પેટ્રોલ કરતાં ડીઝલ ગાડીઓમાં શા આપે છે વધુ માઈલેજ ? કારણ જાણીને થઈ જશો ચકિત… મોટાભાગના લોકો નથી જાણતા પેટ્રોલ અને ડીઝલ કાર વચ્ચેનો આ તફાવત…

મિત્રો લગભગ મોટાભાગના લોકો પેટ્રોલ કારની જગ્યાએ ડીઝલ કાર લેવાનું વધુ પસંદ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે, પેટ્રોલ કરતા ડીઝલ કાર માઈલેજ વધુ આપે છે. પરંતુ શા કારણે આવું થાય છે તેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. માટે આજે આ લેખમાં અમે તમને આ ખાસ માહિતી જણાવશું, જે લગભગ લોકો માટે ઉપયોગી સાબિત થશે.

બધા જ જાણે છે કે, ડીઝલ કાર એ પેટ્રોલ કારની તુલનાએ વધારે માઇલેજ આપે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે આવું થાય છે શું કામ ? તો ચાલો જાણીએ તેની પાછળનું મૂળ કારણ…

માઈલેજ વાળી ગાડીઓ હંમેશાથી જ ભારતીય ગ્રાહકોની પહેલી પસંદ રહી છે. ગ્રાહકો ગાડી ખરીદતી વખતે એવી ગાડીને વધુ મહત્વ આપે છે જે, માઈલેજ વધારે આપતી હોય. જેવું કે બધા જ જાણે છે કે ડીઝલ કાર એ પેટ્રોલ કારની તુલનાએ વધારે માઈલેજ આપે છે. આ લેખમાં તમને એ જાણવા મળશે કે ડીઝલ શા માટે ગાડીઓ માટે વપરાય છે.

આ વાતને એ રીતે સમજી શકીએ કે, હ્યુન્ડાઈની ગ્રૈંડ i10 નિયોઝ પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએંટમાં ઉપલબ્ધ છે. કંપની પેટ્રોલ વર્ઝન વાળી કારમાં પ્રતિ લિટર 20.7 કિમીના માઇલેજનો દાવો કરે છે, તેમજ ડીઝલ વર્ઝન વાળી કારમાં પ્રતિ લિટર 26.2 લિટરના માઈલેજનો દાવો કરે છે. હવે સવાલ એ છે કે, સમાન એન્જિન ક્ષમતા વાળી ગાડી હોવા છતાં ડીઝલ વેરિએંટ શા કારણે વધારે માઈલેજ આપે છે.

ડીઝલમાં વધારે ઉર્જા : એક ફ્યુલના રૂપમાં ડીઝલમાં વધારે ઉર્જા હોય છે. પ્રતિ લિટર ડીઝલ, પ્રતિ લિટર પેટ્રોલની તુલનાએ વધારે ઉર્જા મુક્ત કરે છે. ડીઝલમાં પ્રતિ લિટર 38.6 મેગા જોલેસ ઉર્જા મળે છે, જ્યારે એક લિટર પેટ્રોલમાં માત્ર 34.8 મેગા જોલસ ઉર્જા મળે છે. આથી ડીઝલ કાર વધુ માઈલેજ આપે છે.

ડિઝલને સ્પાર્કની જરૂર નથી પડતી : ડીઝલ એક એવું ઈંધણ છે, જે પેટ્રોલની જેમ ઉચ્ચ જ્વલનશીલ હોતું નથી. જો કે વધારે તાપમાનમાં તે ઓટો ઇગ્નાઈટ થઈ જાય છે. આ જ તે સિદ્ધાંત છે જેના પર ડીઝલ એન્જિન કામ કરે છે. ડીઝલ એન્જિનના સિલેન્ડરમાં ઉચ્ચ અનુપાતમાં હવા કંપ્રેસ થાય છે. આ અનુપાત લગભગ 18:1 અથવા 21:1 હોય છે. હવાને કંપ્રેસ કરવાથી હિટ ઉત્પન્ન થાય છે. આ રીતે જ્યારે સિલેન્ડરમાં તાપમાન 210 ડિગ્રી સેન્ટીગ્રેટથી ઉપર જાય છે તો સિલેન્ડરમાં ખુબ જ થોડી માત્રામાં ડીઝલ સ્પ્રે થાય છે. આ રીતે એન્જિનમાં એગ્નિશન ઉત્પન્ન થાય છે. તે જ કારણ છે કે, ખૂબ જ ઠંડીમાં ડીઝલ એન્જિન સ્ટાર્ટ કરવામાં થોડો સમય લાગે છે.

ડિઝલનો ઓછો વપરાશ : ડીઝલ એન્જિનમાં સિલેન્ડરમાં ઈંધણને સ્પ્રે કરવામાં આવે છે. તે કારણે પેટ્રોલની તુલનાએ તેનો ઓછો વપરાશ થાય છે. બીજી રીતે ડિઝલની બર્નિંગ કેપેસિટી સારી હોય છે. તે ધીરે ધીરે બળે છે. આ રીતે તે લાંબા સમય સુધી ચાલી શકે છે.

ડીઝલ ગાડીઓનું વેચાણ : ડીઝલ એન્જિનમાં સારી માઇલેજ મળવા છતાં પણ તેનું વેચાણ સતત ઘટી રહ્યું છે. વર્ષ 2012-13 માં દેશમાં વેચાતી કુલ ગાડીઓમાં ડીઝલ ગાડીઓનું પ્રમાણ 58 ટકા હતું, જે હવે ઘટીને 17 ટકા થઈ ગયું છે. તેની પાછળ મુખ્ય કારણ ડિઝલના ભાવમાં થયેલો વધારો છે. તેના કારણે હવે પેટ્રોલ ડિઝલના ભાવમાં મુશ્કેલીથી હવે 7 થી 10 રૂપિયાનો તફાવત રહી ગયો છે. જે એક દશક પહેલા 20 થી 25 રૂપિયા પ્રતિ લિટર હતો. ભાવ વધારાને કારણે લોકો વધારે માઈલેજ મળવા છતા ડીઝલ ગાડી કરતાં પેટ્રોલ ગાડીઓને પસંદ કરી રહ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment