જાણો શા માટે અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે ગણપતિજીનું વિસર્જન…
ભારતમાં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરીને તેમને 10 દિવસ ઘરે રાખી તેમની પૂજા, સેવા અને આરતી વગેરે કર્યા બાદ તેમનું વિસર્જન કરવાની પરંપરા છે. જો કે ગણપતી બાપાનું વિસર્જન 3 કે 5 દિવસ પછી પણ કરી શકાય છે. પરંતુ મોટાભાગના લોકો 10 દિવસ સુધી ગણપતિ બાપાની સેવા પૂજા કરે છે અને પછી વિસર્જન કરે છે. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવાની પરંપરા સૌથી પ્રચલિત છે. મતલબ ગણેશ ચતુર્થીના 10 દિવસ રાખ્યા બાદ એટલે કે 11 માં દિવસે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરવું. લોકો ખુબ જ ધામધુમથી વિસર્જન કરે છે. પરંતુ શા માટે વિસર્જન કરવામાં આવે છે અને આ વર્ષે વિસર્જનનું શુભ મુહૂર્ત શું છે તે આજે અમે તમને જણાવશું.
હિંદુ પંચાંગ મુજબ અનંત ચતુર્દશી દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચૌદસના દિવસે મનાવવામાં આવે છે. અને અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં આવે છે. ગણેશ ચતુર્થીના 10 દિવસ પછી અનંત ચતુર્દશી આવે છે અને આ દિવસે વિધિ વિધાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 12 સપ્ટેમ્બરના દિવસે આવે છે. અનંત ચતુર્દશીનો પ્રારંભ 12 સપ્ટેમ્બરના દિવસે સવારે 5 વાગ્યાને 6 મિનીટે થશે અને તેનો સમાપ્ત સમય 13 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યેને 35 મિનીટ સુધીનો છે.
12 સપ્ટેમ્બરના દિવસે સવારે વિસર્જનનું શુભ મુહૂર્ત 6 વાગ્યેને 8 મિનીટથી લઈને સવારના 7 વાગ્યાને 40 મિનીટ સુધીનો રહેશે. ત્યાર બાદ સવારના 10 વાગ્યેને 45 મિનીટથી લઈને બપોરના 3 વાગ્યેને 22 મિનીટ સુધી પણ શુભ મુહૂર્ત રહેશે. ત્યાર બાદ બપોરના 4 વાગ્યેને 54 મિનિટથી લઈને રાત્રીના 9 વાગ્યેના 22 મિનીટ સુધી શુભ મુહૂર્ત રહેશે અને આ ઉપરાંત 13 સપ્ટેમ્બરના રાત્રે 12 વાગ્યેને 18 મિનીટથી લઈને 1 વાગ્યાને 45 મિનીટ સુધી શુભ મુહૂર્ત રહેશે. તો આ મુહૂર્તોને ધ્યાનમાં રાખીને જો વિસર્જન કરવામાં આવશે તો તેનું શુભ ફળ પ્રાપ્ત થશે.
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશજીનું વિશેષ સ્થાન છે. કોઈ પણ પૂજા, હવન કે કોઈ માંગલિક કાર્યોમાં તેમની સ્તુતિ વગર પૂજા અધુરી રહે છે. આ ઉપરાંત કોઈ પણ નવા કાર્યની શરૂઆત ગણેશજીની વંદના બાદ કરવામાં આવે છે. આ કારણે જ ગણેશ ચતુર્થી અને ભગવાન ગણેશજીના જન્મ દિવસને દેશમાં ખુબ જ ધામધૂમથી વિધિ વિધાન ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગણેશજીનો આ ઉત્સવ પુરા 10 દિવસ સુધી મનાવવામાં આવે છે અને 11 માં દિવસે તેમનું ધામધુમથી વિસર્જન કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે ગણેશજીના વિસર્જનનું માત્ર ધાર્મિક અને સંસ્કૃતિક મહત્વ જ નથી. પરંતુ તે રાષ્ટ્રીય એકતાનું પ્રતિક પણ છે. છત્રપતિ શિવાજી મહારાજે પોતાના શાસનકાળ દરમિયાન રાષ્ટ્રીય સંસ્કૃતિ અને એકતાને ફેલાવવા માટે સાર્વજનિક રૂપે ગણેશજીનું પૂજન શરૂ કર્યું હતું. લોકમાન્ય તિલકે 1857 માં અસફળ ક્રાંતિ બાદ દેશને એકસુત્રમાં બાંધવાના ઈરાદાથી આ પર્વને સામાજિક અને રાષ્ટ્રીય પર્વના રૂપે ઉજવવાની શરૂઆત કરી હતી.
મિત્રો તમને જાણીને આનંદ થશે કે 10 દિવસ ચાલતા ગણેશ ઉત્સવે અંગ્રેજી શાસનની જડોને હલાવવા માટે બખૂબી એક મહત્વની ભૂમિકા ભજવી છે. લોકો એકઠા થઈને ખુબ ખુશી પૂર્વક ગણપતિ બાપાના નારા લગાવીને તેમનું વિસર્જન કરે છે અને આગલા વર્ષે જલ્દી આવજો તેવી પ્રાર્થના કરે છે.
મિત્રો આપણા મનમાં એક સવાલ આવે કે આખરે ગણેશજીની સ્થાપના કરી પછી તેનું વિસર્જન શા માટે કરવામાં આવે છે. ગણપતિ બાપાના વિસર્જનને લઈને ઘણી ધાર્મિક અને સામાજિક માન્યતાઓ પ્રચલિત છે. બ્રિટીશ કાળ દરમિયાન લોકોમાં એકતા વધારવા માટે ગણેશજીની સ્થાપના અને વિસર્જન કરવામાં આવતું હતું.
પરંતુ વિસર્જન અંગે એક ધાર્મિક માન્યતા પણ પ્રચલિત છે કે મહર્ષિ વેદ વ્યાસે ગણેશજીને મહાભારતની કથા સંભળાવ્યા બાદ ભગવાન ગણેશજીના તેજને શાંત કરવા માટે તેમને સરોવરમાં ડુબાડ્યા હતા. કહેવાય છે કે વેદ વ્યાસે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને મહાભારતની કથા કહેવાનું શરૂ કર્યું હતું. સતત 10 દિવસ સુધી વેદ વ્યાસ મહાભારતની કથા સંભળાવતા રહ્યા અને ગણપતિજી લખતા રહ્યા. જ્યારે કથા પૂરી થઇ ત્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો અત્યાધિક મહેનતના કારણે ગણપતિજીનું તાપમાન ખુબ જ વધી ગયું હતું. તેમનું તાપમાન ઓછું કરવા માટે વેદ વ્યાસે તેમને સરોવરમાં સ્નાન કરાવ્યું હતું. તે દિવસે અનંત ચતુર્દશી હતી અને તેથી આ દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવાની પરંપરા શરૂ થઇ. “બોલો ગણપતિ બાપ્પા મોર્યા”
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google