શું તમને પણ જમતી વખતે આવે છે પરસેવો ? તો ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ… જાણો ડોક્ટર પાસેથી તેનું કારણ અને મફત ઈલાજ…

જો કે ક્યારેક તમે જોયું હશે કે અમુક લોકોને ભોજન કરતી વખત ખુબ જ પરસેવો આવે છે. જેને સામાન્ય રીતે લોકો અવગણે છે. પરંતુ અમુક સ્થિતિમાં આ એક ખુબ જ મોટી બીમારી વિશે સંકેત પણ આપે છે. આથી તેનું સાચું કારણ જાણવું ખુબ જ જરૂરી છે.

ઘણા લોકોને જમતી વખતે ખુબ પરસેવો આવે છે. એવા લોકો જો ગરમ અને મસાલેદાર રસોઈનું સેવન કરે છે, તો પરસેવો વધારે આવવા લાગે છે. એવું નથી કે લોકોને આ સમસ્યા ગરમીના દિવસોમાં જ થાય છે પરંતુ, શિયાળાના દિવસોમાં પણ ઘણા લોકોને જમતી વખતે પરસેવો આવવા લાગે છે. ઘણી વખત તો આવા લોકો પરસેવાને કારણે શરમ પણ અનુભવતા હોય છે. આવું માત્ર મોટામાં જ નહીં બાળકોમાં પણ જોવા મળતું હોય છે.

ઘણી વખત તો આવા લોકો સાથે જમવાની પણ ના પાડી દેતા હોય છે કારણ કે, પરસેવાથી ભીંજાયેલો ચહેરો જોઈને વ્યક્તિને પોતે અને અન્ય લોકોને પણ અજીબ લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે તેની પાછળ શું કારણ છે અને શું કોઈ બીમારી છે કે નહીં. આ બધા જ સવાલોના જવાબ માટે અમે આ લેખમાં વાત કરીશું.

જમતી વખતે પરસેવો શું કામ આવે છે ? : વાસ્તવમાં જો તમને જમતી વખતે પરસેવો આવતો હોય તો, તેનાથી તમારે ઘભરાવવાની જરૂર નથી કારણ કે, તે કોઈ બીમારી નથી. તે એક પેટ સાથે સંકળાયેલી અવસ્થા કે સ્થિતિ છે, જેમાં જો કોઈ વ્યક્તિ મોઢું ચલાવે છે એટલે કે જામે ત્યારે તેના ચહેરા અને અન્ય અંગોથી પરસેવો નીકળવા માંડે છે. આ સ્થિતિમાં તમારે કોઈ ઇલાજની જરૂર નથી. વાસ્તવમાં અમને ખબર છે કે, ભોજનના પાચનની ક્રિયા મોંથી શરૂ થઈ જાય છે, જેના માટે મોં માં જમવાનું ચાવતી વખતે લાળનું ઉત્પાદન કરીને જમવાના કણોની વચ્ચે મિક્સ કરે છે અને ભોજનનું પાચન સરખી રીતે થઈ શકે છે.

પરંતુ જ્યારે તમારા મસ્તિષ્કની પૈરોટીડ ગ્રંથિઓની નસ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, તો તમારા શરીરમાં મિશ્રિત સંકેતોને મસ્તિષ્ક સમજી શકતું નથી અને લાળની બદલે પરસેવો આવવા લાગે છે. તે સિવાય ડાયાબિટીસના દર્દીઓને પણ જમતી વખતે પરસેવો આવી શકે છે પરંતુ તેનાથી તમારે ઘભરાવવાની જરૂર નથી.  ડોક્ટરના મત મુજબ જો તમને જમતી વખતે આવતા પરસેવાથી કોઈ તકલીફ નથી થતી, તો તમારા માટે તે કોઈ પરેશાની નથી. તે સિવાય જો તમને તેનાથી કોઈ પરેશાની થઈ રહી છે, જેમ કે જીવ મુંજાવો, ખંજવાળ અને ચીડચિડિયાપણું થઈ રહ્યું છે, તો આ સ્થિતિમાં તમારે ડોકટરનો સંપર્ક કરવાની જરૂર છે કારણ કે, તે પરેશાનીનું કારણ હોય શકે છે.

આ જગ્યાઓ પર થઈ શકે છે પરસેવો : જેમાં માથું, ગરદન, સ્કૈલ્પ, મોં, હાથ વગેરે… આ સિવાય વધારે વાત કરવાથી, ગરમ-મસાલેદાર જમવાથી કે પછી જમવા વિશે વિચારવાથી પણ તમને પરસેવો થઈ શકે છે. પરંતુ તેના માટે તમારે ઘભરાવવાની કોઈ જરૂર નથી.

વધારે પરસેવો આવે ત્યારે આ ઉપાય કરવો : 1 ) જો તમને ખુબ જ વધુ પરસેવો આવી રહ્યો છે તમારે બહારનું ભોજન વધારે કરવાથી બચવું જોઈએ, કારણ કે વધારે ભોજન કરવાથી તમને પરસેવો થઈ શકે છે.

2 ) તમારે ખાધ પદાર્થમાં પ્રવાહી પદાર્થનું સેવન કરવું. તે સિવાય અધિક માત્રામાં તરલ પદાર્થોનું સેવન કરવું. તેનાથી મોં ચલાવવાની જરૂર પડશે નહીં અને પરસેવો આવશે નહીં.

3 ) જો તમને થોડો ઘણો પરસેવો આવતો હોય, તો તમે ટીશું પેપર અથવા રૂમાલથી તેને સરળતાથી સાફ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment