સ્ત્રીઓ બ્રેસ્ટ વધારવા માટે જે સર્જરી કરે છે તેના ફાયદા છે કે નુકશાન, જાણો શું કરવામાં આવે છે.

મિત્રો સ્ત્રી અને પુરુષના શરીરમાં ઘણા અંગો સમાન હોય છે, પરંતુ અમુક અંગની ઓળખથી જ માણસ જાણી શકે છે કે આ સ્ત્રી છે કે પુરુષ છે. તો તેની સરખામણીએ આપણે જોઈએ તો સ્ત્રીઓનું શરીર પુરુષો કરતા ખુબ જ અલગતા દર્શાવે છે. કેમ કે સ્ત્રીઓની છાતી પુરુષો કરતા વધારે ઉપસેલી હોય છે. પરંતુ આજના સમયમાં દરેક સ્ત્રી હોય કે પુરુષ તેને સુંદર દેખાવું ખુબ જ પસંદ હોય છે. તો સ્ત્રીઓની સુંદરતામાં તેના વક્ષ સ્થળ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આજે સ્ત્રીઓ પોતાના વક્ષને સુંદર અને આકર્ષક બનાવવા માટે સર્જરી કરાવતી હોય છે.

તો આજે ટેકનોલોજીના સમયમાં સ્ત્રીઓ પોતાના અંગોને સર્જરી દ્વારા પણ ભરાવદાર બનાવી શકે છે. તો ઘણી મહિલાઓ પોતાના અંગોને આકર્ષક બનાવવા માટે આવી સર્જરીઓ કરાવતી હોય છે. જે સર્જરી કરાવ્યા બાદ શરીરની સુંદરતામાં વધારો થાય છે. તો આજે અમે તમને તેના વિશે જણાવશું કે એ સર્જરી કરાવવી એ સ્ત્રીઓ માટે ફાયદાકારક છે કે નુકશાનકારક છે. માટે આ લેખને અંત સુધી જાણો.

જો કોઈ મહિલાના સ્તનનો આકાર નાનો હોય તો તે તેને વધારવા માટે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ સર્જરીનો સહારો લઇ શકે છે. જેમાં સિલિકોનની મદદથી સ્તનોનો આકાર વધારી શકાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે સિલિકોનની મદદથી સ્તનોનો આકાર વધારવા માટેનું આ ઓપરેશન પચાસ વર્ષ પહેલા 1962 માં શોધાયું હતું. આ સંદર્ભે સિલિકોનનો સૌથી પહેલો ઉપયોગ જાપાનમાં વેશ્યાઓએ કર્યો હતો. જાપાનમાં જ્યારે અમેરિકાની સેના હતી ત્યારે ત્યાં વેશ્યાઓએ કામ ઈચ્છા વધારવા માટે પોતાના સ્તનોમાં સિલિકોન નાખ્યું હતું. જેના કારણે સ્તનનો આકાર મોટો થઇ જાય. કેમ કે અમેરિકાના સૈનિકોને મોટા સ્તન વાળી મહિલાઓ વધારે પસંદ હતી.

પરંતુ મિત્રો ઈન્જેકશન દ્વારા પણ સ્તનોનો આકાર વધારી શકાય છે પરંતુ તેનાથી સ્તનો પર કુપ્રભાવ પણ ખુબ જ પડે. પરંતુ આજના સમયમાં સ્ત્રીઓના સ્તન વધારવા માટેના 450 વિકલ્પ છે. પરંતુ આજે અમે જે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના ત્રણ પ્રકાર છે. સૌથી પહેલા છે સિલિકોન જેલ, સેલાઈન અને ટ્રાન્સફર. તો ચાલો જાણીએ આ ત્રણ પ્રકાર વિશે. જેનાથી સ્તનનો આકાર વધારી શકાય છે. જેનાથી શું અસર થાય છે તે પણ જણાવશું.

સિલિકોન જેલ : આ સર્જરીમાં સિલિકોન જેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેને સિલિકોન શૈલનું કવરીંગથી તરલ, જેલ અથવા રબર જેવા ઠોસ સ્વરૂપમાં જોવા મળે છે. સિલિકોન જેલ ઓક્સીજન અને અન્ય પદાર્થોથી બનેલું પોલીમર હોય છે. આ જેલનો ઉપયોગ વ્યક્તિગત દેખભાળ અને ઉત્પાદન અને સર્જિકલ ઈમ્પ્લાન્ટમાં કરી શકાય છે. સિલિકોન બનેલા ઉત્પાદના ઘણા ફાયદા થાય છે. કેમ કે આ સિલિકોનથી બનેલા ઉત્પાદ ઊંચા તાપમાનમાં પણ સ્થાઈ રહે છે.કેમ કે ઘણી વાર એવું બનતું હોય છે કે સ્તનોમાં સિલિકોન હોય તો તાપમાનમાં ફેરફાર થાય તો સિલિકોન થોડું ખસી પણ શકે. પરંતુ આ જેલમાં એ સમસ્યા નથી થતી. કોઈ પણ તાપમાનમાં સિલિકોન જેલ પોતાનું સ્થાન નથી છોડતું અને તાપમાન અનુસાર તે ક્રિયાશીલ રહે છે. સિલિકોન બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ એવું સિલિકોન શૈલ હોય છે, જે સિલિકોન જેલથી ભરપુર હોય છે. આ શૈલોમાં અન્ય ઈમ્પ્લાન્ટની તુલનામાં ઘણા લાભ થાય છે. જેમ કે તે પ્રાકૃતિક રૂપથી ચમક આપે છે અને તેનાથી કરચલીઓ પણ ખુબ જ ઓછી પડે છે.

પરંતુ તમને જણાવી દઈએ કે સિલિકોન ઈમ્પ્લાન્ટના અમુક જોખમ પણ હોય છે. સિલિકોન ઈમ્પ્લાન્ટ સ્તનોમાં નાખવા માટે શરીર પર મોટા કટ પણ લગાવવા પડે છે. તેના સિવાય સર્જરી કરવામાં આવી હોય તેના નિશાન પણ ઘણા સમય સુધી શરીર પર રહે છે. પરંતુ જો અમુક સમય અથવા કોઈ કારણસર સ્તનની અંદર ઈમ્પ્લાન્ટ ફાટી જાય તો ફરીવાર અન્ય સર્જરી કરાવવી પડે છે. પરંતુ એ સર્જરી કર્યા બાદ સ્તન ખુબ જ ખરાબ દેખાય તેવી શક્યતા વધારે રહે છે.

બીજું છે સિલાઈન ઈમ્પ્લાન્ટ : સિલાઈન ઈમ્પ્લાન્ટમાં એવી સર્જરી છે જેમાં સિલિકોન શૈલમાં સિલાઈન વોટર ભરવામાં આવે છે. પરંતુ તેમાં પણ સિલિકોનનો બહારનો ભાગ આવે છે. પરંતુ સ્વરૂપમાં અલગ પ્રકારનું હોય છે. સિલિકોન જેલની જગ્યાએ સિલાઈન સોલ્યુશન હોય છે. જેમાં અમુક લાભ પણ થાય છે અને અમુક જોખમ પણ થાય છે. આ સર્જરીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે, સર્જરીમાં બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટની પ્રક્રિયામાં ઓછો દુઃખાવો થાય છે. કેમ કે અ પ્રક્રિયામાં ઓછું સ્કોરિંગ કરવામાં આવે છે. આ સર્જરીમાં નાના નાના કાંટા લગાવવામાં આવે છે અને આ સર્જરી બાદ ઓછા નિશાન જોવા મળે છે. આ સર્જરી બાદ બ્રેસ્ટ દઢ હોય છે, જેના કારણે સ્ત્રીઓના સ્તન બનાવટી નજર આવે છે. પરંતુ તેનો વજન સિલિકોન ઈમ્પ્લાન્ટ કરતા ઓછો હોય છે.

ત્યાર બાદ ત્રીજું છે ફેટ ટ્રાન્સફર : આ સર્જરી એવી મહિલાઓ માટે કરવામાં આવે છે, જે ઈમ્પ્લાન્ટ વગર પોતાની બ્રેસ્ટને વધારવા માંગતી હોય. તેનો ઉપયોગ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટમાં કોમળતા અને ઈમ્પ્લાન્ટને ઢાંકવા માટે કરવામાં આવે છે. આ સર્જરીનો લાભ એ થાય છે કે આ પ્રક્રિયામાં શરીર પર ખુબ જ ઓછી કાપકૂપ કરવી પડે છે. જેના સ્ત્રીઓના શરીર પર સર્જરીના ખુબ જ ઓછા નિશાન પડે છે. આ સર્જરીથી બ્રેસ્ટના આકારને વધારે જ છે પરંતુ શરીરના અન્ય અંગોને પણ સુધારે છે. આ સર્જરીમાં શરીરમાં અન્ય અંગમાંથી ચરબીને કાઢીને સ્તનોમાં નાખવામાં આવે છે.

પરંતુ મિત્રો આ સર્જરી વધારે ઉપયોગી સાબિત નથી થતી, તેનાથી બ્રેસ્ટનો આકાર એક સીમા સુધી જ વધતો હોય છે. તેના સિવાય શરીરમાં જે અંગમાંથી ફેટને લેવામાં આવ્યો હોય તે ભાગ ફરીથી અવશોષિત થઇ જાય છે. પરંતુ આ સર્જરી ખુબ જ મોંઘી હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment