સ્ત્રીઓની સૌથી મોટી આ ભુલના કારણે પતિ મહેનત કરે છતા પણ ધનવાન નથી બની શકાતું.. જાણો તે ભૂલ વિશે..
મિત્રો જ્યોતિષ શાસ્ત્રોમાં દરેક અલગ અલગ કામો માટે ખાસ દિવસ જણાવવામાં આવ્યો છે. એવી પણ માન્યતા છે કે જો કોઈ કાર્યને યોગ્ય દિવસે કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આવું કરવાથી કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જતી હોય છે. તેવી જ રીતે ક્યાં દિવસે ક્યો સામાન ખરીદવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે તે પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવેલું છે. પરંતુ ખુબ જ ઓછી સ્ત્રીઓને આ બાબત વિશે ખબર હોય છે કે ક્યાં દિવસે ક્યો સામાન ખરીદવો શુભ ગણાય છે. તો આજે અમે આ લેખ દ્વારા તમને આ બાબત વિશે વિગતવાર જણાવશું.
સૌથી પહેલા રવિવારની વાત કરીએ તો રવિવારના દિવસે લાલ વસ્તુઓ, ઘઉં, પર્સ, દવા, કાતર, આંખ સંબંધિત સામાન ખરીદવો શુભ મનાય છે. પરંતુ રવિવારના દિવસે લોખંડની વસ્તુઓ, ફર્નીચર, હાર્ડવેરનો સામાન, ગાર્ડનીંગનો સામાન, ઘર બનાવવા માટેનો સામાન તેમજ વાહન સંબંધી સામાન વગેરે જેવી વસ્તુની ખરીદી ન કરવી જોઈએ.
મિત્રો હવે સોમવારની વાત કરીએ તો સોમવારના દિવસે ચોખા, વાસણ, દવા, દૂધની બનેલી મીઠાઈ, ડેરી પ્રોડક્ટ્સ, એક્વેરિયમ વગેરે વસ્તુની ખરીદી કરવી શુભ ગણાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે કોફી, બુક, અનાજ, કળામાં ઉપયોગ થનારી વસ્તુ જેમ કે સંગીતનો સામાન કે ખેલકૂદનો સામાન, ફોર વ્હીલર, કોમ્પ્યુટર તેમજ મોબાઈલ જેવી વસ્તુની ખરીદી અશુભ ગણાય છે. તેથી સોમવારના દિવસે તે વસ્તુની ખરીદી કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ.
મંગળવારના દિવસે પ્રોપર્ટી, રસોડાનો સામાન, લાલ રંગની વસ્તુઓ, જલનશીલ વસ્તુઓ વગેરે ખરીદવું શુભ મનાય છે. પરંતુ મંગળવારના દિવસે પર્સ, તિજોરી, સજાવટની વસ્તુઓ, બુટ, લોખંડનો સામાન, ફર્નીચર તેમજ મોબાઈલ વગેરે વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
બુધવારના દિવસે સ્ટેશનરી સંબંધિત વસ્તુઓ, કળામાં ઉપયોગી વસ્તુઓ, રમત ગમતનો સામાન, ગાડી, ઘરની સજાવટનો સામાન વગેરે જેવી વસ્તુની ખરીદી કરવી શુભ મનાય છે. પરંતુ બુધવારના દિવસે વાસણ, ચોખા, દવા, જલનશીલ વસ્તુઓ, એક્વેરિય વગેરેની ક્યારેય ખરીદી ન કરવી જોઈએ.
મિત્રો ત્યાર બાદ ગુરુવારના દિવસની વાત કરીએ તો ગુરુવારના દિવસે કોઈ પણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્રોપર્ટી, ફર્નીચર, કપડા અને પૂજા પાઠનો સામાન વગેરે વસ્તુઓ ખરીદવી ખુબ શુભ મનાય છે. તેનાથી વિપરીત ગુરુવારના દિવસે આંખો સંબંધિત કોઈ પણ વસ્તુ, ધારદાર વસ્તુ, વાસણ અને પાણી સંબંધી કોઈ પણ શોપીસ વગેરે વસ્તુઓની ખરીદી કરવી અશુભ ગણવામાં આવે છે. તેથી તે વસ્તુઓની ખરીદી ગુરુવારના દિવસે ન કરવી જોઈએ.શુક્રવારનો દિવસ એટલે માતા લક્ષ્મીજીનો દિવસ છે તેથી શુક્રવારના દિવસે તિજોરી, પર્સ, કપડા, ઘર કે દુકાનની સજાવટનો સામાન, બેલ્ટ તેમજ બુટ-ચપ્પલ અને સૌંદર્ય સંબંધી કોઈ પણ સામાન ખરીદવો શુભ મનાય છે. શુક્રવારના દિવસે પ્રોપર્ટી, રસોડાનો સામાન, કોઈ પણ પ્રકારના વહાણો કે પૂજા પાઠનો સામાન ન ખરીદવો જોઈએ.
મિત્રો છેલ્લે શનિવારના દિવસની વાત કરીએ તો શનિવારના દિવસે ફર્નીચર, હાર્ડવેરનો સામાન, ગાર્ડનીંગનો સામાન, વિહિકલ એસેસરીઝ અને ઘરના પડદાઓ વગેરેની ખરીદી કરવી કરવી જોઈએ. કારણ કે આ વસ્તુની ખરીદી શનિવારના દિવસે શુભ ગણાય છે. પરંતુ શનિવારના દિવસે અનાજ, મસાલાઓ, પર્સ, અલમારી, ધારદાર વસ્તુઓ, લોખંડનો સામાન, પ્રોપર્ટી, રસોડા સંબંધી વસ્તુઓ તેમજ લાલ રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
તો મિત્રો આ રીતે જો વસ્તુઓ યોગ્ય દિવસે ખરીદવામાં આવે તો તે વસ્તુઓ આપણા માટે ખુબ જ શુભ સાબિત થઇ શકે છે. તેનાથી આપણા ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પરંતુ જો કોઈ વસ્તુ યોગ્ય દિવસે ન ખરીદવામાં આવે તો તે વસ્તુ આપણા માટે અશુભ સાબિત થઇ શકે છે. તે વસ્તુના ઘરમાં આવવાથી ઘરમાં નુકસાન થવાની સંભાવના રહે છે. માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે તે વસ્તુ તેના શુભ દિવસે ખરીદવી જોઈએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google