ઘરે રહીને કોરોનાની સારવાર કેવી રીતે કરવી ? જાણો જલ્દી રિકવરી માટે શું ખાવું, શું ન ખાવું

કોરોના વાઇરસની બીજી તરંગ લોકોને ખુબજ ડપથી પકડી રહી છે. આ સંક્રમણ એક-બીજામાં ખુબજ ડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાની ગંભીર સમસ્યામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. પરંતુ હળવા અને મધ્યમ કેસોમાં તે ઘરે રહીને પણ તેની દવા કરી શકે છે. આને આપણે આઇસોલેશન પણ કહીએ છીએ. હોમ આઇસોલેશનમાં દર્દી ઘરે રહીને ઘરના બાકી સદસ્યોથી અલગ રહીને પણ પોતાની હોમ આઇસોલેશનમાં રહીને પણ ઘરબેઠા કરી શકો છો કોરોનાની સારવાર .. જલ્દી રિકવરી માટે જાણો શું ખાવું, શું ન ખાવું ટ્રીટમેંટ કરી શકે છે.  આવો જાણીએ કે કોરોના દર્દી ઘરે રહીને પણ કઈ રીતે જલ્દી રિકવરી કરી શકે છે.

હોમ આઇસોલેશન માટેના જરૂરી નિયમો :  

હોમ આઇસોલેશન માટે કોરોના દર્દી માટે એક અલગ જ રૂમ અને હવાની અવર-જવર થાય તેવો રૂમ હોવો જોઇ. દર્દી માટે એક અલગ ટોઇલેટ હોવું જોઇ. દર્દીની 24 કલાક દેખરેખ માટે કોઈ ને કોઈ હોવું જોઇ. ધ્યાન રાખવા વાળી બાબત એ છે કે હોમ આઇસોલેશનમાં રહેવા વાળા દર્દીના લક્ષણો ગંભીર ન થવા જોઇ. જો ગંભીર થાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટેની સલાહ આપવામાં આવે છે.

હોમ આઇસોલેશનમાં દર્દીએ શું કરવું જોઇએ :

દર્દી તેના રૂમની બારીઓ ખૂલી રાખવી જોઇ. દર્દીને હમેશાં ત્રણ પડ વાળું માસ્ક પહેરવું જોઈએ અને તેને દર 6-8 ક્લાકમાં બદલવું જોઇ. સાબુ અને પાણીથી હાથને 40 સેકેંડ સુધી ધોવા જોઇ. વધુ સ્પર્શ કરેલી સપાટીને સ્પર્શ કરવાનું ટાળો. તમારા વાસણ, ટુવાલ, કપડા અને ચાદરને સંપૂર્ણપણે અલગ રાખો અને બીજા કોઈને તેનો સ્પર્શ ન કરવા દો.

ઘરમાં રહેલા દર્દી માટે દિવસમાં બે વાર તાવ અને ઑક્સીજન સ્તરની તપાસ કરવી જોઇ. શરીરનું તાપમાન 100 ફોરેનહાઇટથી વધારે ન હોવું જોઇ. અને ઓક્સિમીટરથી ઑક્સીજનનું લેવલ માપો, SpO2 રેટ 94 ટકાથી ઓછું ન હોવું જોઇ. જો તમને કોઈ બીજી પણ બીમારી છે તો તેની દવા પણ સાથે લો. આઇસોલેશન દરમ્યાન મદિરા, સ્મોકીંગ અને કોઈપણ નશા વાળી વસ્તુનું સેવન જરા પણ ન કરવું. ડોક્ટરની સલાહનું પાલન કરવું અને નિયમિત રૂપથી દવાઓ લો.

કેવી રીતે આહાર લેવો 

કોરોના દર્દીને ઘરમાં બનાવેલુ તાજું અને સાદું ભોજન કરવું. મૌસંબી, નારંગી અને સંતરા જેવા ફળો અને કઠોળ, દાળ જેવી પ્રોટીનથી ભરેલી શાકભાજી ખાવી જોઇએ. જમવામાં આદું, લસણ અને હળદર જેવા મસાલાનો ઉપયોગ કરવો. દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો.

હોમ આઇસોલેશનની અવધિ 

આમ તો હોમ આઇસોલેશનની અવધિ 14 દિવસની હોય છે. જો દર્દીને છેલ્લા 10 દિવસમાં તાવ અથવા બીજા લક્ષણ દેખાય નહિ તો, તે ડોક્ટરને પૂછીને હોમ આઇસોલેશન પૂરું કરી શકે છે.

ધ્યાન રાખો આ વાતોને  

કોરોના વાયરસ શરીરની સાથે-સાથે દર્દીને માનસિક સંતુલન પણ નબળું કરી દે છે. એટલા માટે આ ઈલાજ દરમ્યાન દર્દીએ પોતાની માનસિક તબિયતનું પણ ધ્યાન રાખવું જોઇ, તમે હોમ આઇસોલેશનમાં પણ ફોન અને વિડિયો કોલ દ્વારા તમારા મિત્રો અને તમારા સંબંધીઓ સાથે વાત કરી શકો છો. આ દરમ્યાન તમારી પસંદની બૂકો વાચો. તમે તમારા મોબાઇલમા તમારા પસંદના શો જોવાની સાથે જ તમે ગેમ પણ નાની-મોટી રમી શકો છો. ધ્યાન રાખો કે તમારી ઉપર વધારે દબાણ ન કરો અને વધારે આરામ કરો.

આ સિવાય તમે દેશી ઉકાળો પણ પી શકો છો. તેમજ નાક, ગળા અને છાતીમાં કફ જામી ગયો હોવાથી તમે તેને દુર કરવા માટે ત્રણ સમય નાસ પણ લઇ શકો છો. તેનાથી તમારી શ્વાસ લેવાની તકલીફમાં આરામ મળશે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment