સૂર્યદેવને જળ અર્પિત કરતા સમયે તે જળમાં ઉમેરો આ વસ્તુ…. રોડપતિ પણ બની જશે કરોડપતિ..

સૂર્યદેવને જળ અર્પિત કરતા સમયે તે જળમાં ઉમેરો આ વસ્તુ…. રોડપતિ પણ બની જશે કરોડપતિ..

મિત્રો વૈદિક કાળથી સૂર્યની ઉપાસના કરવામાં આવે છે અને સૂર્યને જળ અર્પતી કરવામાં આવે છે. સૂર્યનું આપણા જીવનમાં જ નહિ પરંતુ સમગ્ર પૃથ્વી માટે ખુબ જ મહત્વ છે. સૂર્યદેવની રોશની વગર કદાચ પૃથ્વી પર જીવનનું કોઈ અસ્તિત્વ જ ન હોત. સૂર્યદેવને જળ ચડાવી તેની ઉપાસના કરવાથી ખુબ જ શુભ ફળ મળે છે. પરંતુ મિત્રો તેને જો યોગ્ય વિધિ પૂર્વક કરવામાં આવે તો તે ખુબ જ શુભ ફળ આપે હોય છે.

આજે અમે તમને સૂર્યદેવને જળ ચડાવવાની સાચી અને અસરકારક વિધિ જણાવશું. તેમજ આજે અમે એક એવી ખાસ વસ્તુ જણાવશું કે એ વસ્તુ જો તમે સૂર્યદેવને અર્પિત કરતા પહેલા જળમાં નાખી દેશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, એટલુ જ નહિ પરંતુ તમને ધન પ્રાપ્તિ પણ થશે. તેનું જો નિયમિત રીતે પાલન કરવામાં આવે તો ક્યારેય તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિની સમસ્યાઓનો સામનો નહિ કરવો પડે.

સૌથી પહેલા તો તમારે  સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ ત્યાર બાદ સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લેવાના છે.

હવે પછીની વિધિ જણાવતા પહેલા આપણે એક મહત્વની વાત જાણી લઈએ કે હંમેશા ઉગતા સૂર્યને જળ ચડાવવું જોઈએ. ઘણા લોકો 9 કે 10 વાગ્યે ઉઠે અને ત્યાર બાદ ચડાવે છે. તો તેવું ન કરવું જોઈએ. તેનાથી કોઈ લાભ થતા નથી.

સ્નાન કર્યા બાદ તાંબાના લોટામાં સ્વચ્છ શુદ્ધ અને પવિત્ર જળ ભરવાનું છે તેમાં થોડા ફૂલો નાખવાના છે અને હવે તેમાં એક ખાસ વસ્તુ ઉમેરવાની છે જે તમારી ઉપાસનાનું ખુબ સારું ફળ આપશે અને તમને ધનવાન બનાવશે તે છે મિશ્રી એટલે કે સાકર.

ત્યાર બાદ ઉગતા સૂર્યની સામે આસન લગાવી દેવાનું છે અને તેના પર ઉભારહેવાનું છે. હવે તમારે એક મંત્રોચ્ચાર કરતા કરતા ધીમે ધીમે જળ અર્પિત કરવાનું છે. આ મંત્ર ત્રણ વખત બોલવાનો છે .

જળને એવી રીતે અર્પિત કરવાનું છે કે તેની ધારા તમારા આસન પર પડે કારણ કે કહેવાય છે કે જો જમીન પર ધારા પડે તો તેની ઉર્જા શક્તિ જમીનમાં વહી જાય છે. માટે આસન પર ધારા પડે તે ધ્યાન રાખવું.

હવે તે ધરામાંથી સૂર્યને નિહાળતા “ઓમ હિમ ક્રીમ સૂર્યાય સ્વસ્થ કિરણાય મનવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા” મંત્ર ત્રણ વખત બોલવાનો છે.

ત્યાર બાદ લોટામાં રહેલ પાણીને આંગળીની મદદથી ચારે બાજુ  છંટકાવ કરવાનો છે. ત્યાર બાદ તે જગ્યાની ત્રણ વખત પ્રદક્ષિણા કરવાની છે અને છેલ્લે આસન ઉપાડી  તે જગ્યાને નમન કરવાનું છે.

હવે જાણીએ કે કંઈ રીતે તેનો ફાયદો થાય છે. તો મિત્રો કહેવાય છે કે સૂર્યને મીઠું મીશ્રીવાળું જળ ચડાવવાથી જન્મ કુંડળીમાં રહેલ મંગળનો દુષ્પ્રભાવ ખતમ થાય છે. તેમજ જો નિયમિત આ રીતે મીશ્રીવાળું જળ ચડાવવામાં આવે તો મંગળ શુભ રહે છે. જેના કારણે આપણા જીવનમાં પણ આપણને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત ઉગતા સુર્યમાંથી નારંગી રંગના કિરણો નીકળતા હોય છે અને ત્યારે જળ ચડાવતી વખતે તેની ધારામાંથી સૂર્યને જોવાથી આંખની રોશની વધે છે.

તો આ રીતે નિયમિત મિશ્રીવાળા જળને જણાવેલ મંત્રનું મંત્રોચ્ચાર  કરીને સૂર્યને ચડાવવામાં આવશે તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment