વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર, સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

આપણે બધા જ હનુમાનજી વિશે ખુબ જ સારી રીતે જાણીએ છીએ. હનુમાનજીને સંકટ મોચન કહે છે. કેમ કે હનુમાનજી માટે એવું કહેવામાં આવે છે કે તેઓ આપણા દરેક સંકટને દુર કરે છે. તો આજે અમે તમને આ લેખમાં એવી જ ઘટના વિશે જણાવશું. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

તેમાં આકસ્મિક જે ઘટના બની તેણે લોકોની શ્રદ્ધા વધારી છે. એ ફોટો હાલ ફેસબુકથી લઈને ટ્વિટરમાં પણ લોકો ખુબ જ શેર કરી રહ્યા છે. આ ફોટોને જોઇને લોકો એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, “અમસ્થા જ હનુમાનજીને સંકટ મોચન નથી કહેતા.”

તે ફોટોની અંદર તમે પણ જોઈ શકો છો કે, એક વીજળીનો થાંભલો નીચે પડવા જઈ રહ્યો હતો, પરંતુ તે થાંભલો નીચે ન પડ્યો અને બજરંગ બલીના હાથ પર અટકી જાય છે. ફોટોમાં જોવા મળી રહ્યું છે કે હનુમાનજીના ડાબા હાથમાં પહાડ છે અને તેના પર થાંભલો અટકી ગયો છે. પરંતુ એવું જાણવા નથી મળ્યું કે, આ ફોટો ક્યાંનો છે. હનુમાનજી પ્રત્યે લોકોની જે આસ્થા છે તે આ ફોટોમાં સ્પષ્ટ દેખાય રહી છે.

સોશિયલ મીડિયામાં આ ફોટો પર ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો દર્શાવ્યા છે. તો લોકોનું હનુમાનજી વિશે એવું પણ કહેવું છે કે, જ્યારે કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા પર જઈએ ત્યારે ત્યાં રસ્તામાં ઘણા બધા હનુમાનજીના દેવ સ્થાનો આવે છે, જે દરેક ભક્તજનોને હિંમત અને જુસ્સો આપે છે.

પરંતુ આ ફોટોને લઈને એક ખાસ વાત તમને જણાવી દઈએ કે, લોકોએ આ ફોટોને જોતા મોટાભાગે “જય શ્રી રામ” જ લખ્યું છે. સાથે સાથે ઘણા લોકોએ કોમેન્ટમાં હનુમાનજીના આ સ્થાન વિશે પણ પૂછ્યું હતું. પરંતુ તેનો કોઈ જ જવાબ હજુ સુધી જાણવામાં આવ્યો નથી.

Leave a Comment