સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થયા છે નવા બદલાવ | મળશે 73 લાખ રૂપિયા

મિત્રો દીકરીના ભવિષ્યને આર્થિક રૂપે સુરક્ષિત કરવા માટે, સુકન્યા સમૃદ્ધિ યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરી માટે રોકાણ કરવું તે બહેતર માનવામાં આવે છે. તેની પાછળનું સૌથી સારું કારણ એ છે કે, આ સ્કીમ સરકારી છે. તેમજ તેમાં સૌથી સારું રીટર્ન પણ મળે છે. તેના સિવાય દીકરી જો 10 વર્ષ કરતા ઓછી ઉંમરની હોય તો તેના માટે ઉંચ્ચ શિક્ષણ અને ભવિષ્યમાં તેના લગ્ન માટે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના રોકાણ કરવા માટે ખુબ જ સારો ઉપાય છે. પરંતુ આ યોજનામાં હાલ બદલાવ થયો છે. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. 

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે, જેના વિશે 12 ડિસેમ્બર, 2019 ના રોજ એક સુચના દ્વારા જણાવવામાં આવ્યું હતું. નાણાકીય મંત્રાલય દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં શું બદલાવ કરવામાં આવ્યા છે તેના જણાવ્યું છે. તો આ યોજનામાં જે બદલાવ થયા છે એ જાણીએ. 

સમય પહેલા બેન્ક એકાઉન્ટબંધ કરવા :  સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જે નવા બદલાવ થયા એ અનુસાર, જો નક્કી કરવામાં આવેલ સમય પહેલા કોઈ સુકન્યા એકાઉન્ટને બંધ કરવું હોય, તો તેની પરવાનગી મળી ગઈ છે. બાળકી અથવા દીકરીને કોઈ ગંભીર બીમારી અથવા માતા-પિતાના મૃત્યુની સ્થિતિમાં જો સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને બંધ કરવું હોય, તો કરી શકાય છે. આ પહેલા એવો નિયમ હતો કે, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને તો જ બંધ કરી શકાય, જો બાળકીનું મૃત્યુ થયું હોય અથવા તો તેના નિવાસ સ્થાનને બદલવામાં આવ્યું હોય. પરંતુ નવા બદલાવ બાદ હવે એકાઉન્ટ બંધ કરાવી શકાય છે. 

સુરક્ષિત ભવિષ્ય : તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોઈ મોટા બદલાવ નથી થયા. પરંતુ e જાણવું જરૂરી છે કે દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેની આ સરકારી બચત સ્કીમમાં શું ફેરફાર કરવાના આવ્યા. 

વધારે વ્યાજ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નવા નિયમ હેઠળ, જો તમે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયાની રકમ જમા ન કરી શકો, તો પણ એ એકાઉન્ટ એ સ્થિતિમાં જ રહેશે. નવા નિયમ અનુસાર જો ડિફોલ્ટ એકાઉન્ટમાં જમા રકમ પર પણ વ્યાજ મળશે, જે નિયમિત એકાઉન્ટ પર મળતું એ પ્રમાણે. 

સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને કેવી રીતે ઓપરેટ કરવું : નવા નિયમો અનુસાર સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ દીકરીના 18 વર્ષ સુધી જ નહિ ચલાવી શકાય. પહેલા એવો નિયમ હતો કે સુકન્યા એકાઉન્ટને દીકરી 10 વર્ષની ઉંમર પછી પોતાના સુકન્યા એકાઉન્ટને ઓપરેટ કરી શકતી. પરંતુ હવે નવા નિયમ પ્રમાણે સુકન્યા એકાઉન્ટ દીકરીના વાલી જ ચલાવી શકે છે. 

બે કરતા વધારે દીકરી હોય તો : જો તમારે બે કરતા વધારે દીકરી હોય તો, તેના માટે ખોલવામાં આવતું સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટના નિયમ પણ બદલી ગયા છે. જો તમે બે દીકરી કરતા વધારે દીકરી માટે સુકન્યા એકાઉન્ટ ખોલાવો છો, તો તેના જન્મના પ્રમાણપત્રોને એક સાથે એફિડેવિટ કરવાની જરૂર પડે છે. પરંતુ જુના નિયમ અનુસાર વાલીઓએ મેડીકલ સર્ટિફિકેટ આપવું પડતું. પરંતુ હવે જન્મ પુરાવા આપવા પડશે. 

ક્યાં નિયમો બદલ્યા : તેના સિવાય સુકન્યા એકાઉન્ટ સાથે સંબંધિત ઘણી જોગવાઈ બદલાઈ ગઈ છે અને અમુક વિશે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. નવા નિયમમાં ભૂલથી જમા વ્યાજને પરત લેવા માટે રોકવામાં આવ્યું છે. હવે સુકન્યા એકાઉન્ટમાં દરેક આર્થિક વર્ષના અંતમાં વ્યાજ આપવામાં આવશે. 

Leave a Comment