કફ, ઇમ્યુનિટી, હૃદય અને ત્વચા જેવી અનેક સમસ્યાઓથી મળી જશે છુટકારો, રોજિંદા ભોજનમાં ખાવું જોઈએ આ દૂધ.

હેલ્ધી ડાયટમાં હંમેશા દૂધનો સમાવેશ કરવો જોઈએ. જો કે દૂધ ઘણા પ્રકારના હોય છે. જેમ કે બકરીનું દૂધ, ભેંસનું દૂધ, ગાયનું દૂધ વગેરે. પરંતુ આ સિવાય ફળોમાંથી પણ દૂધ કાઢી શકાય છે. અમે વાત કરી રહ્યા છીએ નાળીયેરના દૂધ વિશે. નાળીયેરના દૂધથી આપણને ખુબ જ ફાયદાઓ થાય છે. જેના ફાયદા મોટાભાગના લોકો નથી જાણતા. જો તમે તમારા ડાયટમાં નાળીયેર દૂધનો સમાવેશ કરો તો પોતાને કેટલીક બીમારીઓથી સુરક્ષિત રાખી શકો છો. જો કે કેટલાક લોકો સ્વાદ વધારવા માટે પકવાનમાં તેનો ઉપયોગ કરે છે. પોતાના ક્રીમી ટેક્સચર અને મીઠા સ્વાદને લીધે લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, આ દૂધ સ્વાસ્થ્યની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ ખુબ ફાયદાકારક છે.

જો તમને સાંધામાં દુઃખાવાની સમસ્યા છે તો નાળીયેરના દૂધનું સેવન કરવાથી રાહત મળી શકે છે. સાંધાના દુઃખાવા સિવાય નાળિયેરનું દૂધનું સેવન કેટલીક બીજી પણ બીમારીને દૂર કરવા માટે કરવામાં આવે છે.ઇમ્યુનિટી : નાળીયેરના દૂધમાં લોરીક એસિડ હોય છે જે એન્ટીસેપ્ટિક ગુણ માટે ઓળખવામાં આવે છે. આ બેક્ટેરિયા, વાયરસ અને બીજા પ્રકારના સંક્રમણથી લડવા માટે શરીરને મદદ કરે છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે ન્યુમોનિયાથી પીડિત બાળકોના નિદાનમાં એન્ટિબાયોટિક દવાઓ અને નાળીયેરના દૂધનું સેવન કરવાથી એમના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો આવે છે. ત્યાં સ્ટ્રોંગ ઇમ્યુનિટી માટે નાળીયેરનું દૂધનું સેવન કરવું ફાયદાકારક હોય શકે છે.

એન્ટીઓક્સિડેન્ટ : નાળીયેરનું દૂધ વિટામિન સી અને ઇ થી ભરપૂર હોય છે, સાથે જ આમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. મેટાબોલિઝ્મની પ્રક્રિયાના સમયે આપણા શરીરના ટીશ્યુ દ્વારા ફ્રી ઓક્સિજન રેડિકલનું નિર્માણ થાય છે. તે સેલુલર કમ્પોનન્ટ માટે નુકશાનકારક છે. નાળીયેરના દૂધમાં ઉપલબ્ધ એન્ટીઓક્સિડેન્ટ આ હાનિકારક પદાર્થને બેઅસર કરવામાં મદદ કરે છે.ત્વચા અને વાળ : નાળીયેરના દૂધમાં હેલ્દી ફેટ હોય છે. તે તમારી ત્વચાને મોચ્યુરાઈઝ કરે છે. તમે ઈચ્છો તો તમારા વાળને પણ ખૂબ સુંદર બનાવવા માટે પણ ઉપયોગ શકાય છે. એટલું જ નહિ તમે જો તેને તમારા સ્કેલ્પમાં લગાવશો તો ડેન્ડ્રફ અને ખંજવાળની સમસ્યા દૂર થઈ જશે. એવું એટલા માટે કે કેમ કે આમાં લોરીક એસિડ હોય છે, જેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. આ સિવાય તેના ઉપયોગથી ત્વચામાં ચમક પણ લાવી શકાય છે. નાળીયેરનું તેલ કરચલીની સમસ્યાને દૂર કરી ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. તમે ઈચ્છો તો આને મેકઅપ રિમૂવ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.

હાર્ટ : નાળીયેરનું દૂધ શરીરમાં એચડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને વધારવા માટે પણ ઓળખવામાં આવે છે. રિસર્ચ પ્રમાણે નાળીયેરના દૂધ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવા માટે પણ મદદ કરે છે. નાળીયેર દૂધનો રોજ ઉપયોગ કરવાથી દિલની બીમારીના ખતરાને ઓછો કરી શકાય છે.મોઢાના ચાંદા : પેટની ગરમીને લીધે ક્યારેય મોઢું આવી જાય છે એના સિવાય જો તમારું પેટ સાફ નહીં રહે છે તો પણ મોઢું આવી જાય છે. જો તમારું પેટ સાફ નહિ થતું હોય તો તમારા ડાયટમાં નાળીયેરના દૂધનો સમાવેશ કરો. કબજિયાત અથવા બીજી કોઈ પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે પણ ઉપયોગી છે.

વજન : નાળીયેરનું દૂધ શોર્ટ અને  મીડિયમ ચેન ટ્રાઇગ્લિસરાઇડ્સથી ભરપૂર હોય છે, જેને હેલ્ધી ફેટ ગણવામાં આવે છે. નાળીયેર દૂધને પોતાના ડાયટમાં શામિલ કરવાથી ભૂખમાં સંતોષની ભાવના વધે છે અને વારંવાર થવા વાળી ક્રેવિગથી બચી શકો છો અને વજન ઓછું કરવા ઈચ્છો છો તો તેને ડાયટમાં જરૂર સમાવેશ કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment