શું ATM મશીન કે પૈસા લેણદેણથી પણ ફેલાઈ શકે છે કોવિડ-19 ? આટલી જગ્યા પર હોય છે વધુ સંક્રમણનો ભય..

કોવિડ-19 નો નવો તબક્કો ખુબ જ વધારે ખતરનાક છે. બધા લોકોના મનમાં સવાલ છે કે, આ વાયરસ સાર્વજનિક સ્થળના સ્તર પર જામેલો છે અને સંક્રમણ વધારી રહ્યો છે ? તેના પર વૈજ્ઞાનિક ઘણી શોધ કરી રહ્યા છે. જેમાં તમને એ વાતનો ઉત્તર મળી જશે કે ક્યાં પ્રકારના સ્તર પર આ વાયરસ જમા થઈ જાય છે. કોરોના વાયરસમાં હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે. દિવસે દિવસે લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજકાલ કોવિડ-19 ના નવા રૂપે દરેક લોકોની ચિંતા વધારી દીધી છે. નવા વેરીએન્ટ મ્યુટેશન વાયરસ કહેવામાં આવે છે.

આ વધતા પ્રકોપને ધ્યાનમાં રાખતા આખા દેશના બધા રાજ્યમાં સરકાર તરફથી નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં માત્ર સોશિયલ અંતરનું પાલન કરવાનું છે, માસ્ક પહેરવાનું છે, પણ પોતાના આસપાસના વાતાવરણને પણ સ્વચ્છ રાખવાનું છે. કારણ કે કોવિડ-19 મહામારી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાની સિવાય જગ્યાને સ્પર્શ કરવાથી પણ ફેલાઈ શકે છે.યાત્રા કરતી વખતે હાથથી બસની કે ટ્રેનની સીટ કે મિરર સ્પર્શ ન કરો : તમને જણાવી દઈએ કે SARS-COV-2 એક અદ્રશ્ય વાયરસ છે, જેને કેવલ કોવિડ ટેસ્ટ દ્વારા જ ઓળખી શકાય છે. જો કે વાયરસ ઘણી જગ્યાઓ પર પણ જામેલો હોય શકે છે અને covid-19 ના કેસ વધારી શકે છે. આથી દરેક લોકોએ એ નક્કી કરવું આવશ્યક છે કે તમે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા યાત્રા કરી રહ્યા છો તો સ્તરના સંપર્કમાં ન આવો. જેમ કે તમે બસ કે મેટ્રો યાત્રા કરી રહ્યા છો તો તેના ડંડા, સીટ અથવા મિરરને સ્પર્શ ન કરો. કારણ કે ત્યાં વાયરસ જામેલો હોય શકે છે.

WHO એ પણ જણાવ્યું છે કે કોઈપણ સ્થળને સ્પર્શ ન કરવું જોઈએ : જાણકારોની માનવામાં આવે તો કોવિડ-19 મહામારી બીજી બીમારી કરતાં વધુ ખતરનાક છે. આ વાયરસને લઈને રોજ નવી નવી અફવાઓ આવે છે. જ્યારે એક્સપર્ટ અનુસાર જ્યાં સુધી આ વાયરસ આપણી વચ્ચે રહેલ છે ત્યાં સુધી આપણે સાવધાન રહેવાની જરૂર છે. તેમજ બીમાર વ્યક્તિની જગ્યાને સ્પર્શ કરવામાં પણ સાવધાની રાખવાની છે. એક શોધ અનુસાર કોવિડ માત્ર વ્યક્તિને સ્પર્શ કરવાથી જ નહિ પણ દૂષિત જગ્યાને સ્પર્શ કરવાથી પણ ફેલાઈ શકે છે.સ્ટડી અનુસાર કહેવામાં આવે છે કે, જ્યારે પણ સંક્રમિત વ્યક્તિ કોઈ જગ્યાને સ્પર્શ કરે છે તો તે ત્યાં જમા થઈ જાય છે. વાસ્તવમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી કે જગ્યા પર પણ કોવિડ-19 કારણ બની શકે છે. હાલમાં જ આ મામલે વધુ શોધ થઈ રહી છે જેના દ્વારા તમે જાણી શકો છો કે કોવિડ કોઈ જગ્યા પર ફેલાઈ છે કે નહિ.

કોવિડ-19 પર નવી શોધ શું કહે છે : અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોશેલ વેલેંસ્કી એ વ્હાઈટ હાઉસમાં થયેલ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું છે કે જગ્યા દ્વારા પણ વાયરસ ફેલાવવાની સંભાવના વધી જાય છે.CDC ની નવી ગાઈડલાઈન અનુસાર સપાટીથી કોવિડ સ્પ્રેડના 10 હજાર કેસમાંથી માત્ર એક જ કેસ એવો હતો જેમાં આ રીતે કોઈ સંક્રમિત હોય. આ રીતે સંક્રમિત જગ્યાથી કોરોના ફેલાવવાની સંભાવના લગભગ ન બરાબર છે. જો કે CDC ના નવા રિપોર્ટ અનુસાર એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, એ વાતથી ઇનકાર નથી કરી શકાતું કે સંક્રમિત જગ્યાને સ્પર્શ કરવાથી કોઈ વ્યક્તિ તેની ચપેટમાં ન આવી શકે. પણ તેની સંભાવના એટલી ઓછી છે કે તેને માનવું મુશ્કેલ છે.

ફોન, લેપટોપ પર પણ હોય શકે છે વાયરસ : આપણા ફોનની સ્ક્રીન પર પણ કોવિડ વાયરસ હોય શકે છે, કારણ કે આપણે તેને પબ્લિક પ્લેસમાં પણ ઉપયોગ કરીએ છીએ. આમ ફોનની સ્ક્રીન પર પણ વાયરસ આવી શકે છે. આથી તમે તેને હંમેશા સેનેટાઈઝ કરતા રહો. સાથે જ તેનાથી કોલ પર વાતો કરો છો તો તેને મોઢા અને નાકને સ્પર્શ ન થવા દો. આ રીતની સાવધાની તમારે કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ, માઉસ, કી-બોર્ડ, અને અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની છે. તેને પણ સેનિટાઇઝ કરો.ATM યુઝ કરતી વખતે પણ સાવધાની રાખો : ગેજેટ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિવાય દરરોજ લાખો લોકો કેશ કાઢવા માટે ATM મશીનનો ઉપયોગ કરે છે. આ પણ covid-19 સંક્રમણ માટે હોટસ્પોર્ટ બની શકે છે. આથી એટીએમ મશીનનો ઉપયોગ કરતા પહેલા તેને સેનિટાઇઝ કરો અને હાથને પણ સાફ કરો.

પૈસાના લેણદેણમાં સાવધાની રાખો : સરફેસ સિવાય કોરોના એકબીજા સાથે પૈસાની લેણદેણ કરવાથી પણ ફેલાઈ શકે છે. આથી સારું રહેશે કે તમે કોરોના કાળમાં કેશની જગ્યાએ ઓનલાઇન પેમેન્ટને પ્રાયોરીટી આપો. આમ તમારે કોરોનાની બચવા માટે કેટલીક સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે, આથી જ કહેવાય છે કે ચેતતા નર સદા સુખી.

અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment