ભગવાનને ધરાવેલ ચરણામૃત હોય છે ચમત્કારિક…. ચરણામૃતનો ઈતિહાસ જાણીને તમે પણ રોજ પીવા લાગશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ભગવાનને ધરવામાં આવેલું ચરણામૃત હોય છે ચમત્કારિક….. જાણો તેને પીવાથી થતા ફાયદાઓ જાણીને દંગ રહી જશો..

મિત્રો કોઇ પણ નાના મોટા મંદિરમાં પૂજા અથવા આરતી પૂરી થયા પછી પ્રસાદ સ્વરૂપે ચરણામૃત લોકોને આપવામાં આવે છે. આપણે આ ચરણામૃત ગ્રહણ તો કરી લઈએ છીએ પરંતુ તેની પાછળનું મહત્વ શું છે અને ચરણામૃત ગ્રહણ કરવાથી શું શું ફાયદા થાય છે તે નથી જાણતા હોતા.

સામાન્ય જળ જ્યારે ભગવાનના ચરણોમાં અર્પિત થાય છે ત્યારે તે જળ સામાન્ય રહેતું નથી. તે અમૃત સમાન બની જાય છે અને એટલા માટે જ તેને ચરણામૃત કહેવામાં આવે છે. મિત્રો આ ચરણામૃતનું ધાર્મિક અને વૈદિક મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે ચિકિત્સા દ્રષ્ટીએ પણ ચરણામૃત આપણા સ્વાસ્થ્ય  માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો જાણીએ ચરણામૃતનું મહત્વ.

પૌરાણિક કથાઓ અનુસાર જે વ્યક્તિ ચરણામૃત ગ્રહણ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. ચરણામૃતથી સંકળાયેલ એક કથા ખૂબ જ પ્રચલિત છે. આ કથા જ્યારે વિષ્ણુ ભગવાનનો વામન અવતાર થયો હતો ત્યારની છે.

વામન અવતાર થયો ત્યારે તે રાજા બલિની યજ્ઞશાળામાં દાન લેવા માટે જાય છે. વામન અવતારમાં આવેલા વિષ્ણુ ભગવાને ત્રણ પગલાં ત્રણ લોક માપી લીધા હતા. પહેલા પગલામાં નીચેના લોક આવ્યા હતા. બીજા પગલામાં ઉપરના લોક આવ્યા હતા અને જ્યારે બ્રહ્મલોકમાં તેમનો ચરણ પડ્યો ત્યારે બ્રહ્માજીએ તેમના કમળ મંડળમાંથી જળ ભર્યું અને તે જળથી વામન ભગવાનના પગ ધોયા. આમ જળને ફરી તેના કમળમંડળમાં રાખી લીધું. ત્યારબાદ આ જળ ગંગાજી બની ગયું. જે  આજે દરેક લોકોને પાપ ધોવા માટે ઉપયોગી આવે છે. તેથી જ તો જ્યારે પણ કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવે છે ત્યારે લોકો કહેતા હોય છે કે “ચરણો સે નિકલી ગંગા પ્યારી, જિસને પૂરી દુનિયા તારી”

ચરણામૃતનું ધાર્મિક મહત્વ પણ છે. પરંપરા અનુસાર ચરણામૃતને માથે લગાડ્યા બાદ જ ગ્રહણ કરવામાં આવે છે. આ ચરણામૃતને અમૃત સમાન માનવામાં આવ્યું છે. એક કથા અનુસાર ભગવાન શ્રીરામના ચરણ ધોઈને ચરણામૃત ગ્રહણ કરવામાં આવ્યું હતું. 

ચરણામૃતનું મહત્વ ધાર્મિકતાની સાથે સાથે ચિકિત્સકીય બાબતો માટે પણ ઉપયોગી છે. ચરણામૃતને હંમેશા તાંબાના પાત્રમાં રાખવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તાબાના પાત્રમાં અનેક બીમારીઓ દૂર કરવાના તત્વો હોય છે અને તેમાં જળ રાખવાથી તે તત્વો જળમાં મિશ્રિત થાય છે અને આમ આ જળને ગ્રહણ કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમ અનેક બીમારીઓથી પણ દૂર રહીએ છીએ.

બીજી વાત એ પણ છે કે આ ચરણામૃતમાં તુલસીના પાન નાખવામાં આવે છે. આ તુલસીના પાનના કારણે ચરણામૃતમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ પ્રબળ બને છે. એવું માનવામાં આવે છે કે તુલસી વાળું ચરણામૃત ગ્રહણ કરવામાં આવે તો બુદ્ધિનો વિકાસ થાય છે અને વિચાર શક્તિ ખુબ જ પ્રબળ બને છે. 

એવું કહેવામાં આવે છે કે જમણા હાથે ચરણામૃત ગ્રહણ કરવાનો આવે તો સુખ, ધન સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તેથી જ્યારે ચરણામૃત ગ્રહણ કરો ત્યારે હંમેશા જમણા હાથ દ્વારા જ ગ્રહણ કરવું અને જ્યારે પણ કોઈને ચરણામૃતનું આપો ત્યારે પણ જમણા હાથે જ આપવું જોઈએ.

તો મિત્રો આ હતું  ચરણામૃતનું ધાર્મિક મહત્વ, વૈદિક મહત્વ અને કથા અનુસાર મહત્વ જે જાણીને તમને ખુબ જ આનંદ થયો હશે તેવી આશા રાખીએ છીએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment