ફેસલોક લોક હોવા છતાં આ રીતે થઇ શકે છે તમારી સાથે છેતરપિંડી..

સ્માર્ટ ફોનમાં ફેસલોક પણ હવે સુરક્ષિત નથી…. થઇ શકે છે તમારી સાથે પણ છેતરપિંડી…. જાણો કેવી રીતે…

આધુનિક સમયમાં ટેકનીકલ ક્ષેત્રમાં ખુબ જ ઝડપથી ક્રાંતિ આવવા લાગી છે. આજકાલ નવી નવી ટેકનોલોજી સાથે બજારમાં અવનવા સ્માર્ટ ફોન પણ આવી રહ્યા છે. પહેલા સ્માર્ટ ફોનને લોકો દ્વારા પાસવર્ડ દ્વારા સુરક્ષિત કરવામાં આવતો હતો, ત્યાર બાદ મોબાઈલને વધારે સુરક્ષિત રાખવા માટે પેટર્ન લોકની શોધ કરવામાં આવી અને ત્યાર બાદ ફિંગર લોક. હવે ફોનમાં ચહેરાની ઓળખાણ કરીને લોક ખુલે તેવી લોકોને સુવિધા મળે છે.

એવું માનવામાં આવે છે કે મોબાઈલમાં ફેસલોક મોબાઈલને વધારે સુરક્ષિત બનાવે છે. તેથી છેલ્લા કેટલાક સમયથી ફેસલોક વાળા મોબાઈલની માંગ વધતી જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે અમુક હદ સુધી આ ટેકનીક પણ સુરક્ષિત નથી. આજે અમે તમને એક એવી ઘટના જણાવીશું જેમાં એક વ્યક્તિના ચહેરાનો ઉપયોગ કરીને ચોરે તેના બેંક અકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગાયબ કરી દીધા.

આ ઘટના ચીનના જેઝીયાંગ પ્રાંતમાં રહેતા યુઆન નામના વ્યક્તિ સાથે બની છે. યુઆન એક દિવસે સવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેના બેંક અકાઉન્ટમાંથી આશરે 1.25 લાખ રૂપિયા ગાયબ થઇ ગયા છે. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી ત્યારે જાણ થઇ કે યુઆનના બે મિત્રોએ તેના મોબાઈલમાં રહેલ વી ચેટ એપ્લીકેશનની મદદથી ફેસલોક ટેકનીકનો ઉપયોગ કરીને પૈસા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ત્યાર બાદ યુઆનના બંને મિત્રોની ધરપકડ કરવામાં આવી અને યુઆનના પૈસા પણ પરત કરાવવામાં આવ્યા. યુઆન પાસે કંઈ કંપનીનો મોબાઈલ હતો તે વાતનો કોઈ ખુલાસો હજુ સુધી થયેલો નથી. પરંતુ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુઆનના ફોનમાં રહેલ ફેસ્લોક ટેકનીક વિશ્વસનીય ન હતી. યુઆન પાસે જે ફોન હતો તેમાં રહેલા ફેસ લોકની ટેકનીકમાં એક ખામી હતી કે જેમાં વ્યક્તિની આંખ બંધ હોય તો પણ તેના ચહેરાનો ઉપયોગ કરીને ફોનને અનલોક કરી શકાય છે. જ્યારે અમુક સ્માર્ટ ફોનમાં એવી પણ સીસ્ટમ આવે છે કે જેમાં વ્યક્તિની આંખ બંધ હોય તો તેના ચહેરાથી ફોનનો લોક ખોલી શકાતો નથી. તે એડવાન્સ સીસ્ટમ યુઆનના મોબાઈલમાં ન હતી.

આજના સમયમાં ફેસલોક અને ફિંગર લોક જેવી ટેકનીકલ સિસ્ટમને એક સુરક્ષા સીસ્ટમ તરીકે ગણવામાં આવે છે. પરંતુ ઘણી સ્માર્ટ ફોન કંપનીઓ તેના ફોનમાં આઈરીસ સ્કેનીંગની સિસ્ટમનો ઉપયોગ નથી કરતી. તમને જણાવી દઈએ કે આઈરીશ સ્કેનીંગ વગર કોઈ પણ સ્માર્ટ ફોનનો ફેસલોક ઝડપથી ખુલી જાય છે.

આ બાબત પર શંઘાઈ નેટવર્ક સિક્યોરીટીના ફાઉન્ડર તાન જિયાન ફેંગનું કહેવું છે કે ફિંગરપ્રિન્ટ અને ફેસલોક સ્માર્ટ ફોન માટે  એક ઉપયોગી ટેકનીકલ સીસ્ટમ છે. પરંતુ ફેસલોક અને ફિંગરપ્રિન્ટ લોક ક્યારેય પણ પાસવર્ડ અને પીનની જગ્યા લઇ શકતા નથી. લોકોએ પોતાના મોબાઈલમાં નીજી ડેટા અને જરૂરી જાણકારી માટે પાસવર્ડ અને પીનનો જ ઉપયોગ કરવો જોઈએ. તે ઓપ્શન્સ વધારે સુરક્ષિત માનવામાં આવે છે.

તેથી મિત્રો જો તમારી પાસે પણ ફિંગર લોક કે ફેસલોક વાળી સીસ્ટમ ધરાવતો સ્માર્ટ ફોન હોય તો તેમાં ફિંગર લોક કે ફેસલોકની સાથે સાથે પાસવર્ડ કે પીન લોક પણ ભૂલ્યા વગર રાખવો જોઈએ. તે તમારા મોબાઈલને વધારે સુરક્ષિત બનાવી શકે છે અને છોકરીઓને ખાસ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના મોબાઈલની ગેલેરી જેવી ફોટો એપ્લીકેશનોમાં પણ લોક લગાવીને રાખવો જોઈએ.

કારણ કે જો મોબાઈલ કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તે ફોટાનો મીસયુઝ કરી શકે છે. માટે છોકરીઓ કે સ્ત્રીઓએ પોતાના મોબાઈમાં દરેક એવી એપ્લીકેશનમાં પાસવર્ડ રાખવો જોઈએ. જેનાથી પર્સનલ ફોટા કોઈ ન જોઈ શકે. ખાસ તો દરેક વ્યક્તિએ મોબાઈલ ફોનનો ઉપયોગ ખુબ જ સાવચેતીથી કરવો જોઈએ. મોબાઈલમાં દરેક એપ્લીકેશનમાં પીન નંબર લોક જ રાખવો વધારે સેફ રહે છે.

તો મિત્રો તમે પણ તમારા મત મુજબ જણાવજો કે તમને સ્માર્ટ ફોનમાં ક્યાં લોકની સીસ્ટમ સૌથી વધારે સુરક્ષિત લાગે છે. ફિંગરલોક, ફેસલોક કે પછી પાસવર્ડ કે પીન ? કોમેન્ટ કરીને જરૂર જણાવો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment