જો બોલતી વખતે બાળક અચકાય તો આપો આ રીતે સ્પીચ થેરાપી, અચકાતું બંધ થઇ જશે..

મિત્રો બોલતા શીખવું તે બાળકના વિકાસનો એક સૌથી મહત્વનો ભાગ છે. જેમ જેમ બાળક મોટું થવા લાગે એ પ્રમાણે માતા અને પરિવારજનો તેને બોલતા શીખવવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ કોઈ બાળક વહેલું બોલતા શીખી જતું હોય છે તો કોઈ બાળકને બોલતા શીખવામાં વધારે સમય લાગી જતો હોય છે. પરંતુ સામાન્ય રીતે તો બાળક 2 થી 4 વર્ષનું થાય એટલે બોલતા શીખી જતું હોય છે. બાળક ક્યારે બોલતા શીખશે તે તેની માનસિક ક્ષમતા પર નિર્ભર છે.

જ્યારે બાળક બોલવાનું શીખતું હોય છે ત્યારે શરૂઆતમાં તે તોતડું બોલતું હોય છે. તો કોઈ બાળકો ચોખ્ખા શબ્દો ઉચ્ચારી નથી શકતા. તો ઘણા બાળકો બોલતા બોલતા અચકાતા હોય છે અને આ બધી સમસ્યાઓ બાળક બોલતા શીખે ત્યારે આવે. તો તેનો મતલબ એવો બિલકુલ નથી હોતો કે તે બાળક માનસિક રીતે નબળું છે.કારણ કે બાળક બોલતા બોલતા અચકાતું હોય તો તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે અને એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જો કોઈ બાળક તેના જન્મ પછી 6 મહિનાથી પણ વધારે રડ્યું ન હોય અથવા તો બાળકને કોઈ પીડા કે દુઃખાવો થાય તો જ તે રડતું હોય. તો તેવા બાળકને મોટા થયા બાદ બોલતી વખતે અચકવવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અથવા તો તે બાળક મોડું બોલતા શીખે તેવું પણ બની શકે છે.

આ ઉપરાંત એક રીસર્ચ દ્વારા એવું પણ સામે આવ્યું છે કે જો કોઈ મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન કમળો થયો હોય, તો તેના બાળકને બોલતા શીખતી વખતે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમ કે તોતડું બોલવું, બોલતા બોલતા અચકાવવું વગેરે. આ ઉપરાંત એક શક્યતા એવી પણ છે કે જો કોઈ મહિલા ગર્ભવતી હોય અને તેના પેટમાં કોઈ બાહ્ય ઈજા થાય તો દબાણના લીધે બાળકની બોલવાની, સાંભળવાની અથવા જોવાની ક્ષમતા પર ખરાબ અસર પડી શકે છે.

જો બાળક કોઈ પણ વસ્તુ બોલતો હોય ત્યારે તેને શરૂ કરતી વખતે તેને સમસ્યા થાય અને થોડી મુશ્કેલી બાદ તે બોલવાનું શરૂ કરે અથવા બોલતા પહેલા થોડો અટકાઈ જાય. કોઈ એકને એક શબ્દ વારંવાર બોલ્યા રાખે તેનાથી આગળનો શબ્દ ઝડપથી ન બોલી શકે અથવા તો બોલતી વખતે સતત આંખો પટપટાવ્યા કરે, હોઠમાં કંપન થવા લાગે અથવા તો પગને હલાવવા લાગે તો આ બધા બાળકના બોલતી વખતે અચકાવવાના લક્ષણો છે. મિત્રો બોલતી વખતે અચકાવવાની સમસ્યાનો કોઈ મેડીકલ ઈલાજ નથી. પરંતુ એક ખાસ સ્પીચ થેરાપીની મદદથી તમે તેને અચકાયા વગર બોલતા શીખવી શકો છો અને આ થેરાપી સામાન્ય રીતે કોઈ સ્પીચ થેરાપિસ્ટ કે મનોવૈજ્ઞાનિક પાસેથી મેળવી શકાતી હોય છે. જે થેરાપીની અમુક ટીપ્સ આજે અમે જણાવીએ. જો તમે તે અપનાવશો તો પણ બાળકની આ સમસ્યામાં ઘણી રાહત થઇ જશે. તે સ્પષ્ટ અને અચકાયા વગર બોલતા શીખી જશે.

મિત્રો થેરાપી આપતા પહેલા તો એ જાણવું જરૂરી છે કે બાળકના અચકવવા પાછળનું સાચું કારણ શું છે. એવું પણ બની શકે કે બાળકને મનમાં કોઈ ડર હોય. જેના કારણે તે બોલવામાં અચકાતું હોય. તો તેને પ્રેમથી સમજાવીને તેના ડરને દુર કરીને તેને બોલવા માટે પ્રેરિત કરીએ. તો તે બાળક અન્ય બાળકોની જેમ અચકાયા વગર બોલતા શીખી શકે છે.

અમુક બાળકો એવા પણ હોય છે કે તેમને પોતાના પર આત્મ વિશ્વાસ ન હોય. તો આવી પરિસ્થિતિમાં પણ બાળક વ્યવસ્થિત બોલી શકતું નથી અને બાળકને એવું ફિલ થયા રાખતું હોય છે કે જો તે બોલશે તો બધા તેનો મજાક ઉડાવશે. તેથી તે બોલતા અચકાતા હોય છે. તો આ પરિસ્થિતિમાં બાળકના આત્મવિશ્વાસમાં વધારો કરવો ખુબ જરૂરી છે. તે ખુબ સરસ બોલે છે એવી પ્રસંશા કરીને બાળકને પ્રોત્સાહિત કરી તેના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ. આ ઉપરાંત બાળકને નાના નાના વાક્યો બોલતા શીખવવું જોઈએ અને જો બાળકને ગાવાનું ગમતું હોય તો તેને ગાવા દેવા જોઈએ. તેનાથી પણ બાળક સ્પષ્ટ અને સરસ રીતે બોલતા શીખી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment