હળદરની માળાના ફાયદા, થઇ જશે બધા જ સંકટો દુરજાણો કેવી રીતે…

મિત્રો માનવીના જીવનનો સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો. સમય સમય પ્રમાણે કોઈનો સમય સારો હોય તો કોઈનો સમય ખરાબ હોય. પરંતુ પરંતુ આજે અમે આ લેખમાં એક એવી મહત્વની વાત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારો નકારાત્મક દુર ભાગી જશે. કેમ કે ઘણી વાર આપણી મહેનત હોવા છતાં પણ આપણા પર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ હોય તો આપણને સફળ થવામાં ખુબ જ તકલીફ પડે છે.

પરંતુ નકારાત્મક પ્રભાવથી બચવા માટે અને કિસ્મતને ચમકાવવા માટે અમે જે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છે તે છે હળદરની માળા. હળદરની માળાનો પ્રયોગ તમારા માટે ખુબ જ લાભકારી સિદ્ધ થઇ શકે છે. હળદરનો ન માત્ર પરેશાનીઓથી બચાવે છે પરંતુ તેને પહેરવાથી માં સમ્માન પણ મળે છે. એટલા માટે હળદરની માળાને ગુરુવારના દિવસે ફેરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આગળ તેના વિશે.આપણા હિંદુ શાસ્ત્રોમાં હળદરની માળાનું ખુબ જ મહત્વ રહેલું છે. હળદરની માળા રોગોને દુર કરવાથી લઈને દરેક પરેશાનીથી છુટકારો મેળવવા માટે કારગર હોય છે. તેનો પ્રયોગ ઘણા બધા દેવી અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને હળદરની માળા સૌથી વધારે પ્રિય છે. તેના કારણે તેને સાબુત હળદરની ગાંઠની માળા ચડાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે. એનાથી આપણી ધન સંબંધી બધી જ પરેશાની દુર થઇ જાય છે અને અન્ય સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે.

જે લોકોને માનસિક પરેશાની રહેતી હોય અથવા તેનો સ્વભાવ ઠીક ન રહેતો હોય તો એવા લોકોએ ગુરુવારના દિવસે હળદરની ગાંઠની માળા પહેરવી જોઈએ. પરંતુ એ ધ્યાન ખાસ રાખવાનું કે માળા પહેરતા પહેલા ભગવાન વિષ્ણુજીના કોઈ પણ મંત્રથી આ માળાને સિદ્ધ જરૂર કરી લેવી.જો તમે મહેનત કરતા હોવ અને તેમ છતાં પણ પોતાના કામમાં સફળતા ન મેળવી શકતા હોવ તો ગુરુવારના દિવસે ગળામાં અથવા હાથમાં હળદરની ગાંઠની માળા પહેરવી. પરંતુ તે માળાને ધારણ કરતા પહેલા તેમાં ગંગાજળનો છટકાવ કરી લેવો અને ત્યાર બાદ ભગવાન વિષ્ણુજીના ચરણોમાં રાખી દેવાની. આ પ્રયોગથી માળા એકદમ શુદ્ધ થઇ જશે. તેની સાથે સાથે કામમાં આવતી બધી જ બાધાઓ દુર થઇ જશે.

જે લોકોનું કુંડળીમાં ગુરુ નીચ સ્થાન પર બિરાજમાન હોય તે લોકોએ પણ હળદરની માળાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી એ લોકોનો ગુરુ ગ્રહ પણ મજબુત બનશે અને સાથે સાથે તેના ભાગ્યનો પણ તેને સાથ મળશે.

ત્યાર બાદ જે લોકોને લગ્નમાં બાધાઓ આવી રહી છે એવા લોકોએ ગુરુવારના દિવસે હળદરની ગાંઠની માળા ધારણ કરવી જોઈએ. પરંતુ યાદ રાખવાનું કે તેને પહેર્યા બાદ રોજ માળાને ધૂપ અને દીપ જરૂર આપવા. તેની સાથે જ વિષ્ણુ ભગવાનનો કોઈ સિદ્ધ મંત્ર વાંચો તો તેનો લાભ બેગણો થઇ જશે.

ઘણા બધા એવા લોકો હોય છે જેને રાત્રે ખરાબ સપના આવતા હોય છે. એવા લોકોએ પોતાના તકિયાની નીચે રાત્રે સુતા સમયે હળદરની ગાંઠની માળા રાખવી જોઈએ. ત્યાર બાદ તેને સવારે ગંગાજળથી શુદ્ધ કરી લેવી જોઈએ. તેનાથી નકારાત્મકતા દુર થઇ જશે.

હળદરની માળાથી ભગવાન શ્રી ગણેશના મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી પણ આપણા પર આવતા દરેક સંકટ ટળી જાય છે. સાથે સાથે આપણો માનસિક વિકાસ પણ થાય છે.  તો આ હતા હળદરની માળાના ફાયદા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment