અને ખુબ જ પ્રસિદ્ધ છે. આખા વિશ્વમાંથી ત્યાં લોકો ફરવા માટે જાય છે. પરંતુ આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એવું તો શું કારણ છે કે, ત્યાંની મહિલાઓએ દુકાનો પર બેસવું પડે છે. નેપાળમાં મિત્રો આપણે જોઈએ તો ત્યાંની મોટાભાગની દુકાનોમાં મહિલાઓ જ બેસેલી જોવા મળે છે. પરંતુ તેની જગ્યાએ આપણા દેશમાં જોવામાં આવે તો પુરુષો વધારે જોવા મળે છે. તો ચાલો જાણીએ કે નેપાળમાં આવું શા માટે હોય છે. તેનું કારણ એ છે કે નેપાળમાં દરેક વર્ષે કોઈને કોઈ પ્રાકૃતિક વિપદા, જેમ કે ભૂકંપ અથવા પુર જેવી સ્થિતિ આવતી રહે છે. જે ત્યાંની ગરીબી વધારવા માટે કોઈ જ કસર નથી છોડતી. એટલા માટે ત્યાંનો યુવાવર્ગ જેમાં છોકરીઓ અને છોકરાઓ બંને શામિલ છે, તે પોતાના દેશની બહાર જઈને રોજગારની તલાશ કરે છે. ઘણી વાર તેવો ભારતમાં આવી જાય છે, તો ઘણા લોકો દુબઈ અથવા ખાડીના દેશમાં પોતાની કાબિલિયત અનુસાર નોકરીઓ કરી લે છે.
નેપાળના ઘણા યુવાનો જે થોડા ઘણા અભ્યાસ કરેલ છે, તે લોકો મોટાભાગે હોટેલો અથવા રેસ્ટોરન્ટ અથવા તો દરેક સ્તરમાં કામ કરતા જોવવા મળે છે. જેને ભારતમાં તમે આસાનીથી જોઈ શકો છો. ખાડીના દેશોમાં જે લોકો અભ્યાસ કરેલ હોય છે અથવા તો કોઈ કોઈ ખાસ વિશેષતા ધરાવતા હોય તે મોટી હોટેલોથી લઈને નાના ખાનપાનની દુકાનોનો પણ બેઝ્નેસ કરતા જોવા મળે છે. ઘણા યુવાનો અથવા વયસ્ક નેપાળીઓ જેને આપણે ગુરખાના નામે પણ ઓળખીએ છીએ. તેવો ભારતમાં આવીને પહેરેદારી અથવા તો વોચમેંનું કામ પણ કરતા હોય છે. તેના સિવાય નેપાળના અભ્યાસ કરેલ યુવાનો, મોટાભાગે પુરુષો દેશની બહાર જ નોકરી શોધવામાં લાગી જાય છે. કેમ કે તેને ખબર છે કે પોતાના દેશમાં પૂરતા પ્રમાણમાં રોજગાર મળવાનો નથી. કેમ કે ત્યાં હજુ અન્ય દેશોની જેમ વિકાસ નથી જોવા મળતો. પરંતુ તેના બદલામાં કુદ્ત્રી આફતના કારણે ત્યાં દર વર્ષે ઘણું બધું નુકશાન પણ થાય છે. લોકોની બની બનેલી જિંદગી પણ વિખાય જાય છે. માટે ત્યાના યુવા પુરુષો અન્ય દેશોમાં રોજગાર માટે જતા રહે છે. તેની મહિલાઓ ત્યાં જ દુકાનો જેવી નાની નાની કમાણી કરીને ગુજરાન ચલાવે છે.
આ પ્રકારે નેપાળના મોટાભાગના પુરુષો કામ અને કમાણી કરવાના કારણે શહેર અથવા તો દેશની બહાર રહેતા હોય છે. તેના ઘરોમાં મહિલાઓ જ બધું જ કામકાજ સંભાળી છે. એટલા માટે જ નેપાળની હોટેલ, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં મહિલાઓ કામ કરતી જોવા મળે છે.
If one knows they are disadvantaged in every parts, then why go away from the mainstream to show your helplessness? Be united and prosper. These Nepal People are still struggling and offer their slaveness to work in other countries. Stay with Bharat be prosper & progress.