તમારી આ આદતો આપણને ધકેલી શકે છે ગંભીર સમસ્યાઓમાં

મિત્રો દરેક લોકો જાણે છે કે, વધારે માત્રામાં ધુમ્રપાન કરવું અથવા જંક ફૂડ ખાવાથી આપણા સ્વાસ્થ્ય પડે નકારાત્મક અસર પડે છે. પરંતુ આપણા સામાન્ય જીવનમાં પણ ઘણી બધી એવી આદતો હોય છે, જે આપણા માટે ખુબ જ હાનિકારક બની શકે છે. આ આખરબ આદતો આપણા જીવનનો હિસ્સો બની ગઈ છે. તેના પરિણામ રૂપે આપણા સ્વાસ્થ્યમાં ખરાબી આવી શકે છે. તો આજે આ લેખમાં અમે તમને અમુક રોજીંદા જીવનની આદતો વિશે જણાવશું, જે આપણા માટે નુકશાનકારક હોય છે. માટે આ લેખને અવશ્ય વાંચો કેમ કે આ આદતો માંથી તમને પણ એકાદ આદત હોય શકે છે.

વોલેટ રાખવું : લગભગ દરેક પુરુષ પોતાના વોલેટને પાછળના ખિસ્સામાં રાખતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે પાછળના ખિસ્સામાં વોલેટ રાખવું તે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. પાછળના ખિસ્સામાં વોલેટ રાખીને આપણે બેસીએ તો આપણી કરોડરજ્જુનું હાડકું પ્રભાવિત થાય છે અને સમય રહેતા તેમાં દુઃખાવાની સમસ્યા થઇ શકે છે. લાંબા સમય સુધી વોલેટ પર બેસવાથી આપણને પીઠમાં દુઃખાવો, સ્નાયુમાં સમસ્યા જેવી અન્ય પણ પીઠને લગતી બીમારી થઇ શકે છે.હાથને ગરમ પાણીથી ધોવા : અલગ અલગ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ગરમ અને ઠંડા પાણીથી કીતાનુંને મારવા અને આપણા હાથમાંથી બેક્ટેરિયાને સાફ કરવા માટે સમાન રૂપે પ્રભાવી હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગરમ પાણીથી હાથ સાફ કરવા, તેના બદલે જો ઠંડા પાણીથી હાથ સાફ કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી રહે છે. લોકો એવું પણ કહેતા હોય છે કે, ગરમ પાણીથી બેક્ટેરિયા દુર થાય. તો તમને જણાવી દઈએ કે આ ખોટી ધારણા છે. માટે જ્યારે પણ હાથ ધોવા હોય ત્યારે ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. ગરમ પાણીથી હાથ ધોવામાં આવે તો આપણા હાથ મુલાયમ બની જાય છે જેના કારણે આપણા હાથમાં કીટાણું રહેવાની સંભાવના રહે છે.

સુવા સમયે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરવો : સુવા સમયે પથારીમાં જો આપણે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવાથી આપણી ઊંઘને નુકશાન થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે દિવસના અન્ય સમયે પણ જો વધારે ઇલેક્ટ્રિક સાધનો એટલે કે મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી જેવા સાધનો આપણી ઊંઘની ગુણવત્તા ઘટાડી નાખે છે. ઇલેક્ટ્રિક ઉપકરણો આપણને તણાવ સહીત અન્ય શારીરિક સમસ્યાઓ પણ આપી શકે છે. માટે સુવા સમયે બને ત્યાં પુસ્તકનું વાંચન કરવું જોઈએ.

ઉતાવળે ભોજન કરવું : ઘણા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ઉતાવળથી જલ્દી જલ્દી ભોજન કરવું તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓ લાવી શકે છે. ઝડપથી ભોજન કરવામાં આવે તો આપણા શરીરનું વજન ઝપડી વધે છે. સાથે સાથે હૃદય રોગ, ડાયાબિટીસ અને હાર્ટએટેક જેવી પણ સમસ્યા થઇ શકે છે. માટે હંમેશા શાંતિ સાથે અને તણાવ મુક્ત થઈને ભોજન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. ભોજન બાદ બ્રશ કરવું : ઘણા લોકોને એવી ટેવ હોય છે કે, ભોજન કર્યા બાદ બ્રશ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ભોજન બાદ બ્રશ કરવું તે આપણા દાંત માટે નુકશાનકારક થઇ શકે છે. કેમ ભોજન બાદ આપણા મોંમાં લાળ ઉત્પન્ન થાય છે. જે આપણા શરીરમાં અમુક એસિડને પુરા પાડે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે. પરંતુ જો ભોજન બાદ તુરંત બ્રશ કરવામાં આવે તો લાળ ઉત્પન્ન થતી બંધ થઇ જાય છે. ભોજન બાદ બ્રશ કરવાનો મતલબ થાય કે દાંત પર તૂટી પડવું. પણ તમને જણાવી દઈએ કે બને ત્યાં સુધી ભોજન બાદ બ્રશ ન કરવું જોઈએ, પરંતુ જો તેમ છતાં બ્રશ કરો, તો અડધો કલાક બાદ કરવું જોઈએ.

ઈયરસ્ટીકથી કાન સાફ કરવો : મિત્રો કાન સાફ કરવા માટે લોકો ઈયરસ્ટીકનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે ઈયરસ્ટીક આપણા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેનાથી કાન સાફ કરવામાં આવે તો ઈયરવેક્સને કાનની નહેરમાં વધારે નીચે ધકેલી દે છે. તેનાથી સંક્રમણ, છિદ્રિત ઈયરડ્રમ્સ, પ્રભાવિત ઈયરવેક્સ અને ટીનીટસ પણ થઇ શકે છે. પરંતુ તમને જણાવીએ તો બને ત્યાં સુધી આપણા કાનના મેલને અંદર જ રહેવા દેવો જોઈએ તે આપમેળે જ બહાર આવી જાય છે. તેના બહાર કાઢવા માટે આવા પ્રયાસો ન કરવા જોઈએ. માટે ઈયરસ્ટીકનો ઉપયોગ કાન સાફ કરવા માટે ક્યારેય પણ ન કરવો જોઈએ.

વધારે પ્રમાણમાં રસ પીવો : મિત્રો સંતરાના રસમાં વિટામીન-C, વિટામીન-B, અને વિભિન્ન એન્ટીઓક્સીડેન્ટ રહેલું હોય છે. આમ તો જ્યુસ પીવું તે સ્વસ્થ આદત માનવામાં આવે છે. પરંતુ જો તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે તે હાનિકારક પણ થઇ શકે છે. વધારે પ્રમાણમાં જ્યુસનું સેવન કરવાથી આપણા દાંતમાં સડો, ટાઈપ-2 ડાયાબિટીસ અને મોટાપાનું કારણ પણ બની શકે છે. વધારે જ્યુસ પીવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કેમ કે, તેમાં ઉચ્ચ સ્તરનું ફ્રુક્ટોજ હોય છે. માટે રસોનું સેવન પ્રમાણમાં જ કરવું જોઈએ. વધારે પ્રમાણમાં નમકનું સેવન : આપણા ભોજનમાં સ્વાદ વધારવા માટે નમક ખુબ જ આવશ્યક હોય છે, પરંતુ વધારે પ્રમાણમાં નમક આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. નમકનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર સીધો પ્રભાવ પડે છે. વધારે પ્રમાણમાં નમકથી બ્લડ પ્રેશર, હૃદય રોગ અને પેટના કેન્સર જેવી સ્થિતિથી જોડાયેલ છે. આપણા સ્વાસ્થ્ય માટે આમ તો નમક જરૂરી છે, કેમ કે તે આપણા શરીરમાં પાણી બનાવી રાખે છે. વધારે નમક, ધમનીઓ અને કીડનીમાં તણાવ પણ આપી શકે છે.

વધારે પ્રમાણમાં સુઈ રહેવું : ઊંઘ કર્યા બાદ આપનું શરીર નવું બની જાય છે. કેમ કે વ્યક્તિ જ્યારે આખો દિવસ કામથી થાકીને ઘરે પથારીમાં પડતાની સાથે જ સુઈ જાય. પરંતુ સવારે જ્યારે એ વ્યક્તિ ઉઠે ત્યારે તેનું શરીર નવું હોય તેવું મેહસૂસ થાય છે. પરંતુ અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે, વધારે પ્રમાણમાં ઊંઘ કરવી તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપનો સુવાનો યોગ્ય સમય 7 થી 9 કલાક હોય છે. તેનાથી વધારે પ્રમાણમાં ન સુવું જોઈ.

બેસી રહેવું : લોકો કામ કરતા હોય, અધ્યયન કરતા હોય, ઓફિસમાં કામ કરતા હોય તો મોટા ભાગે ખુરશી પર બેસી રહેતા હોય છે. તો તમને જણાવી દઈએ કે સતત વધારે સમય સુધી બેસી રહેવું તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બધી સમસ્યાઓને લાવે છે. માટે તમે જો સતત કોઈ પણ કામને લઈને બેસી રહેતા હો, ભવિષ્યમાં તમારે ઘણી બધી બીમારીનો સામનો કરવો પડે. દિવસમાં વધારે સમય સુધી બેસી રહેવામાં આવે તો સમય પહેલા મૃત્યુ, ટાઈપ-2 ડાયાબિટીસ, હૃદય રોગ અને શરીર વધાવની સમસ્યાઓ થઇ શકે છે. જો ઓફિસમાં કામ કરતા હો તો એક કલાક બાડ પાંચ મિનીટ ઉભા રહીને બ્રેક લઇ લો અથવા થોડા કદમ ચાલો.

Leave a Comment