સૂરજ આથમ્યા બાદ ન કરો આ કાર્યો | જાણીલો તેનાથી થાય છે આ નુકસાન | જાણો ક્યાં કામ ન કરાય

સૂરજ આથમ્યા બાદ ન કરો આ કાર્યો….. અને જાણો શા માટે ના કરવા જોઈએ….

મિત્રો તમે ઘરડા વ્યક્તિઓના મુખેથી  સાંભળ્યું હશે કે સાંજે સાવરણીથી કચરો ન કાઢવો જોઈએ, સાંજે તુલસી કે બીજા વૃક્ષ છોડને ન  અડવું જોઈએ, સાંજે નખ ન કાપવા વગેરે એવી બાબતો આપણા વડીલો કહેતા હોય છે. પરંતુ શું તમે એ જાણો છો કે આવું શા કારણે કહેતા હોય છે, તો  આજે અમે તમને આ બાબતો વિશે જણાવીશું કે શા કારણથી સૂરજ આથમ્યા બાદ અમુક કામ ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ કે ક્યાં ક્યાં એ કામો છે. તે કામોને લગભગ લોકો રોજ કરતા હોય છે. પરંતુ આજે આ લેખમાં જાણીને તે કામને તમે આજથી બંધ કરી દેશો. એટલા માટે આર્ટિકલને છેલ્લે સુધી વાંચો.

img source

તુલસીના છોડને સાંજે ન અડવું જોઈએ. મિત્રો  આમ તો  સાંજના સમયે તુલસીની સામે દીવો પ્રગટાવવામાં આવે છે અને તુલસીની પૂજા કરવામાં આવે છે. પરંતુ તે સમયે તુલસી છોડને અડવું ન જોઈએ અને સાથે જ તે સમયે તુલસીના ક્યારામાં પાણી ન નાખવું જોઈએ. સાંજના સમયે તુલસીની સામે દીવો પ્રગટાવવાથી લક્ષ્મીની કૃપા થાય છે. પરંતુ સાંજના સમયે તુલસીને અડવામાં આવે અથવા તો તુલસીને  પાણી ચઢાવવામાં આવે તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને લક્ષ્મીજીની કૃપા આપણા પર રહેતી નથી અને ધીમે ધીમે આપણા ધનનો વ્યય થવા લાગે છે.

આપણા શાસ્ત્રો અનુસાર તુલસીને ખુબ સન્માન આપવામાં આવ્યું છે. તેથી એવું માનવામાં આવે છે કે સાંજના સમયે  તુલસીજી આરામ કરતા હોય છે અને સાંજના સમયે અડવામાં આવે તો તે જાગી જાય છે અને તેથી તુલસીજી નારાજ થઈ જાય છે. બીજું કારણ એ પણ છે કે સાંજના સમયે વૃક્ષ પર જીવ જંતુ કે પક્ષીઓ પણ  આરામ કરી રહ્યા હોય છે. અને જાડ ને અડવાથી એમને તકલીફ થાય અને એ ગભરાય જાય.

વૈજ્ઞાનિકો અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે રાતના સમયે કોઈપણ વૃક્ષ કે છોડને પાણી ન ચડાવવું જોઈએ. છોડને પાણી ચઢાવવાનો સમય નિશ્ચિત હોય છે. જો અનિયમિત રીતે છોડવાઓને પાણી ચઢાવવામાં આવે તો તે છોડવાઓ સુકાઈ જાય છે.

img source

સૂરજ આથમ્યા બાદ કચરો ન કાઢવી જોઈએ. સૂરજ આથમ્યા બાદ કદી પણ કચરો ન  કાઢવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજના સમયે જો કચરો ઘરની બહાર  કાઢવામાં આવે તો લક્ષ્મીજી ઘરમાંથી ચાલ્યા જાય છે અને બીજી વાત એ પણ છે કે પહેલાના સમયમાં  લાઈટ ન હતી. ત્યારે સુરજ આથમ્યા બાદ લોકો દીવાની રોશનીમાં કામ કરતા હતા. ત્યારે સાંજના સમયે કચરો  કાઢવાથી જરૂરિયાતની ચીજો પણ કચરામાં જતી રહેતી. તેથી તેને એક  નિયમની રીતે લોકો જોવા લાગ્યા. આમ સૂરજ આથમ્યા બાદ કચરો કાઢવો ન જોઈએ એવું બધા કહેતા હોય છે.

img source

સૂરજ આથમ્યા બાદ ક્યારેય પણ નખ ન કાપવા જોઈએ. સૂરજ આથમ્યા બાદ નખ ન કાપવા જોઈએ. તેનું ધાર્મિક કારણ એ છે કે સાંજના સમયે નખ કાપવાથી આપણા હાથમાં રહેલી લક્ષ્મી ચાલી જાય છે. સાંજે નખ કાપવા એ લક્ષ્મીજીને પસંદ નથી. તેથી ધનનું ખુબ મોટું નુકસાન થાય છે. બીજી વાત એ પણ છે કે પહેલાના સમયમાં  રાત્રે લાઈટ ન હોવાના કારણે નખ ન કાપવામાં આવતા. કારણ કે રાત્રે નખ કાપવા એ થોડું જોખમ નું કાર્ય હતું અને પહેલાના સમયમાં તો નેલકટર હતા નહીં તેથી લોકો છરી, કાતર વડે નખ કાપતા હતા અને એનાથી નખ કાપતા સમયે આંગળીમાં વાગી ન જાય તેથી સાંજે નખ કાપતા  નહિ.

જો તમારી પાસે આવી કોઈ માહિતી છે તો કોમેન્ટ કરો અથવા આ આર્ટીકલ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરો .

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment