ભારતની સાત ભૂતિયા જગ્યા. ત્યાં જવા પર સરકારે લગાવી છે રોક. જાણો એ જગ્યાના તથ્યો

સરકાર દ્વારા લગાવવામાં આવ્યો છે બેન…. ત્યાં થાય છે લોકો સાથે આવું આવું… જાણીને તમે પણ હેરાન રહી જશો…

મિત્રો લગભગ સદીઓથી જ ભારતમાં હજારો લાખો લોકો ભૂતો પર વિશ્વાસ કરતા આવ્યા છે. આ ઉપરાંત આપણને લોકો પાસેથી નાનપણથી જ ભૂતિયા જગ્યાઓની વાર્તાઓ સંભળાવવામાં આવે છે. પરંતુ આજે અમે એવી જ ભારતની સાત ભૂતિયા જગ્યાઓ વિશે તમને જણાવશું, જે જગ્યા પર જવા માટે ખુદ ભારત સરકારે જ ના પાડી દીધી હતી. ભારત સરકારે બેન લગાવી દીધો છે. જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો.

એક જગ્યા ઉત્તરપ્રદેશના મેરઠમાં આવેલી છે. જેનું નામ છે જી.પી.બ્લોક. તમને જણાવી દઈએ કે આ જી.પી. બ્લોક દેશની સૌથી ડરાવની જગ્યામાંથી એક છે. આ ઈમારત ત્યાં ભૂત બંગલાના નામે પ્રખ્યાત છે. આ બંગલો ભૂત પ્રેતના કિસ્સા અને કહાનીઓના કારણે ખુબ જ પ્રચલિત છે. એક સમયે આ બંગલો ત્યાં આખા વિસ્તારની શાન હતો. પરંતુ આજે તે ડર અને ખૌફનું ઘર છે. ચારેય બાજુ ગાઢ જંગલ અને વચ્ચે ત્રણ બંગલા સ્થિત છે. આ જી.પી. બ્લોક વિશે લોકો અલગ અલગ વાતો કરતા હોય છે. આ બ્લોક વિશે લોકોનું કહેવું છે કે તેમણે એક લાલ રંગની સાડી પહેરેલી સ્ત્રીને અંદર અને બહાર જતા જોઈ છે. તો ઘણા લોકોનું કહેવું છે કે તેમણે આ બંગલોમાં ચાર છોકરાઓને ટેબલ પર ધીમી રોશનીમાં બીયર પીતા પણ જોયા છે. આવા બધા દેખાવના કારણે લોકોએ ત્યાં જવાનું બંધ કરી દીધું હતું. જ્યાં એક વાર ભારત સરકાર દ્વારા જ લોકોને જવાની મનાઈ કરી દેવામાં આવી હતી.

બ્રિજરાજ ભવન. રાજસ્થાનના કોટા શહેરમાં આવેલું આ ભવન લગભગ 178 વર્ષ જુનું છે. વર્ષ 1980 માં આ ભવનને એક ઐતિહાસિક હોટલ ઘોષિત કરી દેવામાં આવી હતી. કહેવાય છે કે આ હોટલમાં મેજર પલ્ટન નામનું ભૂત રહે છે. જે બ્રિટીશ શાસન દરમિયાન કોટામાં કાર્ય કરતો હતો. પરંતુ વર્ષ 1857 ના વિપ્લવમાં તેને ભારતીય સિપાહીઓએ મારી નાખ્યો હતો. ભારતના સિપાહીઓએ મેજરની સાથે તેના બે બાળકોને પણ આ હોટલના સેન્ટ્રલ હોલમાં મારી નાખ્યા હતા. કોટાની પૂર્વ માહારાનીનું કહેવું છે કે તેણે વર્ષ 1980 માં તે જ સેન્ટ્રલ હોલમાં મેજરને જોયો હતો.

ત્રીજી ભૂતિયા જગ્યા છે અગ્રસેનની વાવ. જે દિલ્લીમાં સ્થિત છે. મહારાજા અગ્રસેને 14 મી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 15 મીટર છે. એક સમયે આ વાવ હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. પરંતુ હાલમાં તે સુકાઈ ગઈ છે. આ વાવ વિશે એવી માન્યતાઓ પ્રચલિત છે કે આ વાવનું કાળું પાણી લોકોને સંમોહિત કરીને આત્મહત્યા કરવા પર મજબુર કરે છે. તેવા કેસો પણ સામે આવ્યા હતા જેના કારણે સરકાર દ્વારા ત્યાં જવા માટે બેન લગાવી દેવામાં આવ્યો.

ત્યાર બાદ છે સંજય વન, જે દિલ્લીમાં આવેલું છે. દક્ષીણ દિલ્લીની બરોબર વચ્ચે વસેલો 10 કિલોમીટરના જંગલમાં ભરપુર હરિયાળી છે. પરંતુ આ વન ભૂતોના કારણે પ્રખ્યાત છે. અહીં ઘણા લોકોનું કહેવું છે કે તેમણે અહીં બાળકોના અને સ્ત્રીઓનો રડવાનો અવાજ સાંભળ્યો છે. આ આખું વન ભૂતિયા ગણાય છે. ત્યાં ઘણા પ્રકારની દર્ગા અને સ્મશાન પણ છે. માટે લોકો ત્યાં જતા ખુબ જ ડરે છે અને સરકાર દ્વારા પણ ત્યાં જવાની મનાઈ કહેવામાં આવી છે.

પાંચમી જગ્યા છે ડુમ્મસ બીચ સુરત. સુરતમાં આવેલું ડુમ્મસ બીચ એક સમયે હિંદુઓના અંતિમ સંસ્કારની જગ્યા હતી. પરંતુ ત્યાં ઘણી એવી પણ આત્માઓ હોય છે જે મોહ અને અધુરી ઇચ્છાઓના કારણે દુનિયા છોડીને જતી નથી. કહેવાય છે કે ડુમ્મસ બીચ પર એવી જ આત્માઓ રહે છે. ત્યાં જેટલા પણ લોકો ગયા છે તે બધાનું કહેવું છે કે તે બીચ પર કંઈક અજીબ છે.  જે દેખાઈ નથી શકતું પરંતુ અનુભવી શકાય છે. આજે પણ ડુમ્મસ બીચ પર લોકો જાય તેને મુંજવણ અનુભવાય છે અને દરેક સમયે એવું લાગે કે કોઈ સાથે ચાલી રહ્યું છે. ઘણા પર્યટકોનું એવું પણ કહેવું છે કે તેઓ ડુમ્મસ બીચ પર જઈ રહ્યા હતા તો કોઈએ તેના કાનમાં આવીને આગળ ન જવાની સલાહ આપી અને ચેતવણી આપી કે આગળ ન જવું, જ્યાંથી આવ્યા છો ત્યાં જ પાછા જતા રહેવું .રાત્રે આ બીચ પર જવાની મનાઈ સખત છે. કારણ કે જે પણ લોકો રાત્રીના સમયે આ બીચ પર ગયા છે તે ક્યારેય પાછા નથી આવ્યા. માટે સરકાર દ્વારા ત્યાં અમુક સમયે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

છઠ્ઠી સૌથી ભૂતિયા જગ્યા છે ભાનગઢ કિલ્લો. જે અલવાર રાજસ્થાનમાં સ્થિત છે. આ ભારતની સૌથી ડરાવની જગ્યા છે. આ કિલ્લાને ભૂતોનો ભાનગઢ પણ કહેવામાં આવે છે. આ કિલ્લાના ભૂતિયા થવા પાછળ ખુબ જ રોચક કહાની છે.  16 મી સદીમાં ભાનગઢ કિલ્લો બનાવવામાં આવ્યો, ત્યાર બાદ 300 વર્ષ સુધી ભાનગઢ ખુબ જ પ્રગતિ કરે છે. પરંતુ એક વાર ત્યાંની રાજકુમારી રત્નાવતી પર એક કાળા જાદુ કરનારો તાંત્રિક આસક્ત થઇ જાય છે.

તે તાંત્રિક રાજકુમારીને પોતાના વશમાં કરવા માટે કાળો જાદુ કરે છે. પરંતુ તે પોતે જ એ જાદુનો શિકાર થઈને મરી જાય છે અને મરતા મરતા તે તાંત્રિક ભાનગઢને બર્બાદ થવાનો શ્રાપ પણ આપતો જાય છે. અને એક મહિના બાદ જ પાડોશી રાજ્ય દ્વારા હુમલો કરવામાં આવે છે અને રાજકુમારી સહીત ભાનગઢ વાસીઓ મરી જાય છે. ત્યાર બાદ ભાનગઢ વિરાન થઇ જાય છે, જે આજે પણ વિરાન છે અને એવું કહેવાય છે કે તે લડાઈમાં મૃત્યુ પામેલા લોકોની આત્મા આજે પણ રાત્રે ભાનગઢ કિલ્લામાં ભટકે છે. એટલા માટે પર્યટકોને રાત્રીનો અંધાર થતા પહેલા જ કિલ્લાની બહાર નીકળી જવાની ચેતવણી આપવામાં આવી છે.

સાતમી ભૂતિયા જગ્યા છે પુણેનો શનિવારવાડા કિલ્લો. જ્યારે પશ્ચિમ ભારતના પ્રદેશોમાં પેશ્વાઓનું રાજ હતું ત્યારે પેશ્વાઓના ઉપરી અધિકારીએ નારાયણ નામના બાળકની હત્યા તેના કાકાના કહેવાથી કરાવવામાં આવી હતી. પોતાનો જીવ બચાવવા માટે નારાયણ આખા મહેલમાં ફર્યો, તેમ છતાં તેના હત્યારાઓએ નારાયણને શોધીને તેની હત્યા કરી નાખી. નારાયણ પોતાના કાકાને અવાજો લગાવતો રહ્યો, પરંતુ મદદ કરવા માટે કોઈ ન આવ્યું.

તેથી સ્થાનીય લોકોનું કહેવું છે કે આજે પણ શનીવારવાડામાં તે બાળકની ચીખો અને દર્દમાં કણસવાના અવાજો સંભળાય છે. પૂનમની રાત્રે તો આ જગ્યા ખુબ જ ભયાનક થઇ જાય છે. કારણ કે ચાંદની રાત્રે અહીં નારાયણની ખુબ જ ચીસો સંભળાય છે. “કાકા મોલા વાજવા” એટલે કે કાકા મને બચાવો તે ચીખો ખુબ જ જોર જોરથી સંભળાય છે.

આ બધી વાતો મિત્રો સુત્રોના આધારે છે, લોકો દ્વારા કહેવામાં આવેલ આ વાત છે, આ વાતોનું કોઈ સાચું પ્રમાણ સામે આવ્યું નથી પરંતુ લોકોના અહેસાસ અને અનુભવ આ જગ્યાઓને ખુબ જ ડરાવની લાગે છે. માટે તેમ પણ જો કોઈ આ જગ્યા પર ગયા હોવ તો કોમેન્ટ કરીને જરૂર જણાવો અને એ પણ જણાવજો કે ભૂતપ્રેત એવું કંઈ હોય કે નહિ, કોમેન્ટ કરીને ખાસ જણાવો.

Leave a Comment